ETV Bharat / bharat

જ્ઞાનવાપી મસ્જિદ સાથે સંકળાયેલી 5 અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટ આપશે ચુકાદો - એએસઆઈનો સર્વે

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસ સંબંધિત 5 અરજીઓ પર 8મી ડિસેમ્બરે સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો, સૌથી ખાસ વાત એ છે કે, ASIએ જ્ઞાનવાપી સંકુલમાં જે સર્વે કર્યો હતો તેનો રિપોર્ટ રજૂ કરવા મામલે અનેક વખત કોર્ટ પાસેથી મુદ્દત માંગ્યા હોવા છતાં હજી પણ રિપોર્ટ રજૂ કર્યો નથી.

જ્ઞાનવાપી મસ્જિદ સાથે સંકળાયેલી 5 અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટ આપશે ચુકાદો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 10:49 AM IST

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસ સંબંધિત 5 અરજીઓ પર 8મી ડિસેમ્બરે સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાંથી ત્રણ અરજી 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ કરાયેલા કેસ સાથે સંબંધિત છે, જ્યારે બે અરજી એએસઆઈના સર્વે ઓર્ડર સામે દાખલ કરવામાં આવી હતી. 1991ના આ કેસમાં વિવાદિત જગ્યા હિંદુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય અહીં પૂજા માટે પણ પરવાનગી માંગવામાં આવી હતી.

જ્ઞાનવાપી વિવાદ સંબંધિત 5 અરજીઓ પર નિર્ણયઃ આ કેસ 1991માં વારાણસીની જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં મુખ્ય બાબત એ નક્કી કરવાની છે કે વારાણસી કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે છે કે નહીં. શું આ મામલામાં 1991નો પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાગુ કરી શકાય છે કે નહીં. આ કેસમાં ત્રણ વખત ચુકાદો અનામત રાખ્યા બાદ કોર્ટે ફરી અરજીઓ પર સુનાવણી કરી. અને નિર્ણય 8 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલે યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, હિંદુ પક્ષ અને અંજુમન મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી.

ASI સર્વે રિપોર્ટ હજી પણ રજૂ કરાયો નથીઃ મુસ્લિમ પક્ષ દ્વારા 1936ના દીન મોહમ્મદ કેસના નિર્ણય અંગેની માહિતી કોર્ટમાં આપવામાં આવી હતી. ત્રણ વખત ચુકાદો અનામત રાખ્યા બાદ કોર્ટે ફરી આ કેસની સુનાવણી કરી હતી. તાજેતરમાં ASIએ જ્ઞાનવાપી સંકુલમાં સર્વે કર્યો હતો. સર્વે પૂર્ણ થયા બાદ પણ હજી સુધી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. સર્વે ટીમે આ કેસમાં રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો.

  1. Shahi Idgah Mosque : મથુરાની શાહી ઇદગાહ મસ્જિદના ASI સર્વે અંગે અલ્હાબાદ હાઇકોર્ટનો આજે મહત્વનો નિર્ણય
  2. જ્ઞાનવાપી પરિસરમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરી શકે છે ASI,ગત મુદ્તમાં માંગ્યો હતો વધારાનો સમય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.