ETV Bharat / bharat

પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરવા બાબતે આરોપીની ધરપકડ

author img

By

Published : Dec 13, 2022, 6:39 AM IST

Updated : Dec 13, 2022, 6:28 PM IST

GUJARAT BREAKING NEWS 13 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

18:02 December 13

7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ

7 જાન્યુઆરી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે

ભારત અને શ્રીલંકા T20 મેચની ઓનલાઇન ટિકિટનું 10 દિવસ પહેલા વેચાણ શરૂ થશે,

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને તૈયારીઓ શરૂ કરી

17:38 December 13

પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરવા બાબતે આરોપીની ધરપકડ

પાકીસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે ભારતીય આર્મીને લગતી અતિસંવેદનશીલ ગુપ્ત માહીતી શેર કરવા બાબતે એક આરોપી વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે

આરોપી દીપક સાલુંકે ડીંડોલીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તે ઓનલાઇન બિઝનેસ કરતો હતો. ફેસબુકથી એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. માહિતી શેર કરવા માટે 75 હજાર રૂપિયા લીધા હતા.

16:27 December 13

વડાપ્રધાન મોદી આવતીકાલે આવશે ગુજરાત, પ્રમુખ સ્વામી શતાબ્ધી મહોત્સવમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત

સાંજે 5 વાગે પહોંચશે અમદાવાદ એરપોર્ટ

પ્રમુખ સ્વામી શતાબ્ધી મહોત્સવમાં આપશે હાજરી

15:35 December 13

પંચમહાલના ગોધરા કોર્ટ પરિસરમાં આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ

પંચમહાલના ગોધરા કોર્ટ પરિસરમાં આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બળાત્કાર અને પોકસોના જામીન પર મુક્ત આરોપીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ફોરેટ નામની ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

15:31 December 13

બારડોલીમાં 20 રૂપિયે મણ રીંગણનો ભાવ મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી

બારડોલીમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ખેડૂતોની મુશ્કેલી વધી

બારડોલીમાં 20 રૂપિયે મણ રીંગણનો ભાવ

દલાલ અને વેપારીઓની મિલી ભગતને કારણે ખેડૂતોનો મરો

રસ્તામાં ફેંકેલા રીંગણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

મહેનત કરીને શાકભાજી પકવે અને તેના ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી

વેપારીઓ આ જ રીંગણ ગ્રાહકોને 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે

15:00 December 13

સુરતમાં આંતર રાજ્ય ઘરફોડ ગેંગ ઝડપાઇ, અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીની ઘટનાને અંજામ

સુરતના મહિધરપુરા પોલીસને મળી મોટી સફળતા

મહિધરપુરા પોલીસની સતકર્તાને લઈ આંતર રાજ્ય ધરફોડ ગેંગ ઝડપાઇ

દિલ્લીથી ફલાઇટ મારફતે સુરત આવ્યા હતા ચોરી કરવા

ગોતાલાવાડી વિસ્તારમાં ચોરી કરતી વખતે પોલીસે જીવન જોખમે ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા

પોલીસને જોઈ મુખ્ય આરોપી સહિત બે થયા ફરાર

નેપાળી ગેંગ દ્વારા અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીની ઘટનાને અંજામ

ગેગ પાસેથી પોલીસે ગેસ કટર સહિતનો સામાન જપ્ત કર્યો

14:40 December 13

જામનગરથી અન્ડર 16માં બે ક્રિકેટરોની પસંદગી, નાગપુર ખાતે રમાશે ટુર્નામેન્ટ

જામનગર :અન્ડર 16માં બે ક્રિકેટરોની પસંદગી

જય રાવલિયા,પુષ્પરાજસિંહ જાડેજાની પસંદગી

નાગપુર ખાતે રમાશે ટુર્નામેન્ટ

વિજય મર્ચન્ટ ટ્રોફીમાં રમશે બને ખેલાડી

14:02 December 13

રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માગ

રઘુ દેસાઈએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કરી માગ

રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો

રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ

ચૂંટણીમાં કેટલાકે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું

જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો

રાધનપુરના પૂર્વ કોંગ્રેસ MLA છે રઘુ દેસાઈ

13:46 December 13

મુખ્યપ્રધાન તમામ વિભાગના ACS સાથે સમીક્ષા બેઠક કરશે

આજે સાંજે 6 વાગ્યે મુખ્યપ્રધાન તમામ વિભાગના ACS સાથે સમીક્ષા બેઠક કરશે

શ્રી કૈલાસનાથન સર, મુખ્યસચિવ તથા CMO ટીમ અપેક્ષિત રહેશે

ACS સાથે વન ટુ વન બેઠક કરશે

13:08 December 13

નવી સરકારની રચના બાદ 23, 24 જાન્યુઆરીએ મળશે ગુજરાત વિધાનસભામાં બે દિવસનુ શિયાળુ સત્ર

નવી સરકારની રચના બાદ મળશે શિયાળુ સત્ર

23, 24 જાન્યુઆરીએ મળશે શિયાળુ સત્ર

ગુજરાત વિધાનસભામાં બે દિવસનુ હશે શિયાળુ સત્ર

18 જાન્યુઆરી સુધીમાં થઈ શકે પ્રોટેમ સ્પીકરની નિમણૂક

12:06 December 13

જ્યાં સુધી દેશમાં ભાજપની સરકાર છે. ત્યાં સુધી કોઈ એક ઈંચ પણ જમીન કબજે કરી શકશે નહીં - અમિત શાહ

અરુણાચલમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણ મુદ્દે અમિત શાહનું નિવેદન- જ્યાં સુધી દેશમાં ભાજપની સરકાર છે. ત્યાં સુધી કોઈ એક ઈંચ પણ જમીન કબજે કરી શકશે નહીં. હું 8-9 ડિસેમ્બર (અરુણાચલ પ્રદેશમાં આપણા ભારતીય સૈન્યના જવાનો દ્વારા બતાવેલ બહાદુરીને સલામ કરું છું.

11:56 December 13

NCP પ્રમુખ શરદ પવારને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

શરદ પવારને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ

બિહારથી શરદ પવારને આવ્યો હતો ફોન

11:51 December 13

તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને સંસદમાં હંગામો

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને સંસદમાં ભારે હંગામો થયો હતો. લોકસભામાં વિપક્ષ પીએમના જવાબની માંગ પર અડગ છે. જેના કારણે લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

11:44 December 13

સુરતના મગદલ્લા ગામમાં નવજાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું

નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દેવાઈ હોવાની ચર્ચા

ઉમરા પોલીસે તપાસ કરતા બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયું હોવાની માહિતી

બાળકને નીચે ફેંકી દેવાની ઘટના સીસીટીવીમાં કેદ

પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી

11:36 December 13

ગુજરાતના 18મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપે ગઇકાલે ભારે બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. સોમવારે ગુજરાતના 18મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પ્રધાનોને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોચ્યા હતા. તેઓએ મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

11:29 December 13

ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણ મુદ્દે રાજનાથસિંહ સંસદમાં આપશે નિવેદન

ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે રક્ષાપ્રધાન રાજનાથ સિંહના ઘરે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ દરમિયાન ભારત-ચીન સરહદ વિવાદને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સેના પ્રમુખે રાજનાથ સિંહને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

10:59 December 13

લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરાયેલ હુમલામાં ભોગ બનનાર મયુરસિંહ રાણાના પરિવારજનોએ યોજી પ્રેસ કોન્ફરન્સ

રાજકોટ : લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરાયેલ હુમલામાં ભોગ બનનાર મયુરસિંહ રાણાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી. દેવાયત ખવડ મામલે ગંભીર આક્ષેપ કર્યા. ખવડને કેટલાક પોલીસ મિત્રોનો સાથ છે. ઘટનાના 6 દિવસ વીત્યા છતાં ખવડની ધરપકડ કરાઈ નથી. જ્યારે સોસાયટીમાં પણ દેવાયત ખવડ વિરુદ્ધ ઘણા લોકોની ફરિયાદ છે. મોડી રાત સુધી દેવાયત ખવડ ઘરે ડાયરાઓ કરીને વિસ્તારવાસીઓનેત્રાસ આપે છે. દેવાયત ખવડની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં કરવામાં આવી છે. ખવડને કોઈ પોલીસ વીઆઇપી ટ્રીટમેન્ટ ન આપવાની માગ કરી છે.

10:28 December 13

અમદાવાદના કોટડામાં ભય ફેલાવનાર આરોપીઓની ધરપકડ

અમદાવાદ : કોટડામાં ભય ફેલાવનાર આરોપીઓની ધરપકડ થઈ છે. સૈજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર વિનોદકુમારીના પતિની દુકાનમાં તોડફોડ કરી હતી. ધંધો કરવા ખંડણી હપ્તો માગી આતંક મચાવ્યો હતો. તોડફોડ કરી કેમેરા અને વાહનોને નુક્શાન પહોંચાડ્યુ હતું. આરોપીઓની કોટડા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ તલવાર જેવા હથિયારોથી હુમલો પણ કર્યો હતો.કોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

10:23 December 13

સરખેજમાં ટ્યુશન ટીચર સામે છેડતીની ફરિયાદ, આલોક સિંગની થઈ ધરપકડ

અમદાવાદ : એપલવુડ સોસાયટીમાંમાં ઘરમાં ચલાવતા ટ્યુશન ટીચરે ધોરણ 9 અને 10 માં ભણતી બે સગીરા સાથે અડપલાં કર્યા હતા. સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ટ્યુશન ટીચર આલોક સિંગની ધરપકડ કરી.

10:06 December 13

કારંજમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીનો આપઘાત

અમદાવાદ : કારંજમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવતીનો આપઘાત કર્યો. લગ્ન બાદ સસરા નજર બગાડી સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. 5 લાખ અને ગાડીની માગ કરી પતિ ત્રાસ આપતો હતો. કંટાળીને ગળેફાંસો ખાઈ યુવતિએ આપઘાતકર્યો. કારંજ પોલીસે આત્મહત્યા, દુશપ્રેરણ, છેડતી અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધી.

09:59 December 13

સુરતના મગદલ્લા ગામમાં નવ જાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું

સુરત : મગદલ્લા ગામમાં નવ જાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું હતું. નિષ્ઠુર માતા પોતાનો પાપ છુપાવવા બાળકને ત્યાજી દેવાઈ હોવાની વાત સામે આવી છે. ત્યારે ઉમરા પોલીસ તપાસ કરતા બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાયું હોવાનું મળ્યું છે. બાળકને નીચે ફેંકી દેવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરીછ છે.

09:55 December 13

ભાવનગરમાં ખાનગી બસ શો રૂમમાં ઘુસી

ભાવનગર : વહેલી સવારે ખાનગી બસ શો રૂમમાં ઘુસી ગઈ હતી. સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ફ્લાય ઓવરના પતરા સાથે ઘુસી શો રૂમમાં ઘુસી ગઈ હતી. કોઈ જાનહાની નહિ, પરંતુ દ્રાઈવરનું મૃત્યુ થયું હતું. શો રૂમમાં કેટલી કાર અને કાચ તૂટવાનું નુકસાન થયું છે.

09:29 December 13

સગીરાના ભાઇની સાળીના દિયરે ભગાડી લઇ જઇ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ : સગીરાના ભાઇની સાળીના દિયરે ભગાડી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. મંદિરમાં લગ્ન કરી પત્ની તરીકે સગીરાને આરોપી રાખતો હતો. આરોપી અવાર નવાર માર મારી ત્રાસ આપતો હતો. સગીરાને ગર્ભ રહી ગયા બાદ પણ આરોપી તેને માર મારતો હતો. આરોપીના આ ત્રાસથી કંટાળી સગીરા આપઘાત કરતા નારોલમાં ફરિયાદ નોંધાઇ. અમદાવાદના ઇસનપુરમાં ઉંઘમાં રહેલા પરિવારની હાજરીમાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. 10.19 લાખની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. સાબરમતી જેલમાંથી બડા ચક્કર ખાતેથી ફોન મળી આવ્યો છે. પાકા કામના કેદી ભરત વલોચા સામે ફરિયાદ નોંધાઇ છે. રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકે નોંધાવી સાસરિયાઓ સામે ફરિયાદ. છુટાછેડા કેમ આપ્યા કહીને ઘરમાં તોડફોડ કરી. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દીકરી રમાડવા ન આપનાર પત્ની પર પતિએ છરીથી હુમલો કરતા ઇસનપુરમાં ફરિયાદ નોંધાઇ.

09:17 December 13

નવસારીના બીલીમોરામાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ચાર દાઝ્યા

નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ સિલિન્ડર ફાટતા ચાર વ્યક્તિઓ દાઝી ગયા છે. બીલીમોરા નજીક આવેલા આતલીયા ગામે ગણેશનગરમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. રસોઈ બનાવતા સમયે અચાનક ગેસનો સિલિન્ડર ફાટતાં અકસ્માત થયો હતો. દાઝી ગયેલા ચાર વ્યક્તિઓને સારવાર અર્થે પ્રાથમિક બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા ચાર સભ્યોમાંથી એક વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે.

08:49 December 13

છટણીની ચિંતાઓ વચ્ચે રાહતના સમાચાર, વિદેશી કંપની ભારતમાં 5000 વેકેન્સી જાહેર કરશે

કંપનીના એક ટોચના અધિકારીએ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા આગામી ત્રણ વર્ષમાં ભારતના ઉત્તરી અને પૂર્વીય વિસ્તારોમાં તેની રેસ્ટોરન્ટની સંખ્યા બમણી કરીને 300 કરવાની યોજના ધરાવે છે.

08:35 December 13

આજથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર

એક તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી-એનસીઆરથી લઈને યુપી-બિહાર સુધી ઠંડી વધવા લાગી છે અને પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે પણ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લઈને તેલંગાણા અને કર્ણાટક સુધી વરસાદ પડી શકે છે. તો યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં જોરદાર ઠંડી પડી શકે છે. IMD અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.

08:05 December 13

ભાજપનું મિશન પંજાબ : વિજય રૂપાણીના શિરે આજથી નવો ચાર્જ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પૂર્વ CM વિજય રૂપાણી આજે પંજાબ જશે. વિજયભાઇ રૂપાણીને મિશન 2024ને લઈ ભાજપે પંજાબ પ્રભારી બનાવ્યા છે. જેથી હવે ગુજરાત જીત બાદ હવે રૂપાણીનો પંજાબમાં કેમ્પ છે. આજે રૂપાણી પંજાબના પ્રભારીનો ચાર્જ સંભાળશે. પંજાબ AAP પાર્ટીને હરારવાના પડકાર સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પંજાબ જશે.

07:58 December 13

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અને મંત્રીમંડળ આજે પોતાનો કાર્યભાર સંભાળશે

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભાજપે ગઇકાલે ભારે બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. ગઇકાલે વડાપ્રધાનની હાજરીમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે 16 પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. જોકે હવે કમુરતા પહેલા નવી સરકારના મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ આજે પોતાનો કાર્યભાર સંભાળશે.

07:45 December 13

સુરતના પાંડેસરા વિસ્તારના ત્રીજા માળથી બાળકી નીચે પટકાતા થયું મોત

સુરત : સુરતના પાંડેસરા વિસ્તારના ત્રીજા માળના બાલ્કનીમાંથી પાંચ વર્ષની બાળકી રમતા-રમતા બાલ્કની માંથી નીચે પટકાતા મોત થયું છે. બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકીની ઈજાગરાતમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

07:40 December 13

કાલોલના વ્યસડા ગામે ભૂંડનો આતંક, 3 વ્યક્તિઓ પર કર્યો હુમલો

પંચમહાલ : કાલોલના વ્યસડા ગામે ભૂંડનો આતંક વૃદ્ધ ખેડૂત સહિત ત્રણ વ્યક્તિઓ પર જંગલી ભૂંડે હુમલો કર્યો. વહેલી સવારે ખેતરમાં ઘાસચારો કાપી રહેલ વૃદ્ધ ખેડૂત પર ભૂંડે હુમલો કર્યો હતો. વૃદ્ધના શરીરે બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. વૃદ્ધના બચાવમાં ગયેલ અન્ય બે વ્યક્તિઓ પર પણ જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. ત્રણે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ ઇજાગ્રસ્તો પૈકી વૃદ્ધ ખેડૂતની હાલત નાજુક છે.

07:24 December 13

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સહાયની રકમમાં કરાયો મોટો વધારો

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. મોરબી નગરપાલિકાને સુપર સીડ કરાશે જેમાં મોરબી નગરપાલિકાની ચૂંટાયેલી બોડીને હટાવવામાં આવશે. તેમજ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આપી બાંહેધરી છે કે, મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવાશે અને દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 1 લાખ ચૂકવાશે.

07:09 December 13

ઉધનામાં હુક્કા વાળી કેક બનાવીને ઉજવણીમાં હુક્કો પણ પીધો

સુરત: ઉધના વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી. હુક્કા વાળી કેક બનાવી અને સાથે ઉજવણીમાં હુક્કો પણ પીવામાં આવ્યો હતો.

06:46 December 13

ગુજરાતના આ વિસ્તારમાં કમોસમી કમઠાણ, દેશનાં 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, આગાહી ચિંતાજનક

ગુજરાતના વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાના સમયે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. વલસાડ જિલ્લાની વિવિધ વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને બાદમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

06:28 December 13

કોમર્શિયલ વાહનોને બાદ કરતા પ્રાઈવેટ વાહનો ઉપરાંત સરકારી વાહનો, શબવાહીની, ભારતીય સેના વગેરેના વાહનોને ટોલ ટેકસ નહીં ભરવો પડે, મધ્યપ્રદેશથી આ શરૂઆત થઈ છે તેમ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું.

Last Updated : Dec 13, 2022, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.