- ગુલશન કુમારની હત્યા કેસમાં મુંબઈ હાઈકોર્ટે આપ્યો ચૂકાદો
- રઉફ મર્ચન્ટની સજાને યથાવત
- ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીને નિર્દોષ જાહેર
મહારાષ્ટ્ર : બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) મ્યુઝિક કંપની ટી-સીરીઝ (T-Series)ના માલિક ગુલશન કુમાર(Gulshan Kumar)ની હત્યા કેસનો 1 જુલાઈના ચૂકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે રઉફ મર્ચન્ટની સજાને યથાવત રાખી હતી. આ સાથે જ બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીને નિર્દોષ જાહેર કર્યા અને તૌરાની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અપીલ ફગાવી દીધી છે.
અબ્દુલ રશીદને સજા
અન્ય એક આરોપી અબ્દુલ રશીદને હાઇકોર્ટે દોષી ઠેરવ્યો હતો, જ્યારે નીચલી અદાલતે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે રશીદને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ દાખલ કરી હતી. હવે હાઈકોર્ટે અબ્દુલ રશીદને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચો : મુંબઈ હાઈકોર્ટ કંગના રનૌત મામલે 8 ઓક્ટોબરે ચૂકાદો આપશે
12 ઓગસ્ટ 1997ના રોજ હત્યા
ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારની 12 ઓગસ્ટ, 1997ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટમાં કુલ ચાર અપીલની સૂચિ નોંધવામાં આવી હતી. આરોપી રઉફ મર્ચન્ટ, રાકેશ ચંચલા પિનામ અને રાકેશ ખાઓકરની સજા વિરુદ્ધ ત્રણ અપીલ કરવામાં આવી હતી, જ્યારે રમેશ તૌરાનીને નિર્દોષ મુક્ત કરવા વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા બીજી અપીલ કરવામાં આવી હતી. રમેશ તૌરાણીને ખૂન અંગેના આરોપમાંથી નિર્દોષ જાહેર કરાયો હતો.
આ પણ વાંચો : મોહન ડેલકર આત્મહત્યા કેસ : આદિવાસી સંગઠને સેલવાસ પોલીસ વડાને આવેદન આપ્યું