ETV Bharat / bharat

Online Consultation: છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઈ-સંજીવની એપથી ઓનલાઈન મેડિકલ પરામર્શ ઉપલ્ધ કરાવાશે - ઈ-સંજીવની એપ્લિકેશન દ્વારા થેરાપીથી ઉપચાર

સરકાર દેશના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારમાં નાગરિકોને ઈ-સંજીવની એપ્લિકેશન (E-Sanjivani Application)ના માધ્યમથી ઓનલાઈન મેડિકલ પરામર્શ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સી-ડૈક દ્વારા બનાવવામાં આવેલી વેબ આધારિત એપ્લિકેશન, ઈ-સંજીવની (E-Sanjivani Application), દરેક રાજ્યમાં પેનલમાં સામેલ ડોક્ટર્સ દ્વારા સ્થાનિક ભાષામાં વિનામૂલ્યે વીડિયો આધારિત ટેલી પરામર્શ (Tally Online Consultation) પૂરું પાડે છે.

Online Consultation: છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઈ-સંજીવની એપથી ઓનલાઈન મેડિકલ પરામર્શ ઉપલ્ધ કરાવાશે

author img

By

Published : Jun 23, 2021, 8:46 AM IST

  • છેવાડાના વિસ્તારમાં રહેતા નાગરિકોને ઓનલાઈન મેડિકલ પરામર્શ ઉપલબ્ધ કરાવાશે
  • સરકાર ઈ-સંજીવની એપ્લિકેશન (E-Sanjivani Application)ની મદદથી તમામ નાગરિકોની કરશે સેવા
  • આ સેવા ધીમે ધીમે 3.74 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રોમાં શરૂ કરવામાં આવશે

નવી દિલ્હી ઈ-ગવર્નન્સ સેવા આપતી સીએસસી (CHC) અને આરોગ્ય મંત્રાલયે દેશના ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં નાગરિકોને ઈ-સંજીવની એપ (E-Sanjivani Application)ની મદદથી ઓનલાઈન મેડિકલ પરામર્શ (Online Medical Consultation) ઉપલબ્ધ કરાવવા માટે હાથ મળાવ્યો છે. CHC SPVએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સેવા ધીમે ધીમે 3.74 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રોમાં શરૂ કરાશે, જેનું મેનેજમેન્ટ અને સંચાલન ગ્રામ્ય વિસ્તારોના ઉદ્યમીઓ (VLE) દ્વારા કરાય છે.

આ પણ વાંચો- Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 135 પોઝિટિવ કેસ, 3 દર્દીના થયા મૃત્યુ

VLEને CHCમાં આવનારા રોગીઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (સી-ડૈક) દ્વારા બનાવવામાં આવેલા વેબ આધારિત એપ્લિકેશન, ઈ-સંજીવની દરેક રાજ્યમાં પેનલમાં સામેલ ડોક્ટર્સ દ્વારા સ્થાનિક ભાષામાં વિનામૂલ્યે વીડિયો આધારિત ટેલી પરામર્શ (Tally Online Consultation) ઉપલબ્ધ કરાવશે. VLEને CHCમાં આવનારા રોગીઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને OPD એપ પર વર્ણનય (Description) ભરવું પડશે. ત્યારબાદ VLEને એક 16 આંકડાનો રોગી આઈડી અને એક ટોકન મળશે. SMS મળ્યા પછી VLE એક રોગી આઈડી સાથે લોગ-ઈન કરશે. જ્યારે કોલ નાઉ બટન સક્રિય થશે. તો VLE વીડિયો કોલ શરૂ કરી શકે છે અને નાગરિકોએ પરામર્શ કરવામાં મદદ કરી શકે છે. પરામર્શ પછી VLE ડોક્ટર દ્વારા મોકલવામાં આવેલા ઈ-પ્રિસ્ક્રિપ્શનને ડાઉનલોડ કરી શકશે.

આ પણ વાંચો- સરકારના કોવિડ મેનેજમેન્ટ અંગે કોંગ્રેસનો 'શ્વેત પત્ર', ત્રીજી લહેરની તૈયારી કરવાની માંગ

સરકાર કોવિડ-19 મહામારીની પહેલી લહેર દરમિયાન ટેલીમેડિસિન દિશાનિર્દેશ લઈને આવીઃ આરોગ્ય મંત્રાલય

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકાર ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં નાગરિકો માટે પ્રાથમિક આરોગ્ય સેવા સુધી મદદ પહોંચાડવા માટે કોવિડ-19 મહામારીની પહેલી લહેર દરમિયાન ટેલીમેડિસિન દિશાનિર્દેશ લઈને આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.