ઉત્તર પ્રદેશના કૃષિપ્રધાન સૂર્ય પ્રતાપ શાહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે
Breaking News : ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે આપી માન્યતા - TODAY NEWS LIVE UPDATE
![Breaking News : ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે આપી માન્યતા BREAKING](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17777354-thumbnail-4x3-breaking18jpg.jpg?imwidth=3840)
21:38 February 17
ઉત્તર પ્રદેશના કૃષિપ્રધાન સૂર્ય પ્રતાપ શાહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે
21:11 February 17
કરાંચી પોલીસ હેડ ક્વાર્ટરમાં આતંકી હુમલો
કરાંચી પોલીસ હેડ ક્વાર્ટરમાં આતંકી હુમલો થયો છે. પોલીસ મુખ્યાલયમાં સાતથી આઠ આતંકવાદીઓ ઘૂસ્યા હતા. અંધાધુંધ ગોળીબારના અવાજોથી કરાંચી ગુંજી ઉઠ્યું હતું. પોલીસ હેડકવાટર નેચારે બાજુ કોર્ડન કરતી પાકિસ્તાન રેન્જર્સ. ફિદાઇન હુમલો હોવાની આશંકા છે.
19:58 February 17
સુરતમાં યાત્રાએ લઈ જવાનું કહી 1100 લોકો સાથે છેતરપીંડી
સુરત: યાત્રાએ લઈ જવાનું કહી છેતરપીંડી કરનાર ઝડપાયા. 1100 લોકો સાથે છેતરપીંડી કરી હતી. વ્યક્તિ દીઠ 3 હજાર લીધા હતા. અજય લુણાગરીયા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા
19:58 February 17
શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ કામરેજની નનસાડ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત
સુરત: શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ કામરેજની નનસાડ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી. દરમિયાન શિક્ષણપ્રધાને બાળકોના જાતે નખ કાપ્યા. વિદ્યાર્થીઓ વચ્ચે બેસી શિક્ષણ વિશે સમજ આપી. શાળાના શિક્ષકોને શાલ ઓઢાડી શિક્ષણપ્રધાનને પ્રોત્સાહિત કર્યા.
19:55 February 17
ભાવનગર Sogએ બે શખ્સોને સીરપ સાથે નશાના હેતુથી વેચાણ કરતા હોવાથી ઝડપ્યા
ભાવનગર: ભાવનગર Sog એ બે શખ્સોને સીરપ સાથે નશાના હેતુથી વેચાણ કરતા હોવાથી ઝડપ્યા. ડોકટરના પ્રિક્રિપશન વગર કરતા હતા વેચાણ, સીરપ કબ્જે લેવામાં આવ્યા.
19:53 February 17
ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે આપી માન્યતા
ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેના જૂથને મોટો ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક બંને ગુમાવી દીધા છે. પંચે શિંદે જૂથને શિવસેનાનું 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ પણ ગુમાવી દીધા છે.
17:14 February 17
ભાવનગરમાં GIDCમાં કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી
ભાવનગર: ચિત્રા GIDCમાં કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી. લિફ્ટ તૂટવાથી બેના મોતની શંકા વ્યક્ત કરાઈ છે. લિફ્ટ તૂટતા છથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
16:11 February 17
મેડીકલ કોલેજમાં એડમીશન અપાવાના બહાને છેતરપિંડી
મેડીકલ કોલેજમાં એડમીશન અપાવાના બહાને એડમીશન ઇચ્છુક પાસેથી મોટી રકમની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગની ડિંડોલી પોલીસ દ્વારા દિલ્લી ખાતેથી ધરપકડ કરવામાં આવી.
16:10 February 17
પાટણમાં મહિલાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો
પાટણનું ખાન સરોવર સુસાઈટ પોઇન્ટ બન્યું છે. મહિલાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલાની ઓળખ વિધિ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
15:30 February 17
ઉમેદવારની સંખ્યા વધતા સરકારી ભરતીમાં નવી પોલીસીની વિચારણા
ગાંધીનગર: સરકારી ભરતીમાં નવી ચોક્કસ પદ્ધતિ અપનાવાશે. ઉમેદવારની સંખ્યા વધતા નવી પોલીસીની વિચારણા કરવામાં આવી રહી છે. તલાટીની ભરતી 2 તબક્કામાં યોજવા મુખ્યપ્રધાન સાથે વિચારણા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે. પરીક્ષા પદ્ધત્તિમાં ફેરફાર થશે.
14:42 February 17
સુરતમાં આરોગ્ય વિભાગે ગ્લેન્ડરનો રોગનો ભોગ બનેલા 6 અશ્વના માલિકના સેમ્પલ લીધા
સુરત: અશ્વો પર આફતથી તંત્ર એલર્ટ બન્યું છે. ગ્લેંડર રોગમાં 6 અશ્વોને દયા મૃત્યુ આપવામાં આવ્યા હતા. સુરતમાં આરોગ્ય વિભાગે ગ્લેન્ડરનો રોગનો ભોગ બનેલા 6 અશ્વના માલિકના સેમ્પલ લીધા. માનવમાં ચેપ ન ફેલાઈ તે માટે તંત્રએ તકેદારીના ભાગરૂપે અશ્વોનાં સેમ્પલ લઇ હરીયાણાની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. લોકોના સેમ્પલ પણ મેળવીને તબીબી પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું.
14:25 February 17
રાજકોટને જૂન મહિના સુધીમાં મળશે વંદે ભારત ટ્રેન મળશે - મોહન કુંડારિયા
રાજકોટ: સાંસદ મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટને જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેન મળશે. રેલવેનું ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં જ ટ્રેન મળશે. સિંગલ ટ્રેક હોવાથી રાજકોટને વધુ ટ્રેન મળતી નથી. રેલવેનું ભારણ ઘટશે પછી વધુ ટ્રેનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરાઈ.
14:23 February 17
કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કુંવારા ગામેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ
પાટણ: કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો. બળવંતસિંહે કુંવારા ગામના તળાવનું ખાતમુહુર્ત કર્યું હતું. સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કુંવારા ગામના 5 તળાવો ભરાશે.
13:24 February 17
રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ દારૂ ભરીને જઈ રહેલ ઇકો કારએ પલ્ટી મારતા રોડ ઉપર દારૂની રેલમછેલ
સુરેન્દ્રનગર: રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ દારૂ ભરીને જઈ રહેલ ઇકો કારએ પલ્ટી મારતા રોડ ઉપર દારૂની રેલમછેલ જોવા મળી હતી. દારૂની બોટલો અને બિયરના ટીન લેવા માટે લોકોના ટોળા વળતા લેવામાટે પડાપડી કરી હતી. કારના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લખતર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
12:36 February 17
'વન નેશન વન પોલિસી ઓફ ઓર્ગન ડોનેશન' નિયમ લાગુ
અંગદાનને લઈને લોકોમાં જાગૃતતા લાવવા સરકાર દ્વારા અંગદાનના નિયમોમાં ઐતિહાસિક પરિવર્તન કરવામાં આવ્યું છે. 'વન નેશન વન પોલિસી ઓફ ઓર્ગન ડોનેશન' નિયમ લાગુ કરાયો. અંગદાન લેવા માટે હવે ડોમિસાઈલ સર્ટીની જરૂર નહીં. જરૂરિયાત વ્યક્તિ હવે કોઈપણ રાજ્યમાં અરજી કરી શકશે.
12:28 February 17
ખોટી રીતે અદાણીને લોન આપવામાં આવી - વિપક્ષ
વિપક્ષે અદાણી મામલે સરકારને ઘેરી હતી. અદાણીને કારણે અનેક લોકો સાથે દગો થયો છે. ખોટી રીતે અદાણીને લોન આપવામાં આવી છે.
12:19 February 17
સુરતના અડાજણ LP સવાણી રોડ પર અકસ્માત, મહિલાનું મોત
સુરત: અડાજણ LP સવાણી રોડ પર અકસ્માત સર્જાયો. મોપેડ પર જઈ રહેલ એક મહિલાને ઓડી કાર ચાલકે અડફેટમાં લેતા મોત નીપજ્યું. મોપેડ પર જઈ રહ્યા હતા તે દરમ્યાન અકસ્માત સર્જાયો. ઓડી કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
12:10 February 17
રાજકોટ મનપા ખાતે પોલીસ દ્વારા મહિલાઓને બોર્ડમાં રજૂઆત કરવા જતાં અટકાવાઈ
રાજકોટઃ મનપા ખાતે પાણી માટે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ બોર્ડમાં જવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા મહિલાઓને બોર્ડમાં જતા અટકવામાં આવી.
11:41 February 17
રાંદેરમાં પતિનો પત્ની પર શંકા કરી હત્યાનો પ્રયાસ
સુરત: રાંદેરમાં પતિનો પત્ની પર શંકા કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. 28 વર્ષીય મિતાલીના લગ્ન 11 વર્ષ પહેલાં મહેશ સાથે થયા હતા. પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા ઝઘડો કર્યો હતો. આરોપી પતિ મહેશને પોલીસના હવાલે કર્યો હતો. મિતાલીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. આરોપી 3 મહિનાથી ઘરજમાઇ તરીકે રહે છે.
11:40 February 17
હારીજની મોર્ડન સ્કુલના શિક્ષકનું ચાલુ શાળા દરમિયાન મોત
પાટણ: હારીજની મોર્ડન સ્કુલના શિક્ષકનું ચાલુ શાળા દરમિયાન મોત નીપજ્યું. ચાલુ શાળા દરમિયાન હાર્ટ એટેકથી શિક્ષકનાં મોતથી શાળા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
11:38 February 17
રાજકોટના મનપા કચેરી ખાતે પાણીની માંગ સાથે મહિલાઓ બની રણચંડી
રાજકોટ: મનપા કચેરી ખાતે પાણીની માંગ સાથે મહિલાઓ રણચંડી બની. પાણી આપો પાણી આપોની માંગ સાથે મહિલાઓ મનપા ખાતે પહોંચી હતી. એક તરફથી મનપા દ્વારા ભરઉનાળે આજી 1 ડેમ છલકાવવાની વાતો કરવામાં આવે છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇન હજુ પણ નથી નાંખવામાં આવી.
11:27 February 17
Breaking News : BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ આપ્યું રાજીનામું
BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ રાજીનામું આપી દીધું છે. BCCI સેક્રેટરી જય શાહે ચેતન શર્માનું રાજીનામું સ્વીકાર્યું હતું. સ્ટીંગ ઓપરેશન વિવાદ બહાર આવ્યા બાદ ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.