ETV Bharat / bharat

Gyanvapi Mosque Controversy: શું ખરેખર મંદિરને તોડીને બનાવવામાં આવી હતી મસ્જિદ, આવો જાણીએ સમગ્ર મામલો

વારાણસીમાં કોર્ટના આદેશ પછી પ્રથમ વખત જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફી અને સરવે (Videography and survey of Gyanvapi Masjid complex) કરવામાં આવશે. સંત સમિતિનો દાવો છે કે, મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque Controversy) બનાવવામાં આવી હતી. બીજી તરફ મુસ્લિમ પક્ષકારોએ આ દાવાનું ખંડન કર્યું હતું.

Gyanvapi Mosque Controversy: શું ખરેખર મંદિરને તોડીને બનાવવામાં આવી હતી મસ્જિદ, આવો જાણીએ સમગ્ર મામલો
Gyanvapi Mosque Controversy: શું ખરેખર મંદિરને તોડીને બનાવવામાં આવી હતી મસ્જિદ, આવો જાણીએ સમગ્ર મામલો
author img

By

Published : May 12, 2022, 12:39 PM IST

Updated : May 12, 2022, 12:58 PM IST

વારાણસીઃ વારાણસીમાં કોર્ટના આદેશ પછી પ્રથમ વખત જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફી અને સરવે (Videography and survey of Gyanvapi Masjid complex) કરવામાં આવશે. ત્યારે જાણવાનો પ્રયાસ કરીએ કે, જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque Controversy) વિશે આટલો બધો હોબાળો શા માટે છે. આ મામલો દેશભરમાં કેમ ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં શ્રૃંગાર ગૌરીનું મંદિર જે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં છે અને મસ્જિદની દિવાલને અડીને આવેલું છે. હિન્દુ સમાજના મોટાભાગના લોકોનું કહેવું છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો- Varanasi Gyanvapi Masjid Case: અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટીની અરજી પર જ્ઞાનવાપી કેસમાં સુનાવણી

મસ્જિદના ભોંયરામાં શિવલિંગ છુપાયું હોવાનો હિન્દુ પક્ષોનો દાવો - હિન્દુ પક્ષોનું કહેવું છે કે, પહેલા અહીં મંદિર હતું. સાથે જ એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે, અહીં બજરંગબલીની મૂર્તિ તેમ જ અંદર ગણેશજીની મૂર્તિ છે. આ સિવાય એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્ઞાનવાપી મસ્જિદના (Gyanvapi Mosque Controversy) ભોંયરામાં અસલી શિવલિંગ છુપાયેલું છે. જો કે હવે આ સર્વે થશે ત્યારે સત્ય બહાર આવશે તેવી આશા છે.

આ પણ વાંચો- વારાણસીમાં કોર્ટના આદેશ પછી જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસનો સરવે શરૂ કરાયો, ક્યારે રજૂ થશે રિપોર્ટ, જૂઓ

શું ખરેખર મંદિર તોડવામાં આવ્યું હતું? તો મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે, તેઓ મસ્જિદમાં કોઈને પણ જવા નહીં દે. જ્યારે બીજી તરફ સંત સમિતિનો દાવો છે કે, વિરોધ એટલે કરવામાં આવી રહ્યો છે. કારણ કે, મંદિર તોડીને મસ્જિદ બની છે અને સરવેના આ પૂરાવા આખી દુનિયાની સામે આવી જશે. કોર્ટે એટલા માટે વરિષ્ઠ વકીલ અજયકુમાર મિશ્રને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. સરવે હેઠળ જોવા મળશે કે, શ્રૃંગાર ગૌરી અને બીજા વિગ્રહ તેમ જ દેવતાઓની સ્થિતિ શું છે. કાશી વિશ્વનાથ મંદિર અને તેને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદને (Gyanvapi Mosque Controversy) બનાવવા માટે અલગ અલગ પ્રકારની ધારણાઓ અને વાર્તા છે. જોકે, આ ધારણાઓ અને વાર્તાઓને લઈને કોઈ પણ પ્રમાણિક પુષ્ટિ અત્યાર સુધી કરવામાં નથી આવી.

જ્ઞાનવાપી મસ્જિદ ક્યારે અને કોના સમયમાં બંધાઈ હતી? - અનેક લોકોએ ધારણા પર વિશ્વાસ કરી રહ્યા છે કે, ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને તેની જગ્યા પર મસ્જિદ બનાવવામાં આવી હતી. તો કેટલાક ઈતિહાસકારો કહે છે કે, જ્ઞાનવાપી મસ્જિદ 14મી સદીમાં બનાવવામાં આવી હતી. આ મસ્જિદનો સંબંધ જૌનપુરના શર્કી સુલતાન સાથે પણ જોડવામાં આવી રહ્યો છે, પરંતુ ઈતિહાસકારો પણ આ હકીકતનું ખંડન કરે છે. આ સિવાય કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણનો શ્રેય પણ રાજા ટોડરમલને આપવામાં આવે છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે, ઔરંગઝેબે મંદિર તોડી નાખ્યું હતું. આ મસ્જિદ અકબરના સમયમાં બનાવવામાં આવી હતી કે, ઔરંગઝેબના સમયમાં તે અંગે નિષ્ણાતોમાં કોઈ સંમતિ નથી.

મસ્જિદના ભોંયરામાં શું છે? - હિન્દુ પક્ષના લોકો અહીં બજરંગબલી અને ગણેશજીની મૂર્તિ હોવાનો દાવો (Claiming to have an idol in the basement of Gyanvapi Mosque) કરી રહ્યા છે. સાથે જ ભોંયરામાં શિવલિંગ દટાયેલું હોવાની પણ ચર્ચા છે. જ્યારે અંજુમન ઈન્ઝામિયા મસ્જિદના સભ્યો પણ પ્રાચીન કૂવો અને તેમાં છુપાયેલા શિવલિંગની કલ્પનાને નકારે છે.

સિવિલ કોર્ટમાં દાખલ થઈ હતી અરજી - આપને જણાવી દઈએ કે, રાખીસિંહ, લક્ષ્મીદેવી, મંજુ વ્યાસ, સીતા સાહુ અને રેખા પાઠકે સંયુક્ત રીતે 18 ઓગસ્ટ 2021એ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં માગ કરવામાં આવી હતી કે, કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શ્રૃંગાર ગૌરી અને દેવતાઓને પહેલા હટાવવામાં આવે. તેમણે માગ કરી હતી કે, કાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી પરિસરમાં આવેલા શ્રૃંગાર ગૌરી અને વિગ્રહોને વર્ષ 1991ની પૂર્વ સ્થિતિની જેમ નિયમિત દર્શન-પૂજન માટે સોંપવામાં આવે. આ સુનાવણી દરમિયાન 8 એપ્રિલ 2022ના દિવસે કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી. જ્યારે 20 એપ્રિલે નીચલી કોર્ટે સુનાવણી પૂર્ણ કરી હતી. તો 26 એપ્રિલે નીચલી કોર્ટે ઈદ પછી સરવે શરૂ કરવાનો આદેશ કર્યો હતો.

Last Updated : May 12, 2022, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.