સોલનઃ હિમાચલ પ્રદેશમાં હાલ સફરજનની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, બહારના રાજ્યોમાંથી વેપારીઓની સફરજન ખરીદવા વેપારીઓ હિમાચલ પ્રદેશ આવી રહ્યા છે. પરંતુ ગુજરાતનો એક વેપારી સોલનની સફરજન માર્કેટમાંથી 1.08 કરોડ રૂપિયાના સફરજનની ખરીદી ફરાર થઈ ગયો છે. 12 વેપારીઓ (Gujarat businessman absconding with apples) સફરજન ખરીદીને તે
ભાગી ગયો હતો. વેપારીએ એક પૈસો પણ વેપારીઓને આપ્યો ન હતો.
સુરતનો વેપારી ફરાર: સોલનના ASP અજય રાણાએ જણાવ્યું કે, રૂપલાલ રહેવાસી કાથેડ સોલન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ જે વેપારી પાસેથી આટલી મોટી સંખ્યામાં સફરજન લીધા છે એની પ્લોટ નં.33 માં દુકાન છે. છેલ્લા બે મહિનાથી ગુજરાતનો આ વેપારી સફરજન લેવા માટે આવતો હતો. જે બબલુના નામે સફરજનનો (solan apple market) ધંધો કરતો હતો. તેણે પોતાનો પરિચય સુરતના રહેવાસી તરીકે આપ્યો હતો.
પોલીસે ટીમો બનાવી: વેપારી તથા ફરિયાદી રૂપલાલે જણાવ્યું કે, વેપારીએ નાણાં ચૂકવ્યા વિના માર્કેટમાંથી તે આશરે 12 જેટલા વેપારીઓ પાસેથી સફરજન ખરીદીને નાસી છૂટ્યો છે. 1.08 કરોડના સફરજન ખરીદ્યા હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્યારે સફરજનની સિઝન પૂરી થવામાં હતી ત્યારે, તે ગાયબ (Surat businessman absconding with apples) થઈ ગયો હતો. તેનો સંપર્ક પણ કરી શકતો નથી. ASP જણાવ્યું હતું કે, ફરાર વેપારીને શોધવા માટે ટીમ બનાવવામાં આવી રહી છે. જેને શોધવા માટે ટીમને ગુજરાતમાં મોકલવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે, આ ગઠિયાએ કોઈ પ્રકારનો પૈસાનો વ્યવહાર કર્યો નથી. પણ પહેલા જ્યારે તે ખરીદી કરવા માટે આવતો હતો ત્યારે તે નિયમીત પણ પૈસા આપતો હતો.