અમદાવાદ ભાજપના એકમેવ સ્ટાર પ્રચારક પીએમ મોદીએ ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે ગુજરાતમાં અનેક લોકાર્પણ, ખાતમૂહુર્તો અને જાહેરસભાઓ કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી સામી ઊભી ( Gujarat Assembly Election 2022) હોય ત્યારે જનમાનસને જનમતમાં પરિવર્તિત કરવાની કોશિશ ન થાય એવું બને નહીં. પીએમ મોદીએ ગુજરાત પ્રવાસો ( PM Narendra Modi visit to Gujarat) દરમિયાન ભરૂચ, મોઢેરા, આણંદ, અમદાવાદ, જામકંડોરણામાં જાહેરસભા કરી હતી. તમે નોંધ્યું હોય તો પીએમે યુવાનોને 20થી 22 વર્ષ પહેલાની ઘણી જૂની વાતો (PM Modi said important things to youth) કહી હતી. યુવાનોને જેટલી જૂની વાતો કહી હતી તેમાં શું સંકેત હતો તેના પર ETV Bharatના અહેવાલમાં પ્રકાશ પાડી રહ્યાં છીએ. ફક્ત ભાજપ જ નહી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ કઇ રીતે યુવા મતદારનો પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે તેને બિલોરી કાચ મૂકીને જોઇએ.
પહેલીવાર મત આપનાર યુવાઓની સંખ્યા ચૂંટણી પંચે સત્તાવાર રીતે મતદાર યાદી જાહેર કરી દીધી છે, જે અનુસાર 11,62,528 નવા મતદારો નોંધાયા છે. જેમાં નવા 4.61 લાખ યુવાન મતદારોનો સમાવેશ થયો છે, જે પૈકી 2.68 લાખ યુવા પુરુષ છે અને 1.93 લાખ યુવા મહિલા મતદારો છે. જેમાં 20થી 29 વર્ષના નવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20થી 29 વર્ષના વયજુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો જોડાયા છે. જેમાં 1.45 લાખ પુરુષ મતદારો અને 2.57 લાખ મહિલા મતદારો છે. 20થી 29 વર્ષના વયજુથમાં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારો વધુ છે.
યુવા મતદારો અને ચૂંટણી પ્રચાર પીએમ મોદીના સંભાષણની શૈલીનું મહત્ત્વનું પાસું છે તેમની ભાષા પરની પકડ. તેમને ઊંડી સૂઝ છે કે તેઓ કયા મતદાર વર્ગ માટે શું કહી રહ્યાં છે. આ વખતની ( PM Narendra Modi visit to Gujarat)સભાઓમાં પીએમ મોદીની વાતોમાં યુવા વર્ગને સીધું સંબોધન કરતાં જોઇ શકાયાં હતાં. પોતાના સંબોધનમાં મોટાભાગની વાત ખાસ કરીને યુવા વર્ગને કેન્દ્રમાં રાખીને રજૂ ( PM Modi said important things to youth) કરતાં હતાં. પીએમ મોદીનો યુવા મતદારોને ભાજપના મતમાં પરિવર્તિત કરવાનો સંકેત સ્પષ્ટ છે. તો કોંગ્રેસ અને આપ પણ યુવા મતદારોને રીઝવવાની કોશિશ કરી રહી છે. સોશિયલ મતદાતાઓને મનાવવાની કોશિશમાં લાગેલી છે.
ભાજપ યુવા મતદારોને આકર્ષવા શું કરી રહ્યો છે ભાજપ દ્વારા આ વખતે યુવા મતદારોને ધ્યાને રાખતાં મારો પહેલો મત મોદીને એ યુવાનો મત મેળવવા માટે 'My First Vote for Modi ' અભિયાન શરુ કર્યું છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર યુવા મતદાતા ઉપર છે. જે તે મતદાતાઓ કે જેમની ઉંમર 35 વર્ષ સુધીની છે તેમને આકર્ષવા માટે પોતપોતાની રીતે દાવપેચ અજમાવી રહી છે. ભાજપે ગુજરાતમાં પગદંડો જમાવ્યો ત્યારે પણ યુવા મતદારોનો ઝોક મેળવીને પહેલું પગથિયું ચડ્યો હતો.
પીએમ મોદીએ યુવા વર્ગને કઇ કઇ જૂની વાતો કહી ગુજરાતમાં 2000ની સાલ પહેલાં જન્મેલી પેઢીએ ગુજરાતનો વિકાસ જ જોયેલો છે. એ પહેલાંની સ્થિતિથી આ યુવાનો અવગત નથી. ત્યારે પીએમ મોદીએ 20થી 22 વર્ષના યુવાનોને સંબોધનમાં સાંકળી (PM Modi said important things to youth) કહે છે તેમણે ( PM Narendra Modi visit to Gujarat) કહ્યું હતું કે 'તમે તમારા મા-બાપ અને મોટી ઉંમરના લોકોને પૂછજો કે 20-22 વર્ષ પહેલા ગુજરાતની શું સ્થિતિ હતી?'
પીએમ મોદીએ વીજળીની સ્થિતિ યાદ કરાવી આ અંગે તેમની તાજેતરની સભાઓની અંદર જ્યારે જ્યારે તેમણે યુવાઓને જૂની કઇ વાતો યાદ (PM Modi said important things to youth) કરાવી તે જુદી પાડીને જોઇ લઇએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'મારે આ નવજુવાનીયાઓને વાત કહેવી છે કે, હું જ્યારે મુખ્યપ્રધાન બન્યો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી બધા મને મળવા આવતા અને કહેતા હતા કે સાહેબ તમે મુખ્યમંત્રી બન્યા છો તો અમને વાળુ કરવાના ટાઈમે લાઈટ મળી રહે તેવું કાંઈક કરજો. ત્યારે મને થયું કે સાલું વાત તો સાચી છે. સાહેબ તમે નહીં માનો એક વર્ષમાં જ ગુજરાતના ગામડે ગામડે 24 કલાક વીજળી આપી છે. આવિ સ્થિતિ હતી પહેલાના સમયમાં.'
ગુજરાતમાં કરફ્યુ અને અશાંતિની વાત યાદ કરાવી પીએમ મોદીએ કહ્યું (PM Modi said important things to youth) હતું કે, 'અમારા આ મહેસાણાથી કે મોઢેરાથી કે વડનગરથી અમદાવાદ જવું હોય તો પહેલાં ફોન કરીને પૂછતાં કે મારે અમદાવાદ આવવું છે, શાંતિ છે ને ભઈલા. 20થી 22 વર્ષ પહેલા અમદાવાદમાં છાસવારે તોફાનો થતાં હતા અને કરફ્યૂ લદાતો હતો. આ આપણા નવયુવાનોએ 22 વર્ષથી કરફ્યૂ શબ્દ સાંભળ્યો પણ નથી. આ કાયદો અને વ્યવસ્થાનું કામ ભાજપે ગુજરાતમાં કરી બતાવ્યું છે.'
પાણીની વિકટ સ્થિતિની યાદ અપાવી વડાપ્રધાન મોદીએ ત્રીજી વાતમાં (PM Modi said important things to youth) જણાવ્યું કે, 'સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની બહુ માથાકૂટ હતી. મારી માતાઓ અને બહેનો 2થી 5 કિલોમીટર ચાલીને માથે બેડા લઈને પીવાનું પાણી ભરવા જતી હતી. હું મુખ્યમંત્રી બન્યો પછી આ કોંગ્રેસની કેન્દ્ર સરકાર સામે લડ્યો, ઉપવાસ પર બેઠો અને સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી અને કેનાલો દ્વારા નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પહોંચાડ્યું છે. '
આપ અને કોંગ્રેસની યુવાઓ માટેની નીતિ આ બંને પાર્ટી યુવાઓને રીઝવવાની કોશિશ કરી રહી છે જે માટે યુવા સંબંધિત મુદ્દાઓ ઉઠાવી રહી છે. જો કોંગ્રેસની વાત કરીએ તો બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહી છે. ભાજપના પ્રતિસ્પર્ધી તરીકે અત્યાર સુધી કોંગ્રેસ હતી, પણ હવે આમ આદમી પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે પ્રજાની નજરમાં છે. આમ આદમી પાર્ટીએ યુવાનોને રોજગાર આપવાની ગેરંટીઓ આપી છે. બેરોજગારોને મહિને રૂપિયા 3000 અને બેરોજગારી ભથ્થું આપવાની ગેરંટી આપી છે. તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પણ એસીમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર ઊતરી ભારત જોડો યાત્રા શરૂ કરી યુવાઓ સાથે સીધા સંપર્કનું કામ શરુ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે યુવા પરિવર્તન યાત્રા કાઢી વચન આપ્યું છે કે 2022માં કોંગ્રેસની સરકાર બનતાં જ તેઓ તમામ બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપશે, જેનો 40 લાખ યુવાનોને લાભ મળશે.
નિષ્ણાતનો મત મોદી પોતાના સંબોધનમાં યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે તે વિશે ગુજરાતના રાજકારણના નિષ્ણાત હિમાંશુ ભટ્ટે જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે દેશના યુવાનોની ઉંમર મુજબ તેમને હંમેશા કશુંક નવું જોઈએ. તેઓ નવા તરફ સહેલાઈથી આકર્ષાઈ જાય છે. હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમને કશુંક નવું આપવા માટે તૈયાર છે અને લોભામણી વાતો કરી રહી છે. તેમની આ વાતો હંમેશા યુવાનોને આકર્ષિત કરતી હોય છે. વડાપ્રધાન મોદી જાણે છે કે તેઓ આ વખતે યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે જેથી અન્ય પક્ષ તરફ ન વળી જાય. ફર્સ્ટ વોટર અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની માટે નથી કરી રહ્યા, તે આ અભિયાન થકી સેન્સ લઇ રહ્યા છે કે લોકો હજુ પણ કઈ રીતે ભાજપને જોવે છે. '
રાજકીય પક્ષોના પ્રચારમાં યુવા ટાર્ગેટ વિશે નિષ્ણાતનો મત આ સંદર્ભે યુવા રાજકીય તજજ્ઞ પાલા વરુએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'પીએમ મોદી જાહેરસભામાં જૂના મુદ્દા ઉખેડીને એજન્ડા સેટ કરે છે. દ્વારકા અને પોરબંદરના ડીમોલિશનનો મુદ્દો પ્રજામાં લઈ ગયા અને એક સાયકોલોજિકલ અસર ઉભી કરી છે. એટલે નવા યુવાનોને ભાજપ સાથે કનેક્ટ કરવા માટે માહોલ પણ ક્રિએટ કરવો પડે છે. મોદી એજન્ડા સેટ કરે છે અને વિરોધ પક્ષ તે એજન્ડાને ચેઝ કરે છે. આમાં એકાદ મુદ્દો ક્લિક થઈ ગયો તો ભાજપનું કામ થઈ જાય છે. જે તીર નિશાન પર લગાવવાનું હતું ત્યાં લાગી ગયું સમજો.'ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર યુવા મતદાતાઓ ઉપર છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી કોઈપણ કિંમતે યુવા મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવા પીએમ મોદી મેદાને ઉતર્યા છે.
ભાજપ અને વિપક્ષો વિશે યુવા મતદારોના અભિપ્રાય યુવા મતદાતા ધર્મેશકુમાર કટારીયાએ જણાવ્યું હતું કે, 'બધાને ખબર જ છે કે આ વખતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આ બંને પાર્ટી તરફથી ચૂંટણીને એક નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં બીજેપીની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી દ્વારા યુવાનોને કહે છે કે, વિકાસને જુઓ. હું એમની વાતથી સહમત છું.
અન્ય યુવા વિદ્યાર્થી દેવર્ષે જણાવ્યું હતું કે, ' બિઝનેસ વધારવા માટે અહીં ખૂબ જ સારું એવું પ્લેટફોર્મ મળે છે. હું મારી કોલેજની વાત કરું તો મારા કોલેજમાં જ બિઝનેસ માટે એક નવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. સેમી કંડકટર ચિપમાં મોદી સરકારે સરસ કામ કર્યું છે. અમે બધા ઇલેક્ટ્રોનિક સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છીએ તો અમનેફાયદો થવાનો છે. આ વખતે હું પોતે પહેલી વખત વોટ કરીશ.
યુવા વિદ્યાર્થી કેતન ભાર્ગવે જણાવ્યું હતું કે, ' આજનો યુવા એમ વિચારે છે કે કયાંક અમે લોકો બિઝનેસ કરીને સેટ થઇ જઇયે. તો ગુજરાતમાં એક વખત બિઝનેસ ચાલુ કરે તે બિઝનેસ ધીરે ધીરે આગળ વિકાસ કરે છે. કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.'