નવી દિલ્હીઃ પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાના(Sidhu Musewala murder case) આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પુણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં ગુજરાતમાંથી સંતોષ જાધવની ધરપકડ(Accused in Sidhu Musewala murder case arrested from Gujarat) કરી છે. સંતોષ જાધવની તેના એક સાથી નવનાથ સૂર્યવંશી સાથે ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ હત્યાકાંડમાં સંતોષ જાધવ પણ સામેલ હતો.
આ પણ વાંચો - સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં શાર્પ શૂટર કેશવની થઈ ધરપકડ
સંતોષ જાદવની કરાઇ ધરપકડ - પોલીસે રવિવારે મોડી રાત્રે સંતોષ જાધવને ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. આ કેસમાં સૌરભ મહાકાલની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે. અલગ-અલગ રાજ્યોની પોલીસ આરોપીઓને પકડવા કેસની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછમાં હત્યાને લગતા મહત્વના પુરાવા મળી શકે છે.
ઘણા સમયથી નાસતો ફરતો હતો - એક સત્તાવાર નિવેદન અનુસાર, લોરેન્સ બિશ્નોઈના સભ્ય જાધવની 2021માં પુણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે જણાવ્યું કે, મુસેવાલા હત્યાકાંડમાં નાગનાથ સૂર્યવંશીનું નામ પણ સામે આવ્યું છે. 2021ના હત્યાકાંડ પછી જાધવને કથિત રીતે આશ્રય આપવા બદલ પુણે પોલીસે થોડા દિવસો પહેલા સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ મહાકાલની ધરપકડ કરી હતી. મુસેવાલા હત્યાકાંડના સંબંધમાં દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - મુસેવાલ હત્યાકાંડ: પૂણેથી બે આરોપીઓની ધરપકડ, દિલ્હી પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ
હત્યા પહેલા 45 મિનિટ સુધી રેકી કરવામાં આવી હતી - સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલા રેકી કરવામાં આવી હતી. હરિયાણાના સંદીપ ઉર્ફે કેકડા નામના યુવકે તેની રેકી કરી હતી. કેકડા ચાહક બનીને સિદ્ધુ મુસેવાલાના ઘરે ગયો હતો. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા સંદીપ ઉર્ફે કેકડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સેલ્ફી લેવાના બહાને તેના મિત્રો નિક્કુ અને કેશવ સાથે સિદ્ધુ મુસેવાલાના ઘરે ગયો હતો. ત્યાં તેણે થારની કારનો ફોટો પણ પાડ્યો હતો. કેશવ અને નિક્કુને મોટરસાઈકલ પર પાછા લઈ ગયો હત, ત્યારબાદ બંને કારમાં બેસી ગયા હતા અને કેકડો મોટરસાયકલ પર જતો રહ્યો હતો. સંદીપ ઉર્ફે કેકડો ડ્રગ એડિક્ટ છે. તેની સામે NDPCના કેસ પણ નોંધાયા છે.