હૈદરાબાદ: ભારતની ટેલિકોમ અને ઇન્ટરનેટ કંપનીઓએ(Indian Telecom and Internet Company) બે વર્ષ સુધી ડેટા કોલ રેકોર્ડ અને એક્સચેન્જ રેકોર્ડ(Call Records and Exchange Records) રાખવા પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ(DoT), 21 ડિસેમ્બરે એક સૂચના દ્વારા, યુનિફાઇડ લાયસન્સ કરારમાં સુધારો કર્યો છે. વિભાગ(DoT)નું કહેવું છે કે સુરક્ષા એજન્સીઓની વિનંતી પર યુનિફાઇડ લાયસન્સ એગ્રીમેન્ટમાં(Unified License Agreement) સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ એક વર્ષનો ડેટા સુરક્ષિત(Indian call Data Secure) રાખે છે અને પ્રોટોકોલ મુજબ માંગણી પર તપાસ એજન્સીઓને માહિતી પ્રદાન કરે છે.
બે વર્ષ માટે ઈન્ટરનેટ ટેલિફોન વિગતો જાળવી રાખવાની રહેશે
નોટિફિકેશનમાં જણાવાયું છે કે ઈન્ટરનેટ સર્વિસ કંપનીઓએ બે વર્ષના સમયગાળા માટે સામાન્ય આઈપી ડિટેઈલ રેકોર્ડ ઉપરાંત ઈન્ટરનેટ ટેલિફોન વિગતો જાળવી રાખવાની રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના(Department of Telecommunications) અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા એજન્સીઓને એક વર્ષ પછી પણ ડેટાની જરૂર હોય છે. કારણ કે કેસની તપાસમાં વધુ સમય લાગે છે. સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પણ આ નિર્ણય સાથે સહમત થઈ ગઈ છે.
કંપનીઓ કોલ રેકોર્ડને ટેક્સ્ટમાં સુરક્ષિત રાખે
યુનિફાઈડ લાઈસન્સ એગ્રીમેન્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે મોબાઈલ કંપનીઓ તપાસ એજન્સીઓ અને કોર્ટના નિર્દેશ બાદ પ્રોટોકોલ હેઠળ CDR આપશે. અને કંપનીઓ કોલ રેકોર્ડને ટેક્સ્ટમાં સુરક્ષિત રાખે છે.
CDRમાં કેટલાક સવાલોના જવાબ છુપાયેલા હોય છે
CDR(Call Detail Record) એટલે કે કોલ ડીટેઈલ રેકોર્ડમાં સામાન્ય રીતે કેટલાક સવાલોના જવાબ છુપાયેલા હોય છે? તમે કયા નંબરો પર કૉલ કર્યો? તમે કેટલા સમય સુધી વાત કરી? જે નંબર પરથી કોલ આવ્યો હતો. કૉલની તારીખ, સમય એટલે કે કેટલા સમય સુધી વાત થઈ. કોને કોને મેસેજ મોકલ્યા, ક્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા વગેરે જેવી વિગતો હોય છે.
આ પણ વાંચોઃ IT Raid Rajkot: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર આઇટીના દરોડા
આ પણ વાંચોઃ Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર