મલકાનગીરી: ગુજરાત જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં ઓડિશાના એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરે છે. પરંતુ પ્રશ્નપત્ર લીક થતાં આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ કેસમાં મલકાનગીરી કર્તનપાલી સ્કૂલના શિક્ષક સરોજ માલુની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવશે: સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કથિત કડીના કારણે શિક્ષક સરોજ માલુની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કથિત રીતે GPSSB ભરતી પરીક્ષાના પ્રશ્નપત્રોના જવાબો લખ્યા અને શેર કર્યા. ગુજરાત પોલીસની એક ટીમ મલકાનગીરી પહોંચી અને જિલ્લા પોલીસની મદદથી સરોજ માલુની ધરપકડ કરી. સરોજને હવે રિમાન્ડ પર ગુજરાત લઈ જવામાં આવશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદ સરોજ માલુ દ્વારા જવાબ લખીને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત પોલીસે માલકાનગરી પોલીસની મદદથી સરોજની ધરપકડ કરી હતી. સરોજને પ્રશ્નાવલીના જવાબ લખવા અને મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો Junior Clerk Paper Leak : પેપર લીક કાંડના આરોપીઓને સાથે રાખી પોલીસ સર્ચ ઓપરેશનમાં ઊંડે ઊતરી
15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી: જુનિયર ક્લાર્કની 1,181 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે GPSSB ભરતી પરીક્ષા રવિવારે સુનિશ્ચિત કરવામાં આવી હતી. એકંદરે 2,995 કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો હાજર રહેવાની અપેક્ષા હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ અત્યાર સુધીમાં વડોદરામાંથી આ સંબંધમાં 15 લોકોની ધરપકડ કરી છે અને પ્રશ્નપત્રો કબજે કર્યા છે. રેકેટમાં સંડોવાયેલા વધુ શકમંદોને પકડવા માટે પાંચ પોલીસ ટીમો તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને દિલ્હી મોકલવામાં આવી હતી. ત્યારબાદ, પેપર લીકમાં કથિત સંડોવણી બદલ 15 શકમંદોની અટકાયત કરવામાં આવી હતી.
વડોદરા પેપરલીક કેસમાં બન્યું એપીસેન્ટર?: વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે. કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે.