ETV Bharat / bharat

દિલ્હી તોફાનમાં જીવ ગુમાવનારા IB કર્મચારીના ભાઈને અપાશે સરકારી નોકરી - નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં શુક્રવારે દિલ્હી કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિલ્હી તોફાનમાં જીવ ગુમાવનારા IB કર્મચારી સ્વ. અંતિત શર્માના ભાઈ અંકુર શર્માને દિલ્હી સરકારમાં સરકારી નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. આ પહેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અંકિત શર્માની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તેમના પરિવારની મુલાકાત કરીને 1 કરોડ રૂપિયાની સહાયતા પણ કરી હતી.

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ
author img

By

Published : Mar 27, 2021, 9:32 AM IST

  • મુખ્યપ્રધાન કેજરીવાલે પરિવારને આપેલો વાયદો પૂર્ણ કર્યો
  • દિલ્હી તોફાનમાં જીવન ગુમાવનારા IB કર્મચારીના ભાઈને સરકારી નોકરી અપાશે
  • મુખ્યપ્રધાને IB કર્મચારીના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય પણ કરી

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલે કહ્યું, વૃદ્ધ નાગરિકોને કરાવશે અયોધ્યાના દર્શન

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં શુક્રવારે દિલ્હી કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિલ્હી તોફાનમાં જીવ ગુમાવનારા IB કર્મચારી અંકિત શર્માના ભાઈ અંકુર શર્માને દિલ્હી સરકારમાં સરકારી નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. આ પહેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અંકિત શર્માની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તેમના પરિવારની મુલાકાત કરીને 1 કરોડ રૂપિયાની સહાયતા પણ કરી હતી. મુખ્યપ્રધાન કેજરીવાલે પરિવાર સાથી મુલાકાત દરમિયાન એક સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો, જેને શુક્રવારે મુખ્યપ્રધાને પૂર્ણ કર્યો હતો.

આ પણ વાંચોઃ GNCTD સુધારણા બિલનો દિલ્હીના CM અને DyCMએ વિરોધ કર્યો

યોગ્યતા મુજબ અંકુર શર્માને મળશે સરકારી નોકરી

મુખ્યપ્રધાન કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં 2020માં દિલ્હીમાં થયેલા તોફાનમાં જીવ ગુમાવનારા IB કર્મચારી અંકિત શર્માના ભાઈ અંકુર શર્માને સરકારી નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ હતી. દિલ્હી સરકાર અંકિત શર્માના ભાઈને ટૂંક જ સમયમાં દિલ્હી સરકારમાં યોગ્યતા મુજબ સરકારી નોકરી આપશે.

ભજનપુરામાં IB કર્મચારી અંકિત શર્માને ટોળાએ ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરી નાખી

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે દિલ્હીમાં થયેલા તોફાન દરમિયાન ભજનપુરા વિસ્તારમાં IB કર્મચારી અંકિત શર્માને ટોળાએ ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. અંકિત શર્માની હત્યા પર મુખ્યપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ મુખ્યપ્રધાને તેમના પરિવારના 1 કરોડ રૂપિયાની સહાયતા પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.