ETV Bharat / bharat

Sabarkantha News: વડાલીના મત્સ્યઉદ્યોગ કમિશનરના હુમલાના કેસમાં 3ની ધરપકડ, રીમાન્ડ મંજૂર - undefined

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન

author img

By

Published : Mar 9, 2023, 6:36 AM IST

Updated : Mar 9, 2023, 5:41 PM IST

17:38 March 09

Sabarkantha News: વડાલીના મત્સ્યઉદ્યોગ કમિશનરના હુમલાના કેસમાં 3ની ધરપકડ, રીમાન્ડ મંજૂર

સાબરકાંઠા: વડાલીના મત્સ્ય ઉધોગ કમિશનર પર હુમલાનો મામલે પોલીસે મોટી કામગીરી કરી દીધી છે. વડાલી પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે. આમ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. તમામ આરોપીઓના રીમાન્ડ મંજુર કરીને કાયદેસર કામગીરી કરી છે. બે દિવસના રીમાન્ડ મંજુર થતા વડાલી પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે.

17:25 March 09

Ahmedabad News:અમદાવાદ શહેરી વિકાસ મંડળનું આવતીકાલે બજેટ થશે.

અમદાવાદ: અમદાવાદ શહેરી વિકાસ મંડળનું આવતીકાલે બજેટ થશે. વર્ષ 2021-22માં 1200 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. 2022-23ના બજેટમાં અંદાજિત 300 કરોડનો વધારો થઈ શકે છે. બજેટમાં નવા 5થી વધુ બ્રિજ મંજૂરી મળશે. હાલમાં સરદાર પટેલ રિંગ રોડ પર 17 બ્રિજ કાર્યરત છે. આ બજેટમાં કોઈ મોટી જાહેરાત હોઈ શકે છે.

15:30 March 09

કચ્છ: પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી માહિતગાર થતા છત્તીસગઢના પોલીસ અધિકારીઓ

કચ્છ: પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી છત્તીસગઢના પોલીસ અધિકારીઓ માહિતગાર થયા છે. છત્તીસગઢ પોલીસની ટુકડીએ કચ્છની ખાસ મુલાકાત કરી હતી. ગુજરાત પોલીસ અને છત્તીસગઢ પોલીસના સંકલનના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લીધી મુલાકાત કરી હતી. છત્તીસગઢ પોલીસના પંદર પોલીસ અધિકારીઓ પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ મથકની મુલાકાત કરીને કામગીરીની જાણકારી મેળવી હતી. કચ્છના સફેદ રણ તથા ધોળાવીરાની મુલાકાત લઈને પણ કચ્છની જાણકારી મેળવી હતી. ખાસ કરીને સફેદ રણ ગણાતા વિસ્તારમાં મુલાકાત લઈને કચ્છની ભૌગોલિક સ્થિતિ જાણી હતી.

15:27 March 09

Gandhinagar Accident: રાજભવન સર્કિટ હાઉસ પાસે અકસ્માત, રીક્ષાચાલકની અટકાયત

ગાંધીનગર: રાજભવન સર્કિટ હાઉસ પાસે અકસ્માત થયો છે. ફોર્ચ્યુનર કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં મુસાફર અને ચાલક ઇજાગ્રસ્ત પહોંચી છે. પીએમ મોદીના માટે રોડ પરના સુરક્ષા કર્મચારીઓ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. જ્યાં એમની પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જોકે, પોલીસે આ મામલે પગલાં લેવાના શરૂ કર્યા છે.

14:48 March 09

Share Market Updates: અદાણીએ ટ્રેક બદલ્યો, પોતાના ગ્રૂપની બે કંપનીના શેરને ગીરવે મૂકી દીધા

બિઝનેસ ડેસ્ક: હિંડનબર્ગના ધડાકાભર્યા રીપોર્ટ બાદ અદાણીની આફતમાં વધારો થઈ રહ્યો હોય એવું ચિત્ર સામે આવ્યું છે. હવે અદાણી ગ્રૂપ પોતાનો ટ્રેક બદલવાના મૂડમાં છે. હવે તેને પોતાનું દેવુ ઘટાડવા માટે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. પોતાના પર રહેલી લોનને કારણે તેમણે અદાણી ગ્રૂપની બે કંપનીના શેર ગીરવે મૂકી દીધા છે. રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, અદાણીએ અદાણી ટ્રાન્સમિશનના 0.99 ટકા અને અદાણી ગ્રીન એનર્જીના 0.76 ટકા શેર SBICAP ટ્રસ્ટી (SBICAP Trustee)ની પાસે ગીરવે મૂક્યા છે. હાલના ટ્રેડ અનુસાર બે કંપનીના શેરની માર્કેટ વેલ્યુ 1670 કરોડ રૂપિયા થાય છે. SBICAPએ ચોખવટ કરી દીધી છે કે, તે માત્ર સિક્યોરિટી તરીકે શેર પોતાની પાસે રાખે છે. જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું નથી આવું પગલું કંપનીએ શા માટે ભરવું પડ્યું છે. ગ્રુપના પ્રમોટર્સે કઈ લોન માટે વધારાના શેર ગીરવે મૂક્યા છે અને આ કયા ધિરાણકર્તા માટે છે.

13:51 March 09

પ્રવાસન વિભાગના મુખ્ય સચિવ હરિત શુક્લા પહોંચ્યા રાજભવન

અમદાવાદ: PM મોદી સાથે હવે વહીવટી વિભાગની બેઠક શરું થઈ ગઈ છે. મુખ્ય સચિવ રાજકુમાર, GADના મુખ્ય સચિવ એ.કે. રાકેશ, પ્રવાસન વિભાગના મુખ્ય સચિવ હરિત શુક્લા પણ રાજભવન પહોંચ્યા. ગુજરાત સરકારના આગામી પ્રોજેક્ટ બાબતે ચર્ચા અને આયોજન કરવામાં આવશે.

12:54 March 09

પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયું

અમરેલી: ધારીના માલસીકા ગામે સર્વે નંબર 170ની સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ હટાવવામાં આવ્યું. જિલ્લા કલેકટરની સૂચના અનુસાર વાદગ્રસ્ત અનધિકૃત બાંધકામ દુર કરવા સૂચના અપાઈ હતી. આહીર સમાજ દ્વારા બનાવવા આવી હતી સર્વે નબર 170ની સરકારી પડતર જગ્યા ઉપર વાડી. ધારી મામલતદાર સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી પી ડબ્લ્યુ સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારી હાજર રહ્યા. ધારી પી.આઈ ત્રણ પી.એસ.આઇ સહિત 50 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવ્યું.

12:49 March 09

પથ્થરમારો અને લાકડાના ફટકાથી કરાઈ મારામારી

સુરત: કામરેજના કોસમાડી ગામે ગતરોજ સાંજના સમયે બે જૂથો વચ્ચે અથડામણ થઈ. સામસામે પથ્થરમારો અને લાકડાના ફટકાથી મારામારી થઈ. બે જૂથના 10થી વધુ લોકોને ઈજાઓ થઈ. ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કામરેજ પોલીસે 8 જેટલા આરોપીની અટકાયત કરી. બન્ને જૂથે સામ-સામે ફરિયાદ નોંધાવી.

12:45 March 09

એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની અટકાયત

વડોદરા: એસઓજીએ કાર્યવાહી કરી. મુંબઇનો ડ્રગ્સ સપ્લાયર અને વડોદરાના એક ઇસમને એમડી ડ્રગ સાથે ઝડપી પાડ્યો. 292 ગ્રામ જેની કિંમત 29.20 લાખનું એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની અટકાયત કરી. વડોદરાના ઇમરાનખાન અને મુંબઈના સલીમની ધરપકડ કરી. એક ઇસમ વોન્ટેડ કરાયો.

12:43 March 09

ખેડૂતો હજુ શરૂ કરાયેલા કેન્દ્રથી અજાણ

ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાફેડે ખરીદી શરૂ કરી. ખેડૂતો હજુ શરૂ કરાયેલા કેન્દ્રથી અજાણ છે. રાજ્ય સરકારની 2 રૂપિયાને ભીખ ગણાવી. નાફેડ વાહલા દવલાની નિતિથી ખરીદી કરવાનો આક્ષેપ કર્યો. રાજ્ય સરકાર બે અને નાફેડ કિલોએ કેટલા આપે તેનો ખ્યાલ નથી.

12:14 March 09

રાજભવન ખાતેની બેઠકમાં કોણ રહ્યું હાજર

ગાંધીનગર: પીએમ મોદી રાજભવન ખાતે પહોંચીને બેઠક યોજી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપ પ્રભારી રત્નાકર પણ બેઠકમાં હાજર રહ્યા. રાજભવન ખાતે બેઠક શરૂ થઈ. લોકસભાની ચૂંટણી બાબતે આયોજન લક્ષી બેઠક હોવાનું પ્રાથમિક અંદાજ. ગુજરાતમાં બોર્ડ નિગમ માં નિમણુક અને ભુપેન્દ્ર પટેલ ના પ્રધાન મંડળને મોટું આયોજન કરવાનું થઈ શકે છે.. બેઠક પૂર્ણ કરી પીએમ મોદી 2 કલાકે અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.

11:49 March 09

શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ, ઋતુ બદલાતા આવી સ્થિતિ થઈ રહી છે: ડોક્ટર

સુરત: સુરત શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના દર્દી વધ્યા. H3N2ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો. શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે. બાળકો મિશ્ર ઋતુ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનની ચપેટમાં આવ્યા. બાળકોમાં તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલ્ટી, અને ટાઈફોડના કેસમાં વધારો. સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના કેસ વધ્યા. 10% દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે. કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે.

11:41 March 09

આજનો ભાવ 7રૂપિયા અને 92 પૈસા અપાયા

રાજકોટઃ નાફેડ દ્વારા આજથી ડુંગરીની ખરીદી કરવામાં આવી. રાજકોટ યાર્ડમાં કેન્દ્ર ઉભું કરાયું. આજનો ભાવ 7રૂપિયા અને 92 પૈસા આપવામાં આવ્યા છે. ખેડૂતો પણ યાર્ડ ખાતે ડુંગરી વેચવા આવી રહ્યા છે.

11:36 March 09

અદાવત રાખીને એક યુવકે અન્યની હત્યા કરી

અમદાવાદ: વટવા GIDCમાં હત્યાનો બનાવ બન્યો. હોળી રમવા બાબતે બબાલ થઈ હતી. અદાવત રાખીને એક યુવકે અન્યની હત્યા કરી. લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

11:02 March 09

100થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા

ઓડિશા: પુરીના લક્ષ્મી માર્કેટ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા અને હોસ્પિટલમાં દાખલ થયા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.અત્યાર સુધીમાં 100થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગામી 2 કલાકમાં આગ ઓલવવામાં આવશે.

09:47 March 09

તમામ વોર્ડમાંથી AMTS બસનું આયોજન

અમદાવાદ: ક્રિકેટ જોવા મટે ભાજપની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વોર્ડમાંથી AMTS બસનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોને ટારગેટ આપવામાં આવ્યો. ટિકિટના ભાવ પણ 200 રૂપિયા કરવામાં આવ્યા છે.

08:50 March 09

VVIP મુવમેન્ટને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદ: PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝ નમો સ્ટેડિયમ પહોંચ્યા. VVIP મુવમેન્ટને લઈને સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

08:31 March 09

ઓસ્ટ્રેલિયા પીએમ મેચ જોવા સ્ટેડિયમ તરફ રવાના

અમદાવાદ: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ મોદી સ્ટેડિયમ તરફ જવા રવાના થઈ. ઓસ્ટ્રેલિયા પીએમ એન્થોની અલ્બોની મેચજોવા સ્ટેડિયમ તરફ રવાના થયા છે.

07:32 March 09

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સ્ટેડિયમમાં મેચ નિહારશે

અમદાવાદ: ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અંતિમ ટેસ્ટ મેચ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સ્ટેડિયમમાં રહેશે. એપીએમસીથી મોટેરા જતી મેટ્રો ટ્રેનમાં ભારે ભીડ. મોટા પ્રમાણમાં દર્શકો મેચમાં હાજર રહેશે. મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો.

07:11 March 09

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોશે

ગાંધીનગર: આજે નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે. ત્યાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિઝ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થશે અને સાંજે ચાર વાગ્યે ફરીથી દિલ્હી જવા માટે રવાના થશે.

06:23 March 09

BREAKING NEWS: બોલિવૂડમાં બ્રેક મળતા પહેલા તેણે થિયેટરમાં કામ કર્યું

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને જાણીતા નિર્દેશક સતીશ કૌશિકનું નિધન થયું છે. સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. તેમનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. બોલિવૂડમાં બ્રેક મળતા પહેલા તેણે થિયેટરમાં કામ કર્યું હતું.

Last Updated : Mar 9, 2023, 5:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.