ETV Bharat / bharat

સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છેઃ રાકેશ ટિકૈત

એક તરફ દેશ સામે કોરોના મહામારી જેવી મોટી મુસીબત છે તો બીજી તરફ નવા કૃષિ કાયદા અંગે દિલ્હીમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ સમયે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ દેશના વિવિધ રાજ્યોમાં જઈને ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યા છે. આ વખતે રાકેશ ટિકૈત હરિયાણામાં આવેલા હિસારના રામાયણ ટોલ પ્લાઝા પર ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છે. ખેડૂતો સરકારની આ ચાલને સમજી ચૂક્યા છે.

સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છેઃ રાકેશ ટિકૈત
સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છેઃ રાકેશ ટિકૈત
author img

By

Published : Apr 23, 2021, 11:11 AM IST

  • હરિયાણાના હિસારમાં રાકેશ ટિકૈતે સરકાર અંગે આપ્યું નિવેદન
  • સરકાર ખેડૂત આંદોલન પૂર્ણ કરવા વિવિધ પદ્ધતિ અપનાવે છેઃ ટિકૈત
  • માગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહીં થાયઃ ટિકૈત

આ પણ વાંચોઃ લાલ કિલ્લા હિંસાના વોન્ટેડ આરોપી લાખા સિધાનાના સંબંધી ગુરદીપસિંહની પૂછપરછ કરાઈ

હિસાર (હરિયાણા): હરિયાણામાં આવેલા હિસ્સારના રામાયણ ટોલ પ્લાઝા પર ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છે. ખેડૂતો સરકારની આ ચાલને સમજી ચૂક્યા છે. આ સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું કે, જ્યાં સુધી તેમની માગ નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો બોર્ડર ખાલી નહીં કરે.

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલનને લઈને રાકેશ ટિકૈતે કહ્યું, જો સરકાર આમંત્રણ મોકલે તો અમે વાત કરીશું

સરકાર ખેડૂતોને ડરાવે છે, તે ખેડૂતો સહન નહીં કરેઃ ટિકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના આંદોલનને પૂર્ણ કરવા અલગ અલગ પદ્ધતિ અપનાવી રહી છે, પરંતુ બધા ખેડૂતો એકસાથે છે. સરકારની આ પદ્ધતિઓની અસર નહીં થાય. હરિયાણાના ખેડૂતો સાથે વાત કરતા સમયે રાકેશ ટિકૈતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 5 રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીમાં ભાજપ હારી જશે. આ સાથે જ સરકાર ખેડૂતોને ડરાવવાનું કામ કરી રહી છે, જે ખેડૂતો સહન નહીં કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.