ETV Bharat / bharat

પેટ્રોલિયમ ઉત્પાદનો પર સરકારની એક્સાઇઝ ડ્યૂટી કલેક્શનમાં નોંધનીય વધારો

નાણા મંત્રાલય (Finance Ministry)ના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (Controller General of Accounts-CGA)ના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર સરકારની એક્સાઇઝ ડ્યૂટી કલેક્શન અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 33 ટકા વધ્યું છે. 1.71 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1.28 લાખ કરોડ હતી. જે એપ્રિલ-સપ્ટેમ્બર 2019ના રૂ. 95,930 કરોડના આંકડા કરતાં 79 ટકા વધુ છે.

author img

By

Published : Nov 1, 2021, 10:27 AM IST

  • પેટ્રોલિયમ ઉત્પાદનો પર સરકારની એક્સાઇઝ ડ્યૂટી કલેક્શનમાં વધારો
  • પેટ્રોલ, ડીઝલ, ઉડ્ડયન બળતણ અને કુદરતી ગેસ પર જ એક્સાઈઝ ડ્યૂટી
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ

નવી દિલ્હી: પેટ્રોલિયમ ઉત્પાદનો (petroleum product) પર એક્સાઇઝ ડ્યૂટી (Excise duty) કલેક્શનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 33 ટકાનો વધારો થયો છે. આ માહિતી સત્તાવાર આંકડાઓ પરથી મળી છે. જો કોવિડ પહેલાના આંકડાઓ સાથે સરખામણી કરવામાં આવે તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં 79 ટકાનો મોટો વધારો થયો છે.

પેટ્રોલિયમ ઉત્પાદનો પર સરકારની એક્સાઇઝ ડ્યૂટી

નાણા મંત્રાલય (Finance Ministry)ના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (Controller General of Accounts-CGA)ના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર સરકારની એક્સાઇઝ ડ્યૂટી કલેક્શન અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 33 ટકા વધ્યું છે. 1.71 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1.28 લાખ કરોડ હતી. જે એપ્રિલ-સપ્ટેમ્બર 2019ના રૂ. 95,930 કરોડના આંકડા કરતાં 79 ટકા વધુ છે.

પેટ્રોલ, ડીઝલ, ઉડ્ડયન બળતણ અને કુદરતી ગેસ પર જ એક્સાઈઝ ડ્યૂટી

સમગ્ર નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી સરકારનું એક્સાઇઝ ડ્યૂટી કલેક્શન રૂ. 3.89 લાખ કરોડ હતું. 2019-20માં તે રૂ. 2.39 લાખ કરોડ હતું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમના અમલ પછી માત્ર પેટ્રોલ, ડીઝલ, ઉડ્ડયન બળતણ અને કુદરતી ગેસ પર જ એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. અન્ય ઉત્પાદનો અને સેવાઓ પર GST લાગે છે. CGA અનુસાર 2018-19માં કુલ એક્સાઇઝ ડ્યૂટી કલેક્શન રૂ. 2.3 લાખ કરોડ હતું. તેમાંથી 35,874 કરોડ રૂપિયા રાજ્યોને વહેંચવામાં આવ્યા હતા. ગયા નાણાકીય વર્ષ 2017-18માં 2.58 લાખ કરોડ રૂપિયામાંથી 71,759 કરોડ રૂપિયા રાજ્યોને આપવામાં આવ્યા હતા.

એક્સાઇઝ ડ્યૂટીની વધેલી કલેક્શન

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યૂટીની વધેલી કલેક્શન રૂ. 42,931 કરોડ થઈ હતી. આ સરકારની રૂ. 10,000 કરોડની આખા વર્ષની બોન્ડની જવાબદારી ચાર ગણી છે. આ ઓઈલ બોન્ડ કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) સરકારમાં જાહેર કરવામાં આવ્યા હતા. એક્સાઈઝ ડ્યૂટીની મોટાભાગની વસૂલાત પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી થાય છે. અર્થતંત્રમાં પુનરુત્થાન સાથે વાહન ઇંધણની માંગ વધી રહી છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં એક્સાઇઝ ડ્યૂટીની વધેલી કલેક્શન રૂ. 1 લાખ કરોડથી વધુ હોઇ શકે છે.

આ પણ વાંચો: આજે સતત બીજા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું કિંમત છે?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ બોન્ડને વાહનોના ઈંધણના ઊંચા ભાવોથી લોકોને રાહત આપવામાં અવરોધરૂપ ગણાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સરકારે ગયા વર્ષે વાહનના ઈંધણ પરના ટેક્સના દરોને રેકોર્ડ ઊંચા સ્તરે વધાર્યા હતા. ગયા વર્ષે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી 19.98 રૂપિયાથી વધારીને 32.9 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી હતી. એ જ રીતે ડીઝલ પરની ડ્યૂટી વધારીને 31.80 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 85 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે અને માગ પાછી આવી છે, પરંતુ સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો નથી. જેના કારણે આજે દેશના તમામ મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. આ સાથે જ ડીઝલએ દોઢ ડઝનથી વધુ રાજ્યોમાં સદી ફટકારી છે. 5 મે 2020ના રોજ સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં રેકોર્ડ સ્તરે વધારો કર્યો. ત્યારથી પેટ્રોલની કિંમતમાં 37.38 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ દરમિયાન ડીઝલના ભાવમાં 27.98 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

આ પણ વાંચો: મુશ્કેલીના સમયે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાડવો એ 'આર્થિક રાજદ્રોહ' : રણદીપ સુરજેવાલા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.