નવી દિલ્હીઃ ICICI Directના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર સોનુ અને ચાંદીના ભાવો નવી સપાટીને સ્પર્શી શકે છે. જેમાં સોનુ 70,000 અને ચાંદી 85,000ની સપાટીએ પહોંચવાની સંભાવના દર્શાવી છે. ડોલર નબળો પડી રહ્યો છે તેમજ અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઉતાર જોવા મળી રહ્યો છે જે સોનાની વધતી કિંમતોનું એક કારણ હોઈ શકે છે. યુએસ ફેડ માર્ચ 2024માં રેટ ઓછા કરવાની શરુઆત કરશે તેવા ભયને લીધે ડોલર નબળો પડી રહ્યો છે.
રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, ધીમી વૈશ્વિક આર્થિક વૃદ્ધિને લઈને ચિંતાઓ અને મધ્ય પૂર્વમાં વધતા ભૂ રાજકીય તણાવની અનિશ્ચિતતાઓથી બચવા માટે સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે. તેના સિવાય કેન્દ્રીય બેન્કો દ્વારા પોતાના ભંડારમાં વિવિધતા લાવવા માટે ખરીદારીનો પ્રક્રિયા યથાવત રહેવાની સંભાવના છે. રિપોર્ટમાં કહેવાયું છે કે નબળી માંગણી અંતર્ગત ક્રુડ ઓઈલ 90 ડોલરની નજીક પહોંચી શકે છે.
ક્રુડ ઓઈલની કિંમતો 60થી 90 ડોલરની વચ્ચે રહેવાની સંભાવના છે, કારણ કે બજારમાં સંતુલન જળવાવું આવશ્યક છે. ઓપેક અને નોન ઓપેક દેશોમાં વધતું ઉત્પાદન સ્વૈચ્છિક ઉત્પાદનમાં ઘટાડો લાવી શકે છે. આ ઉપરાંત આર્થિક વિકાસની અનિશ્ચિતતા જોતા વૈશ્વિક ક્રુડ ઓઈલની માંગની વૃદ્ધિ ધીમી થવાની સંભાવના છે. મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે તેથી તેલની કિંમતો 60 ડોલરથી નીચે ઉતરતા અટકી જશે. રિપોર્ટ અનુસાર એમસીએક્સ પર ક્રુડ ઓઈલની કિંમતો આવતા મહિના સુધી 5000 રુપિયાના સ્તરે જઈ શકે છે.