નવી દિલ્હીઃ ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કેન્દ્ર સરકાર માટે સારી સાબિત થઈ રહી છે. નાણા મંત્રાલયે (Finance Ministry ) ગુરુવારે ઓગસ્ટ મહિનામાં GST કલેક્શનના આંકડા (GST Collection in August ) રજૂ કર્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 28 ટકા વધીને રૂપિયા 1.43 લાખ કરોડ થયું છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂપિયા 1.4 લાખ કરોડને વટાવી ગયું છે. આર્થિક પુનરુત્થાનથી GST આવક પર સકારાત્મક અસર થઈ રહી છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં પ્રાપ્ત થયેલી રૂપિયા 1,12,020 કરોડની આવક કરતાં 28 ટકા વધુ છે.
આ પણ વાંચોઃstock market india શેરબજારમાં ફરી ધબડકો
સતત છઠ્ઠા મહિને શાનદાર કલેક્શનઃ જુલાઈ 2022માં સરકારને GSTમાંથી 1,48,995 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે તે જુલાઈ 2022 કરતા 04 ટકા ઓછો છે. તે જ સમયે, જૂન 2022 માં GST કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા હતું. આના એક મહિના પહેલા એટલે કે મે 2022માં સરકારને GSTમાંથી 1.40 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં GST સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો હતો. એપ્રિલ 2022માં સરકારને GSTમાંથી 1.68 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારે GSTમાંથી 7.46 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
આ પણ વાંચોઃઆજના આ મોટા ફેરફારોથી તમારા ખિસ્સા પર પડી શકે છે અસર