લખનઉઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 5 વર્ષમાં 16.5 લાખ યુવાનોએ નોકરી ગુમાવી છે. 4 કરોડ લોકોએ હતાશામાં નોકરીની આશા છોડી દીધી. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ( Chief Minister of Uttar Pradesh)આ અંગે ન તો વાત કરે છે કે ન તો ટ્વિટ કરે છે. કારણ કે તેઓ જાણે છે કે જો પડદો ઉંચકાશે તો રહસ્ય ખુલશે. હકીકતમાં, આ વાતો કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ( Congress National General Secretary Priyanka Gandhi )અને પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહી હતી. તેણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે યુવાનો, તમે રોજગારના એજન્ડાને વળગી રહો.
ભાજપને ઘેરવાનો પ્રયાસ
વાસ્તવમાં રાજ્યમાં પાર્ટીનો જનાધાર વધારવા અને યુવાઓને કૉંગ્રેસ સાથે જોડવા માટે પ્રિયંકા સતત યુવાનોને લગતા મુદ્દા ઉઠાવીને સત્તાધારી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં તેમણે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની પસંદગીમાં પણ યુવાનો અને ખાસ કરીને મહિલાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે.
આ પણ વાંચોઃ Corona Cases in World: લોકોએ હંમેશા માસ્ક પહેરવા પડશે એ શક્ય નથી:એન્થોની ફૌસી
આ પણ વાંચોઃ US Airlines CEO Warns : યુએસ એરલાઇનના સીઇઓની ચેતવણી, 5Gને કારણે ફ્લાઈટ્સ બંધ થઈ શકે છે