ETV Bharat / bharat

પોરબંદરની કંપનીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડુબ્યું

author img

By

Published : Dec 24, 2022, 6:49 AM IST

Updated : Dec 24, 2022, 7:59 PM IST

GUJARAT BREAKING NEWS 24 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

19:57 December 24

9 ક્રુ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કર્યા

પોરબંદર: પોરબંદરની કંપનીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડુબી ગયું. 9 ક્રુ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા. હાલ તમામ ક્રુ મેમ્બર ઓમાનના સુર બંદરે સુરક્ષિત છે.

18:48 December 24

વિદ્યા બાલનની પુત્રી તરીકે જોવા મળેલી TV એકટ્રેસ તુનિષા શર્માએ સેટ પર જ કરી આત્મહત્યા

મુંબઈ: ટેલિવિઝન તેમજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતી અભિનેત્રી તુનિષા શર્માએ સેટ આત્મહત્યા કરી છે. તે વિદ્યા બાલનની પુત્રી તરીકે જોવા મળી હતી.

18:19 December 24

મહીસાગરના લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ પકડાયો

મહીસાગર: લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના મોડી સાંજે દરોડા પડ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની લુણાવાડામાં મોટી કાર્યવાહી કરી છે. લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ પકડાયો. 1,277 નંગ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો. કુલ 1,67,000 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો. દારૂ સહિત મોટી રોકડ રકમ પણ મળી આવી. 53 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળતા ઇનકમ ટેક્સ વિભાગને જાણ કરાઈ. દારૂ સહિત કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે કપિલાબેન ચૌહાણ અને ખુમાનસિંહ ચૌહાણની ધરપકડ કરી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરી છે.

17:47 December 24

28 વર્ષીય રીંકુની હત્યાનો મામલો સામે આવ્યો છે

અમદાવાદ: અમદાવાદના નારોલમા આકૃતિ ટાઉનશિપમાં હત્યાનો બનાવ બન્યો છે. મકાન એચ 502માં પતિએ પત્નીની હત્યા કરી. 28 વર્ષીય રીંકુ ઉર્ફે રિયા નામની યુવતીની હત્યા કરવામાં આવી છે. પતિ અજય દેવેન્દ્ર ભારદ્વાજે ગળે ટૂંપો આપીને હત્યા કરી. મકાન માલિકે વહેલી સવારે પોલીસને જાણ કરી. પોલીસે ઘર ખોલતા અંદર લાશ મળી. નારોલ પોલીસે હત્યારા પતિને પકડવા ટીમો કામે લગાડી છે.

17:41 December 24

શહેરના લોકો, રાજકીય આગેવાનો, ઉઘોગપતીઓ મોટી સંખ્યામાં મોરારી બાપુની કથામાં જોડાયા

અમરેલી: લાઠી શહેરમાં પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થયો છે. લાઠીમાં શિવમ ગ્રુપ દ્વારા રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લાઠી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાના પ્રારંભે ભવ્ય પોથી યાત્રા નિકળી. શહેરના લોકો, રાજકીય આગેવાનો, ઉઘોગપતીઓ મોટી સંખ્યામાં જોડાણા હતા. લાઠી શહેરમાં દીવાળી જેવો માહોલ થયો, ઢોલ નગારા સાથે લોકો વિશાળ સંખ્યામાં પોથી યાત્રામાં જોડાયા.

17:36 December 24

છકડો રીક્ષાના આગળનો ચીપીયો તુટી જતા મહિલાને ગંભીર ઇજા થઈ

અમરેલી: સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર છકડો રીક્ષાએ રોડ ઉપરથી પલટી મારી. હાથસણીથી સાવરકુંડલા તરફ આવી રહેલ છકડો રીક્ષાના આગળનો ચીપીયો તુટી જતા આ ઘટના બની. છકડો રીક્ષામાં ધારંગણીથી સાવરકુંડલા હટાણું કરવા આવી રહેલ મહિલાને ગંભીર ઇજા થઈ હતી. મહિલાને ગંભીર ઇજા થતાં તેઓ ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતક 28 વર્ષિય જગીબેન વરસાંતભાઈ મૂળ છોટાઉદેપુર તાલુકાના વીરપુર ગામની હોવાની માહિતી મળી છે.

17:31 December 24

માનવ જાતની જિંદગી સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને SOGએ ઝડપી પાડ્યો

બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. કોઈ પણ જાતની ડિગ્રી વગર માનવ જાતની જિંદગી સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને SOGએ ઝડપી પાડ્યો. પલસાણાના વરેલી ગામે ગ્રામ પંચાયત પાસે રામ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો હતો. સુરત SOGએ બાતમીના આધારે બોગસ ડોકટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બોગસ ડોક્ટરનું નામ વિનોદ કુમાર બ્રિજનંદન મિશ્રા છે જે પલસાણાના વરેલીનો રહીશ છે.

17:21 December 24

ભરૂચમાં વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારોહ યોજાશે

ભરુચ: ભરૂચ જિલ્લાની તમામ બેઠકોના વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારોહ યોજવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો લેહરાયો છે. ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં અને દેશ આઝાદ થયો ત્યાર બાદ ઝઘડિયા વિધાનસભાની બેઠક પર રોબિન હૂડ કહેવતા છોટુ ભાઈ વસાવાને ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો હતો. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,અંક્લેશ્વર વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાનો સત્કાર સમારંભ યોજાશે.

17:12 December 24

જામનગરમાં રાત્રે લોક ડાયરાનું કરવામાં આવશે આયોજન

જામનગર: જામનગરમાં ચારણ સમાજ આવતીકાલે એટલે કે રવિવારે સોનલબીજની ભવ્ય ઉજવણી કરશે. શહેરમાં શોભાયાત્રા યોજવામાં આવશે આ ઉપરાંત રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં ગઢવી સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જામનગર મનપા મેયરે જી જી હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું. OPD અને ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. સંભવિત કોરોના મહામારી પહેલા કોવિડ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી.

16:43 December 24

મુખ્યપ્રઘાન ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયા પણ ઉપસ્થિત

સુરત: સુરત પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આજે આયોજન કરાયું છે. આ ભવ્ય લગ્નોત્સવમાં રાજ્યના મુખ્યપ્રઘાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખભાઈ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન સાંજે 6 કલાકે લગ્ન સ્થળ ઉપર પહોંચશે. 7:25 કલાકે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

16:11 December 24

પૈયામાં ડુંગરના ખોદકામની દુર્ઘટનામાં બે મૃતદેહ બહાર કઢાયા

કચ્છ: કચ્છના સરહદી વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હતી. ખાવડા નજીક આવેલા પૈયામાં ડુંગરના ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ખનન દરમિયાન અચાનક મોટી શિલા ધસી પડતા ત્રણેક મજૂરો દબાઈ ગયાં હોવાના સમાચાર ખનન દરમ્યાન વાહનો અને લોકો દટાયા હતા. શોધખોળ અને બચાવ કામગીરી દરમ્યાન વધુ બે મૃતદેહ મળ્યા. ગઇકાલે એક મૃત્દેહ મળ્યા બાદ પોલિસે આજે સવારે ફરી શોધખોળ શરૂ કરી હતી. આજે તંત્રની મદદથી અન્ય બે મૃતદેહ બહાર કઢાયા.

16:02 December 24

રિક્ષા સાથે એક ઈસમ ઝડપાયો અને એક ફરાર થયો

સાબરકાંઠા: સાબરકાંઠાના વડાલીના કોઠણ ગામમાં ખેતરમાંથી ડ્રીપની પાઈપ ચોરી કરતો ઈસમ ગ્રામજનોએ ઝડપ્યો છે. ખેતરમાં ડ્રીપની નળીઓ લઈને બે ઈસમો રિક્ષામાં ભરતા હતા ત્યારે રિક્ષા સાથે એક ઈસમ ઝડપાયો અને એક ફરાર થયો છે. ગ્રામજનોએ કડીયાદરાના માલવણ મંદિર પાસેથી શખ્સને ઝડપ્યો. ગામ લોકોએ ઘર આગળ બાંધીને પોલીસને જાણ કરી છે.

15:31 December 24

અંદાજીત 20 જેટલા શખ્સો હાથમાં ઘાતક હથિયાર અને લાકડાના કટકા લઈ દેખાયા

સુરત: પીપલોદ સ્થિત કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. અંદાજીત 20 જેટલા શખ્સો હાથમાં ઘાતક હથિયાર અને લાકડાના કટકા લઈ દેખાયા. કોલેજ બહાર જ મારામારીની ઘટના બની છે. એક યુવક પોતાનો જીવ બચાવી કોમ્પલેક્ષમાં ભાગી છુપાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં અસામાજિક તત્વો કેદ થયા છે. પીપલોદ સ્થિત કોલેજ બહાર જ ખુલ્લેઆમ મારામારી કરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

14:55 December 24

દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની ભીડ લાગી

દ્વારકા: નાતાલ મીની વેકેશનને લઈને યાત્રાધામ દ્વારકામાં યાત્રીકોનું ઘોડા પુર જોવા મળ્યું. નાતાલમાં મીની વેકેશન હોવાથી સમગ્ર દેશ માંથી મોટી સંખ્યામાં યાત્રીકો દ્વારકા ઉમટી રહ્યા છે. દ્વારકાધીશ મંદિર માં ભક્તોની ભીડ લાગી છે. યાત્રીકોના ઘસારાને લઈને દ્વારકાની તમામ હોટેલો હાઉસ ફૂલ જોવા મળી.

14:08 December 24

ગ્રામ્ય વિસ્તારમાં હ્રદય રોગના નિદાન માટે કરવામાં આવ્યું કાર્ય

આણંદ: NDDBની પેટા સંસ્થા IDMC દ્વારા PHC હેલ્થ સેન્ટરને ECG મશીન આપવામાં આવ્યા. જિલ્લાના વિવિધ 10 જેટલા PHC કેન્દ્રને ECG મશીન આપ્યા. ગ્રામ્ય વિસ્તારમાં હ્રદય રોગના નિદાન માટે કાર્ય કર્યું. નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા NDDBને રજૂઆત કરવામાં આવી હતી. IDMC દ્વારા CSR એક્ટિવીટી અંતર્ગત ફંડ ફાળવવામાં આવ્યો. જિલ્લામાં ગ્રામ્ય સ્તરે આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો.

14:05 December 24

હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ

પાટણ: પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ફરી કોરોના માટે સુ-સજ્જ બની છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી. રોજ 400 નોટ ટેસ્ટીંગ વચ્ચે વેક્સિનની કામગીરી બંધ કરવામાં આવી છે. હાલમાં 15 બેડ કાર્યરત કરાયા અને વધુ 60 બેડની સુવિધા કરાશે.

14:00 December 24

આંતકવાદીઓથી પણ વધુ ભયાનક ખતરો રખડતા ઢોરનો છે: ડો.ભરત કાનાબર

અમરેલી: અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબરે રખડતા ઢોરને લઈને ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, આંતકવાદીઓથી પણ વધુ ભયાનક ખતરો કોઈ નો હોઈ તો તે રખડતા ઢોર નો છે. ગમે ત્યારે કોઈ પણ નિર્દોષ નાગરિકનો ભોગ લઈ શકે છે. સમગ્ર દુનિયાને હસમચાવી નાખનાર કોરોના વાયરસને સફળતાપૂર્વક નાથનાર તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે. ડોક્ટર ભરત કાનાભાઈ વડાપ્રધાન મોદી, અમિત શાહ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને સંબોધી તેમણે ટ્વીટ કર્યું.

13:53 December 24

વિદ્યાર્થીઓને ઠપકો આપવાની જગ્યાએ માર માર્યો

પાટણ: પાટણની એમ.એન.હાઈસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી ઠપકો આપવાની જગ્યાએ વિદ્યાર્થીને માર માર્યો. મસ્તી કરતા બાળકને શિક્ષકે ક્રૂર સજા આપી. વિદ્યાર્થીને શરીરના ભાગે માર માર્યાના નિશાન છે. વાલીએ સ્કૂલ મંડળમાં લેખિત ફરિયાદ આપી. બનાવને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અધિકારીને તપાસ અર્થે મોકલ્યા છે. બીટ કેળવણી નિરીક્ષકે શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે ચર્ચા કરી માહિતી મેળવી તેમને કહ્યું કે, તમામ રિપોર્ટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં સુપ્રત કરાશે.

13:38 December 24

નાની બાળકી પોતાના દાદા સાથે હતી એ સમયે દીપડાએ કર્યો હુમલો

જુનાગઢ: જુનાગઢ તાલુકાના સોનારડી ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો. સવારના સમયે પ્લોટ વિસ્તારમાં નાની બાળકી પોતાના દાદા સાથે હતી આ સમયે દીપડાએ હુમલો કર્યો. દીપડો બાળકીને ઉઠાવીને નાસી જવામાં સફળ રહ્યો, પરંતુ ગામ લોકોએ દીપડાને ખબરતા બાળકીને મૂકીને દીપડો પલાયન થયો. બાળકીનું જુનાગઢ સિવિલમાં મોત થયું છે.

13:14 December 24

ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલ ટીમ પર વેપારીઓએ કર્યો પથ્થરમારો

વાપી: વાપીમાં પાલિકાની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલ ટીમ પર વેપારીઓએ પથ્થરમારો કર્યો છે. પાલિકાના કર્મચારીઓને સામાન્ય ઇજા થઇ અને પથ્થરમારોમાં JCBને નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 20 જેટલા લોકોએ પાલિકાના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.

12:49 December 24

કોઈ વ્યાજખોરને નહિ છોડવામાં આવે: ગૃહપ્રધાન હર્ષ સંઘવી

રાજકોટ: ઇલેક્ટ્રિક બસના લોકાર્પણ સમયે હર્ષ સંઘવીએ અચાનક રાજકોટ બસ સ્ટેન્ડના બાથરૂમ અને લોકોની સરપ્રાઇઝ વિઝિટ લેતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. રાજકોટમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વ્યાજખોરોનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે. કોઈ વ્યાજખોરને નહિ છોડવામાં આવે.

12:39 December 24

પિલવાઈની હાઈસ્કૂલમાં કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન

મહેસાણા: શેઠ જી.સી.હાઇસ્કૂલના 95 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત સમારોહને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, ઉચ્ચ શિક્ષણમાં બધો અભ્યાસ માતૃભાષામાં થશે.

12:30 December 24

અમદાવાદમાં 34.900 ગ્રામ MD ડ્રગ્સ સાથે મહિલા પેડલરની ધરપકડ

અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયુ. 34.900 ગ્રામ MD ડ્રગ્સ સાથે મહિલા પેડલરની ધરપકડ કરવામાં આવી છે. SOGએ જુહાપુરાના સંકલીત નગરમા રેડ કરી. પરવીનબાનુ બલોચની ધરપકડ કરી. વટવાનો શહેજાદ ખાન પઠાણ ફરાર છે.

12:24 December 24

સીટી સંદીપ યાદવએ ટ્રેન વચ્ચે ફસાઈ જતા મુસાફરનો જીવ બચાવ્યો

સુરત: સુરત રેલવે સ્ટેશનમાં એક બનાવ બન્યો છે. મુસાફર પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેનમાં ચઢવા જતો હતો ત્યારે પગ લપસી જતા ટ્રેન વચ્ચે ફસાઈ ગયો. સીટી સંદીપ યાદવએ મુસાફરનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

12:12 December 24

મુસાફરોમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળશે તો થશે ક્વોરેન્ટાઇન:કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. માંડવિયાએ કહ્યું કે, ચીન, જાપાન, એસ. કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડના આંતરરાષ્ટ્રીય આગમન માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. જો આ દેશોમાંથી કોઈપણ મુસાફરોમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળે છે અથવા ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો તેને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવશે.

12:05 December 24

સ્મશાન ગૃહમાં મૃત્યુનો ભય દૂર કરવા સ્થાનિકોએ કર્યો યજ્ઞ

સાબરકાંઠા: કાનપુર ગામે અનોખો યજ્ઞ કરવામાં આવ્યો. કાનપુરના સ્મશાનમાં ગાયત્રી યજ્ઞ યોજાયો. સ્મશાન પવિત્ર જગ્યા હોવાની વાતને પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું. ગુજરાતમાં સૌપ્રથમ વખત પ્રતિષ્ઠાન સ્મશાનમાં યજ્ઞ યોજાયો હતો. સ્મશાન ગૃહમાં મૃત્યુના ભય દૂર કરવા સ્થાનિકોએ યજ્ઞ કર્યો. ગામ લોકો મોટી સંખ્યામાં યજ્ઞમાં જોડાયા.

11:49 December 24

બારડોલીમાં વૃક્ષ પર બેઠેલું ઘુવડ દોરામાં ફસાયું

બારડોલી: ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો પક્ષીઓ શિકાર બની રહ્યા છે. બારડોલીના શામરીયા મોરા વિસ્તારમાં વૃક્ષ પર બેઠેલું ઘુવડ દોરામાં ફસાયું. બારડોલી ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમે ફાયર બ્રિગેડની મદદથી ઘુવડને ઉતારવામાં આવ્યું. ઘુવડની સારવાર કરવામાં આવી રહી છે.

11:30 December 24

ગુરુકુળે વિદ્યાર્થીઓના વિચારોનું સિંચન કર્યું છે : PM મોદી

ગુરુકુળ ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી દિવસની માત્ર રુપિયા 1 ફી લે છે.

તેના કારણે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણનો હક મળે છે.

ગુરુકુળે વિદ્યાર્થીઓના વિચારોનું સિંચન કર્યું છે

11:19 December 24

સ્વામી નારાયણ ગુરુકુળ સંસ્થાના અમૃત મહોત્સવમાં PM મોદીની વર્ચ્યુઅલ હાજરી

સ્વામી નારાયણ ગુરુકુળ સંસ્થાના અમૃત મહોત્સવમાં PM મોદીની વર્ચ્યુઅલ હાજરી આપી

ગુરુકુળ સમતા, સમાનતા, સેવાના સિદ્ધાંતને અનુસરે છે.

હવે કન્યા ગુરુકુળની શરુઆત કરાઈ છે : PM

2014 બાદ મેડિકલ કોલેજોની સંખ્યામાં 65 ટકાનો વધોરો

10:51 December 24

સુરતમાં કોરોનાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી કરી શરૂ

સુરતમાં કોરોનાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી.

સુરત એરપોર્ટ પર તૈયારીઓ કરવામાં આવી.

વિદેશથી અથવા બીજા રાજ્યોમાંથી આવતા લોકોના ટેસ્ટ કરાશે.

ઝીનોમ સિક્વસિંગ ટેસ્ટ કરાશે.

જો કોઈ પોઝિટિવ આવશે તો તાત્કાલિક ક્વોરોન્ટાઇન કરાશે.

સિવિલ અને સ્મીમેરમાં અલાયદું વોર્ડ તૈયાર કરાયો.

09:54 December 24

સૂરતના સિંગણપોર વિસ્તારમાં લાગી આગ

સૂરત : સિંગણપોર રહેણાંક વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ ધીમે ધીમે નજીકની દુકાનમાં પસરી હતી. દુકાનનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરની 7 જેટલી ગાડી ઘટના સ્થળે પોહચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

09:51 December 24

ગુજરાત યુનિવર્સિટીને લઇ UGCએ લીધો મહત્વનો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. UGCએ UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણને મંજૂરી આપી દીધી છે. જેને લઈ હવે ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના કોર્ષ માટે ઓનલાઇન શિક્ષણ અપાશે. વિદ્યાર્થીઓને 6 ઓનલાઇન કોર્ષમાં નવા સત્રથી પ્રવેશ અપાશે.

09:47 December 24

થરા નગરપાલિકાએ બીલ ન ચૂકવતા UGVCL એ વીજ કનેકશન કાપ્યુ

બનાસકાંઠાના કાંકરેજની થરા નગરપાલિકાનું વીજ કનેકશન કપાયું છે. નગરપાલિકાની ઓફીસનું 50 હજાર રૂપિયાનું વીજબીલ બાકી હોવાથી ક્નેક્શન કાપી નાખવામાં આવ્યું છે. એક વર્ષથી નગરપાલિકાએ વીજ બીલ ન ચૂકવતા UGVCLએ કડક કાર્યવાહી કરી છે. સ્ટ્રીટ લાઈટનું 18 લાખ રૂપિયાનું બિલ અને વોટરવર્કનું રૂપિયા દોઢ કરોડનું બિલ પણ ભરવાનું બાકી છે.

07:59 December 24

જેતપુર અને ધોરાજીમાં બંધ ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરવા માટે થઈ રજૂઆત

કોરોના સામે લડત આપવા હાલમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે દરેક હોસ્પિટલમાં એક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવાની રહેશે. તેમજ પ્લાન્ટને શરૂ કરવાનો પણ રહેશે જેથી ખબર પડે કે પ્લાન્ટ કાર્યરત છે કે નહીં અને કટોકટીની પરિસ્થિતિમાં તે ઉપયોગી થઈ રહેશે કે નહીં. આ પરિસ્થિતિમાં રાજકોટના જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે, અમે ઉપરી અધિકારીને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઈ જશે. તો બીજી તરફ સ્થાનિક આગેવાનો પણ બંધ હાલતમાં પડેલા ઓક્સિજન પ્લાન્ટને શોભાના ગાઠિયા સમાન ગણાવ્યો હતો. અને લોકોની સુરક્ષા માટે ત્વરીત ઓક્સિજન પ્લાન્ટ શરૂ થાય તે માટે સરકાર પાસે માગણી કરી હતી.

07:46 December 24

પૂર્વ ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ સુરતની મૂલાકતે

સુરત : સુરતમાં ક્રિકેટના ખિલાડીઓ હવે ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપરના માર્ગદર્શન હેઠળ તાલીમ લેશે. સદાનંદ વિશ્વનાથ સુરતની મૂલાકતે છે. 1985ના ઇન્ડિયા ક્રિકેટ ટીમના વિકેટ ક્લિપર પર હતા. 1985માં ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો. 1985માં ઇન્ડિયા વર્લ્ડ ટીમમાં વિકેટકીપર હતા. સુનીલ ગાવસ્તરે તેમની બુકમાં પણ એમની નોંધ લીધી છે. સુનિલ ગાવસ્કરે તેમના પુસ્તક 'વન-ડે વંડર્સ'માં તેમની નોંધ લીધી છે. 1985માં ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા તેનું મુખ્ય કારણ સ્ટમ્પ પાછળ સદાનંદ વિશ્વનાથની હાજરી હતી. ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ લખ્યું હતુંકે, આ વિકેટ કીપર કદાચ ભારતનો સર્વશ્રેષ્ઠ પ્લેયર છે.સદાનંદ વિશ્વનાથ જેઓ ઇન્ડિયાના લેવલ ઉપર નંબર-3ના કોચ તરીકે જાણીતા છે. સદાનંદ વિશ્વનાથ અને સંજય નાયક સાથે મળીને સુરતમાં છોકરાઓ માટે નવો કેમ્પ શરૂ કરવા જઈ રહ્યા છે.સુરતના સંજય નાયક જેઓ ગુજરાતના પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર છે. આજદિન સુધી સુરતમાં કોઈ પણ જગ્યાએ ક્રિકેટ કેમ્પમાં વિડિઓ એનાલિસિસની વ્યવસ્થાઓ નથી. તો અમે એ પણ વ્યવસ્થા કરવાના છીએ.આ તમામ વસ્તુઓ સદાનંદ વિશ્વનાથના સહકારથી અમે કરીશું.

07:19 December 24

કચ્છના ખાવડામાં પથ્થરના ખનન દરમિયાન શિલા થઈ ધરાશાયી

કચ્છ : કચ્છના ખાવડામાં ખનન દરમિયાન શિલા અચાનક ધસી પડતા મોટી દૂર્ઘટના ઘટી છે. આ ઘટનામાં ચાર મજૂરોના મોતની ભિતી સેવાઈ રહી છે. અત્યાર સુધીમાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વનું છે કે, ખાવડા નજીક આવેલા પૈયા ગામના સીમાડે ડુંગરમાંથી પથ્થરોના ખનનની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ અચાનક મોટી શિલા નીચે પડી હતી, આ દરમિયાન અનેક મજૂરો કામ કરી રહ્યા હતા. હિટાચી મશીન સહિત અન્ય વાહન પણ દટાયા હોવાન અહેવાલ મળી રહ્યા છે.

07:15 December 24

વર્ષ 2023 થી તમારા બેંક લોકરનો આ નિયમ બદલાઈ જશે, જાણો શું થશે ફેરફાર

જો તમે પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો અથવા લોકર ભાડે રાખવાનું વિચારી રહ્યા છો તો તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લોકર નિયમો વિશે જાણવું જોઈએ. 1 જાન્યુઆરી, 2023 ના રોજ નવા વર્ષની શરૂઆત સાથે રિઝર્વ બેંક લોકર્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમ લાગુ થયા બાદ બેંકો લોકર અંગે ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. જો લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થશે તો તેની જવાબદારી હવે બેંકની રહેશે. આ સિવાય હવે ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધી બેંક સાથે કરાર કરવા પડશે. આના દ્વારા ગ્રાહકોએ બેંકને એસએમએસ અને અન્ય માધ્યમથી લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.

07:06 December 24

નવા વર્ષ પહેલા મોદી સરકારે આપી મોટી ભેટ

સરકારી અધિકારીઓએ કેબિનેટના નિર્ણયને દેશના ગરીબો માટે નવા વર્ષની ભેટ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ સાથે NFSA હેઠળ આવતા 80 કરોડથી વધુ લોકોને હવે મફત અનાજ મળશે. લાભાર્થીઓને અનાજ મેળવવા માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. મોદી સરકારે નવા વર્ષ પહેલા લોકોને ભેટ આપી છે. હવે લોકોને ડિસેમ્બર 2023 સુધી મફત રાશન મળશે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે બેઠક બાદ કહ્યું કે હવે 80 કરોડ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત અનાજ મળશે. ગોયલે વધુમાં કહ્યું કે ડિસેમ્બર 2023 સુધી લોકોને અનાજ મેળવવા માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. તેમના મતે સરકાર આના પર વાર્ષિક આશરે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

06:40 December 24

વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોનાની સંભવિત નવી લહેરને ધ્યાને રાખી તૈયારીઓ

રાજ્યમાં કોરોનાને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના તમામ શહેરોમાં હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં SSG હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખી તમામ સંસાધનોની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય જરૂરી ટેક્નિકલ બાબતોની ચકાસણી કરવામાં આવી છે.

06:33 December 24

PAN CARD ને બદલે Aadhaar થી પૂરું થશે કામ

કેટલીક બેંકો વર્તમાન વ્યવસ્થાને કારણે બિનજરૂરી મૂંઝવણને ટાળવા માટે આવકવેરા કાયદામાં સુધારો કરવા માંગે છે. આ બાબતે સંભવિત સ્પષ્ટતા આર્થિક મર્યાદા નક્કી કરી શકે છે જેની નીચે પાન કાર્ડની આવશ્યકતા ફરજીયાત નહીં હોય. જો તમે PAN CARD ધારક છો અને તમને વારંવાર નાણાકીય વ્યવહારોમાં તેની જરૂર પડે છે તો સરકાર આગામી બજેટમાં તમને મોટી રાહત આપી શકે છે. બજેટ 2023-24 માં કેન્દ્ર સરકાર કેટલાક નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડની જરૂરિયાતને ખતમ કરી શકે છે. જો આધાર કાર્ડ પહેલાથી જ હોય ​​તો નાણાકીય લેવડદેવડમાં પાન કાર્ડની જરૂરિયાત દૂર થઈ શકે છે. બેંકોએ આ સૂચન સરકારને આપ્યું છે. આ નાણાકીય સંસ્થાઓનું કહેવું છે કે ખાતાઓ આધાર સાથે જોડાયેલા હોવાથી PANની જરૂર નથી. વાસ્તવમાં આ પગલાનો હેતુ નાણાકીય સંસ્થાઓ અને બેંકોની માંગ મુજબ નિયમોને સરળ બનાવવાનો છે.

Last Updated : Dec 24, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.