ETV Bharat / bharat

પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ! - કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ

નાણા મંત્રાલય (Finance Ministry) કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (Comptroller General of Accounts-CGA)ના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર સરકારનો આબકારી સંગ્રહ છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 33 ટકા વધીને 1.71 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ 1.28 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

પેટ્રોલિયમ પેદાશોથી સરકારને થઈ જોરદાર આવક, UPA સરકારનું દેવું ઉતારવાનો આપ્યો સંદર્ભ!

author img

By

Published : Nov 1, 2021, 3:20 PM IST

  • સરકારનો આબકારી સંગ્રહ 33 ટકા વધીને 1.71 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો
  • ચાલુ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં પેટ્રોલિયમ પેદાશ પર આબકારી સંગ્રહ વધ્યો
  • છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં વધ્યો આબકારી સંગ્રહ

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ પેદાશો (Petroleum Product) પર આબકારી જકાત (Excise duty) સંગ્રહ ચાલુ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 33 ટકા વધ્યો છે. સત્તાવાર આંકડાથી આ જાણકારી મળી છે. જો કોવિડ પહેલાના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો પેટ્રોલિયમ પેદાશો પર આબકારી સંગ્રહમાં 79 ટકાની વૃદ્ધિ થઈ છે.

6 મહિનાની અંદર આબકારી સંગ્રહમાં વધારો

નાણા મંત્રાલય (Finance Ministry)માં કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (Comptroller General of Accounts-CGA)ના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર સરકારનો આબકારી સંગ્રહ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 33 ટકા વધીને 1.71 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.28 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. આ એપ્રિલ-સપ્ટેમ્બર, 2019ના 95,930 કરોડ રૂપિયાના આંકડાથી 79 ટકા વધુ છે.

આ પણ વાંચો- કેન્દ્રની રાજકોષીય ખોટ પહેલા 6 મહિનામાં વાર્ષિક લક્ષ્યની 35 ટકા, CGAના આંકડામાં ખુલાસો

નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોથી સરકારનો આબકારી સંગ્રહ 3.89 લાખ કરોડ રૂપિયા હતો

સમગ્ર નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોથી સરકારનો આબકારી સંગ્રહ 3.89 લાખ કરોડ રૂપિયા હતો. 2019-20માં આ 2.39 લાખ કરોડ રૂપિયા હતો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પ્રણાલી લાગુ થયા પછી ફક્ત પેટ્રોલ, ડીઝલ, વિમાન ઈંધણ અને પ્રાકૃતિક ગેસ પર જ આબકારી જકાત લાગે છે. અન્ય માલસામાન અને સેવાઓ પર GST લાગે છે. CGAના મતે, વર્ષ 2018-19માં કુલ આબકારી સંગ્રહ 2.3 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આમાંથી 35,874 કરોડ રૂપિયાનું રાજ્યોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આનાથી ગયા 2017-18ના નાણાકીય વર્ષમાં 2.58 લાખ કરોડ રૂપિયામાંથી 71,759 કરોડ રૂપિયા રાજ્યોને આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- એસ. જે. એસ. એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ઇક્વિટી શેરનો IPO 1 નવેમ્બર, 2021ના રોજ ખુલશે

આ સરકારની સમગ્ર વર્ષ માટે બોન્ડ જવાબદારી 10,000 કરોડ રૂપિયાનું ચાર ગણી છે

નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર વધેલો (incremental) આબકારી સંગ્રહ 42,931 કરોડ રૂપિયા રહ્યો હતો. આ સરકારની સમગ્ર વર્ષ માટે બોન્ડ જવાબદારી 10,000 કરોડ રૂપિયાનું ચાર ગણી છે. આ તેલ બ્રાન્ડ પૂરોગામી કોંગ્રેસની આગેવાનીવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારમાં જાહેર કરવામાં આવી હતી. મહત્તમ આબકારી સંગ્રહ પેટ્રોલ અને ડીઝલના વેચાણથી મળ્યો છે. અર્થતંત્રમાં પુનરુત્થાનની સાથે વાહન ઈંધણની માગ વધી રહી છે. ઉદ્યોગ સૂત્રોનું કહેવું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં વધેલો આબકારી સંગ્ર 1 લાખ કરોડથી વધુ હોઈ શકે છે.

UPA સરાકરમાં પેટ્રોલિયમ કંપનીઓને બોન્ડ જાહેર કરાયો હતો

UPA સરકારમાં રસોઈ ગેસ, કેરોસીન અને ડીઝલના ખર્ચથી ઓછા મૂલ્ય પર વેચાણના કારણે થનારા નુકસાનની ભરપાઈ માટે પેટ્રોલિયમ કંપનીઓને કુલ 1.34 લાખ કરોડ રૂપિયાનો બોન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. નાણા મંત્રાલયનું કહેવું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં આમાંથી 10,000 કરોડ રૂપિયાની ભરપાઈ કરવામાં આવશે.

નાણા પ્રધાન અને પેટ્રોલિયમ પ્રધાને પેટ્રોલિયમ બોન્ડને અડચણરૂપ ગણાવ્યા

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ વાહન ઈંધણની ઉંચી કિંમતોથી રાહત આપવામાં પેટ્રોલિયમ બોન્ડને અડચણરૂપ ગણાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ આબકારી જકાત એકત્રિત કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે ગયા વર્ષે વાહન ઈંધણ પર ટેક્સ દરનો રેકોર્ડ ઉચ્ચ સ્તર પર કરી દીધો હતો. ગયા વર્ષે પેટ્રોલ પર આબકારી જકાતને 19.98 રૂપિયાથી વધીને 32.9 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો હતો. આ રીતે ડીઝલ પર જકાત વધારીને 31.80 રૂપિયા પ્રતિલિટર કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો સુધારાની સાથે 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે અને માગ પરત ફરી છે, પરંતુ સરકારે આબકારી નથી ઘટાડી. આના કારણે આજે દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટરને પાર પહોંચ્યું છે. તો દોઢ ડઝનથી વધુ રાજ્યોમાં ડીઝલે સદી ફટકારી છે. સરકારે 5 મે 2020એ આબકારી જકાતમાં વધારો કરીને તેને રેકોર્ડ સ્તર પર કરી દીધી હતી. ત્યારબાદથી પેટ્રોલની કિંમત 37.38 રૂપિયા પ્રતિલિટર વધી છે. તે દરમિયાન ડીઝલની કિંમતોમાં 27.98 રૂપિયા પ્રતિલિટરનો વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.