સુરત: માંગરોળના તરસાડીમાં ભાજપની વિશાળ રેલી નીકળી. ભાજપના ઉમેદવાર ગણપતસિંહનો વિજય થતાં ભવ્ય વિજય રેલી નીકળી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ગણપતસિંહનો વિજય થતાં તરસદીમાં દિવાળી જેવો માહોલ હતો. ગણપતસિંહ વસાવાનું તરસાડી નગરના લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું છે. ગણપતસિંહ વસાવાએ તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.
સુરતના માંગરોળમાં ભાજપની વિશાળ રેલી નીકળી - undefined
![સુરતના માંગરોળમાં ભાજપની વિશાળ રેલી નીકળી GUJARAT BREAKING NEWS 9 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17154347-thumbnail-3x2-breaking9.jpg?imwidth=3840)
20:34 December 09
સુરતના માંગરોળમાં ભાજપની વિશાળ રેલી નીકળી
20:03 December 09
સુરતમાં કરોડો રૂપિયાની ગોલ્ડ ચીટિંગના આરોપી થઈ ધરપકડ
સુરત: કરોડો રૂપિયાની ગોલ્ડ ચીટિંગના આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન તેમજ અન્ય જગ્યાએ તેમણે ગોલ્ડ ચીટિંગ કરી હતી. સુરત ખાતે આવીને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા હતા. કર્ણાટકના કોલાર સિટીમાં જવેલરીની દુકાન ધરાવતા હતા. ગ્રાહકો પાસેથી સોનું ગીરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. આશરે પાંચ કિલો સોનું લઈને દુકાન બંધ કરી ભાગી ગયા હતા. એક વર્ષ પહેલાં કર્ણાટક છોડી સુરત આવી ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે.
19:34 December 09
ખેડાના કપડવંજમાં પિતાપુત્રીએ કર્યો આપઘાત
ખેડા: કપડવંજ રત્નાકર રોડ ઉપર આવેલા વિશ્વાસ આર્કેડમાં કરુણાંતિકા સર્જાઈ છે. કોઈ અગમ્ય કારણસર પિતાપુત્રીએ આપઘાત કર્યો છે. ભાવિકભાઈ અરવિંદભાઈ પટેલ તથા તેમની નવ વર્ષની દીકરી જોલીએ આત્મહત્યાનું પગલું ભરતા સમગ્ર કપડવંજ પંથકમાં મારે ચકચાર મચ્યો છે. ઘરમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવેલ નથી. તેમાં ઉલ્લેખ કર્યો કે, હવે અમે આ દુનિયામાં રહેવાના નથી. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર ચૌધરી તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
19:30 December 09
અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર થયો અકસ્માત
અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અકસ્માત થયો છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ અને ટોલનાકા વચ્ચે ટ્રક અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. બોલેરો વાહનમાં 12 જેટલા મજૂરો સવાર હતા. તમામ લોકો ઇજાગ્રસ્ત થતા 3 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
18:43 December 09
નવસારી વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજીનામાનો દોર થયો શરૂ
નવસારી: નવસારી વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે. વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપની હાર થતા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું. વાંસદા વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપ તરફી મતદાન કરાવવામાં નિષ્ફળ રહેતા રાજીનામું આપ્યું. નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને પોતાનું રાજીનામું સોપયું હતું. વાંસદા વિધાનસભા બેઠક પર ઉમેદવાર પિયુષ પટેલને કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે હરાવ્યા છે.
17:01 December 09
સુરતમાં વર્ગ 2 અને 3 ના કર્મચારી લાંચ લેતા ઝડપાયા
સુરત: સુરતના વર્ગ 2 અને 3 ના કર્મચારી પરમાર કવસિંગ અને સતિષ જાદવ લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ટ્રેપ ગોઠવી તેમને ઝડપી પાડ્યા છે. તેઓને રુપિયા 2.70 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેમણે રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબર પ્રકાશિત કરવા અરજી રિન્યુઅલ માટે લાંચ માંગી હતી.
16:29 December 09
રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના થયા મૃત્યુ
રાજકોટ: રાજકોટના જેતપુરમાં, રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત થયો છે. આ અકસ્માત છોટા હાથીએ બાઈક ચાલકને ટક્કર મારતા થયો છે. અકસ્માતમાં બાઈકમાં સવાર શૈલેસ નિતેશભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશભાઈ ગોહેલ બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. બંને મૃતકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
16:05 December 09
સુરતમાં આચાર્યની ઓફિસમાં ઠલવાયો કચરો
સુરત: સુરતમાં આચાર્યની ઓફિસમાં કચરો ઠલવાયો. ABVPના કાર્યકરોએ MTB કોલેજમાં બબાલ કરી હતી. NCC અને NSS ઓફિસ પાસે કચરો ડમ્પ થતો હતો તેથી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. તેઓની સતત ફરિયાદ છતાં કચરો ઠલવાતો હતો, તેથી તેમણે આચાર્યની ઓફિસમાં તેમની ખુરશી પર કચરો ફેંક્યો.
16:00 December 09
આવતીકાલે 10 ડિસેમ્બરના રોજ નિરિક્ષકોની કમલમ ખાતે થશે બેઠક
અમદાવાદ: આવતીકાલે 10 ડિસેમ્બરના રોજ નિરિક્ષકોની કમલમ ખાતે 10 વાગ્યે બેઠક થશે. આ બેઠકમાં કેન્દ્રીય નિરિક્ષકો પણ ઉપસ્થિત રહેશે, તેમજ ચૂંટાયેલા તમામ 156 પ્રતિનિધિઓ પણ કમલમ ખાતે હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી પણ કરવામાં આવશે.
14:42 December 09
ચૂંટણી હજુ પુરી થઈ નથી કે, રાજકોટમાં મળી દારૂ ભરેલી બેગ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને હજુ થોડા જ કલાકો વીત્યા છે, ત્યાં તો રાજકોટમાં દારૂબંધીના કાયદા ભંગ હોવાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યા શખ્સની દારૂ ભરેલી બેગ પડી ગઈ હતી. સ્થાનિકોને બેગમાં દારૂ છે, તેની જાણ થતા ગણતરીની સેકન્ડમાં ટોળું એકત્ર થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી થઈ હતી.
14:09 December 09
અમદાવાદના ઘુમામાં AMTS બસ ડ્રાઈવર ઓન ડયુટી નશામાં ધૂત ઝડપાયો
અમદાવાદ: ઘુમામાં AMTS બસ ડ્રાઈવર ઓન ડયુટી નશામાં ધૂત ઝડપાયો
મુસાફરો દ્વારા બસ રોકી દેવામાં આવી
આદિશ્વરનગરથી ઘુમાગામની બસનો ડ્રાઇવર દારૂ પીને બસ ચલાવી રહ્યો હતો
મુસાફરો દ્વારા અકસ્માતના ડરથી બસ રોકી દેવાઈ
AMTS બસ ચાલક સામે કાર્યવાહીની કરાઈ માંગ
12:13 December 09
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું, 12 ડિસેમ્બરે નવી કેબિનેટ લેશે શપથ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું
નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ
CMએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું
CM સહિત તમામ પ્રધાનમંડળે સોંપ્યું રાજીનામું
શપથવિધી સુધી કાર્યકારી CM તરીકે યથાવત રહેશે
12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે
નવા પ્રધાનમંડળની રચના સોમવારે થશે
10:38 December 09
આફતાબને આજે સાકેત કોર્ટમાં રજૂ કરાશે, હુમલાને લઈને તિહાર જેલે વિશેષ સુરક્ષાની કરી માગ
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને શુક્રવારે દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 10 દિવસ પહેલાં 4-5 લોકોએ આફતાબને લઈ જતી વાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તિહાર જેલે દિલ્હી પોલીસની થર્ડ બટાલિયનને આફતાબને વિશેષ સુરક્ષા આપવા કહ્યું છે.
10:30 December 09
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ચૂંટણી ફરજમાં નહિ આવતા ચૂંટણી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર મનીષ ધામેચા વિરુદ્ધ ધરપકડ વોરંટ
ચૂંટણી ફરજમાં નહિ આવતા ચૂંટણી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી
મતદાન મથક 48માં પ્રિસાઇટિંગ ઓફિસરનો હતો ઓર્ડર
ઓર્ડર હોવા છતાં તેઓ મતદાનના દિવસે કારણ વગર રહ્યા હતા ગેરહાજર
10:29 December 09
અમદાવાદના ફતેવાડીમાં મિલકત ઝઘડામાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસે કરી અટકાયત
અમદાવાદના ફતેવાડીમાં મિલકત ઝઘડામાં એક યુવક પર જીવલેણ હુમલો
ઈરફાન પઠાણ પર મામાનો પુત્ર અયાર્નએ છરી વડે હુમલો કર્યો
ઇજાગ્રસ્ત ઈરફાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
વેજલપુર પોલીસે હત્યાના પ્રયાસ ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી
10:27 December 09
ગુજરાતમાં કુલ 3.13 કરોડ લોકોએ કર્યું મતદાન, સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા
ભાજપને ગુજરાતમાં મળી રેકોર્ડ બ્રેક સીટો
ગુજરાતમાં કુલ 3.13 કરોડ મત પડ્યા
સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા
કોંગ્રેસ બીજા સ્થાને, આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને
08:44 December 09
12 ડિસેમ્બરે નવી સરકારનો શપથવિધિ સમારોહ, PM મોદી, અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત
ભાજપે મેળવી ગુજરાત વિધાનસભામાં મેળવી એૈતિહાસિક જીત
12 ડિસેમ્બરે યોજાશે મુખ્યપ્રધાનના શપથગ્રહણ
12 ડિસેમ્બરે નવી સરકાર શપથ લેશે
PM મોદી, અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત
શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ આપશે રાજીનામું
07:07 December 09
ગુજરાતમાં ભવ્ય જીત બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માન્યો જનતાનો આભાર
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય અપાવનાર જનતા જનાર્ધનને મારા સત-સત નમન, તમે બધાએ વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિને વધાવી. તમે ભારતીય જનતા પાર્ટી પર અપાર વિશ્વાસ મુક્યો છે તેને અમે નમ્રતાપૂર્વક વધાવીએ છીએ. તેમણે જણાવ્યું કે, તમે દરેક ચૂંટણીમાં ભાજપને વિજય અપાવી મહોર મારી છે તેમણે કહ્યું કે, સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ મંત્ર સાથે ભાજપના દરેક મતદારોએ વિજય અપાવ્યો છે. તેમણે જણાવ્યું કે, જનતા જનાર્ધનનો આ વિજય છે અને આ ડબલ એન્જિન સરકાર રાજ્ય માટે સમર્પીત રહેશ.
07:00 December 09
હિમાચલમાં હવે કોંગ્રેસનું શાસન, ભાજપને મળી 26 બેઠક
હિમાચલની 68 બેઠકના પરિણામ જાહેર
કોંગ્રેસ 39 બેઠક પર જીત સાથે બની નંબર 1
ભાજપને મળી 26 બેઠક
આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહીં
06:54 December 09
ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત, આમ આદમી પાર્ટીએ ખોલાવ્યું ખાતું
![ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17154347_total.jpg)
વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. તેમજ ઠેર ઠેર જીતની ખુશીની ઉજવણી પણ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વડાપ્રધાન મોદી અને અમિત શાહે જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
06:47 December 09