ETV Bharat / bharat

Gurunanak jayanti 2021: લોકોને એકતાનો સંદેશ આપનારા ગુરુ નાનકજીના અમૂલ્ય શબ્દો - guru nanak dev prakash purab

ગુરુ નાનક જયંતિ(guru Nanak Jayanti)19મી નવેમ્બર ઉજવવામાં આવે છે. આ દિવસે, ગુરુ નાનક દેવજીનો જન્મદિવસ,(Guru Nanak Devji's Birthday) ગુરુ પર્વ દેશભરમાં શીખ સમુદાય(Sikh community) દ્વારા ઉજવવામાં આવે છે. વાંચો ગુરુ નાનક જીના અમૂલ્ય શબ્દો...

Gurunanak jayanti 2021: લોકોને એકતાનો સંદેશ આપનારા ગુરુ નાનક જીના અમૂલ્ય શબ્દો

author img

By

Published : Nov 19, 2021, 2:22 PM IST

  • 19મી નવેમ્બર એટલે ગુરુ નાનક જીની જન્મ જયંતિ
  • ગુરુ નાનક સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું
  • ગુરુ નાનક દેવજીનો જન્મદિવસ શીખ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે

હૈદરાબાદ: ગુરુ નાનક જયંતિ(guru Nanak Jayanti) 19મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે, ગુરુ નાનક દેવજીનો જન્મદિવસ હોય છે(Guru Nanak Devji's Birthday) ત્યારે ગુરુ પર્વ દેશભરમાં શીખ સમુદાય(Sikh community) દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ગુરુ પર્વ પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનક દેવજી શીખ સમુદાયના સ્થાપક અને પ્રથમ ગુરુ છે.

ગુરુ નાનક દેવજીનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો

કારતક સુદ પૂનમ સંવત 1526 (ઈસ 1469)માં પાકિસ્તાનના તલવંડી ગામમાં ગુરુ નાનકજીનો જન્મ થયો હતો. આજે તલવંડી ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકજી પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી, માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી. શીખ ધર્મમાં ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરુપૂરબ(Gurupurab) તરીકે પણ ઓળખાય છે.

ગુરૂ નાનકદેવજી ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું

ગુરુ નાનકજીનો જન્મ કારતક સુદ પૂનમની(Kartik Purnima) તિથિએ રાત્રિના સમયે થયો હતો. ગુરુ નાનકજીનો જન્મ જંયતીના દિવસે સવારે પ્રભાતફેરી કાઢવામાં આવે છે અને ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે. આ ઉપરાંત ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું, ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન.

દેહત્યાગ દરમિયાન હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ વ્યથિત થયા

ગુરુ નાનક દેવજીના પરમજયોતિમા લીન થવા વિશે એવી વાયકા છે કે ઇસ 1539, 22મી સપ્ટેમ્બર, ભાદરવા વદ દસમે તેમણે સ્વેરછાએ દેહત્યાગ કર્યો હતો. ત્યારે હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ખૂબ વ્યથિત થયા તેમજ સાથે મતભેદ પેદા થયા હતા. હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા જયારે મુસ્લિમ તેમને દફનાવવા માગતા હતા પણ જયારે ચાદર હટાવવામાં આવી તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો.

ગુરુ નાનક જીના મુખ્ય ઉપદેશો

1.ગુરુ નાનક કહેતા હતા કે, પૈસા હંમેશા ખિસ્સામાં હોવા જોઈએ, દિલમાં નહીં.

2. વ્યક્તિએ પોતાની ખરાબીઓ અને ખોટી આદતો પર વિજય મેળવવો જોઈએ.

3. વ્યક્તિએ લોભ છોડવો જોઈએ અને હંમેશા મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ.

4. અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે, તેથી વ્યક્તિએ અહંકાર છોડીને નમ્રતા અને સેવાનું જીવન જીવવું જોઈએ.

5. ગુરુ નાનકજીએ મહિલાઓનું સન્માન કરવાનો ઉપદેશ આપ્યો, કહ્યું હતું કે, આપણે હંમેશા મહિલાઓનું સન્માન કરવું જોઈએ.

6. ગુરુ નાનક દેવજીએ એક ઓમકારનો સંદેશ આપ્યો હતો. કહ્યું કે બધાના પરમપિતા એક જ છે, તેથી બધાએ એકતા અને પ્રેમથી રહેવું જોઈએ.

7. જ્યારે મન પાપ અને શરમથી અશુદ્ધ થઈ જાય છે, ત્યારે ભગવાનના નામનો જાપ કરવાથી શુદ્ધ થઈ જાય છે. માટે માણસે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ સુવર્ણ મંદિરમાં ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વની ઉજવણી

આ પણ વાંચોઃ નમાઝ માટે શીખોએ ખોલ્યા ગુરુદ્વારાના દરવાજા, કહ્યું- ગુરુનું ઘર બધા માટે ખુલ્લુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.