ETV Bharat / bharat

Goa Liberation Day Celebrations : વડાપ્રધાન મોદીએ મનોહર પર્રિકરના યોગદાનને કર્યું યાદ - વડાપ્રધાન મોદીએ મનોહર પર્રિકરના યોગદાનને કર્યું યાદ

પણજીમાં ગોવા મુક્તિ દિવસ (Goa Liberation Day) પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણજીમાં શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ (PM Modi Visits Goa) કરી હતી.

Goa Liberation Day Celebrations
Goa Liberation Day Celebrations
author img

By

Published : Dec 19, 2021, 5:39 PM IST

પણજી, ગોવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવા મુક્તિ દિવસ (Goa Liberation Day) નિમિત્તે પણજીના મીરામાર બીચ પર આયોજીત સેઇલ પરેડ અને ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો (PM Modi Visits Goa) હતો. આ સાથે વડાપ્રધાને પણજીના આઝાદ મેદાન ખાતે શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગોવાના સમુદ્રને પ્રકૃતિની અદભૂત ભેટ

મીરામાર બીચ પર આયોજીત કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે, ગોવાની ધરતી, ગોવાની હવા, ગોવાના સમુદ્રને પ્રકૃતિની અદભૂત ભેટ મળી છે. આજે ગોવાની ધરતી પર તમારા બધાનો આ ઉત્સાહ ગોવાના પવનોમાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે ગોવા માત્ર તેની મુક્તિની ડાયમંડ જ્યુબિલી જ નથી ઉજવી રહ્યું, પરંતુ 60 વર્ષની આ યાત્રાની યાદો પણ આપણી સામે છે. આપણી સમક્ષ સંઘર્ષ અને બલિદાનની ગાથા પણ છે, લાખો ગોવાસીઓની મહેનત અને સમર્પણનું પરિણામ છે, જેના કારણે આપણે ઘણું આગળ વધી શક્યા છીએ.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી દ્વારા શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ

ભારતના ઈતિહાસમાં આઝાદીનો સૌથી લાંબો સમય

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ગોવા એવા સમયે પોર્ટુગલ હેઠળ ગયું હતું, જ્યારે દેશના અન્ય મોટા ભાગોમાં મુઘલ સલ્તનત હતી. એ પછી આ દેશે કેટલાય રાજકીય તોફાનો જોયા છે, કેટલી સત્તાના ઝાપટા પડ્યા છે. સમય અને સત્તાઓની ઉથલપાથલ વચ્ચે સદીઓનાં અંતર પછી પણ ન તો ગોવા તેની ભારતીયતાને ભૂલી શક્યું છે કે ન તો ભારત તેના ગોવાને ભૂલી શક્યું છે. આ એક એવો સંબંધ છે જે સમય સાથે વધુ મજબૂત બન્યો છે. ગોવાના લોકોએ પણ મુક્તિ અને સ્વરાજની ચળવળોને રોકવા દીધી નથી. તેમણે ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય આઝાદીની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. ભારત એક એવી ભાવના છે, જ્યાં રાષ્ટ્ર 'સ્વ'થી ઉપર છે, સર્વોપરી છે. જ્યાં એક જ મંત્ર છે - રાષ્ટ્ર પ્રથમ. જ્યાં એક જ સંકલ્પ છે - એક ભારત, શ્રેષ્ઠ ભારત.

ગોવાના લોકો પ્રતિભાશાળી અને મહેનતું : PM

મોદીએ કહ્યું કે, ગોવાના લોકો કેટલા ઈમાનદાર છે, કેટલા પ્રતિભાશાળી અને મહેનતુ છે, દેશ મનોહરજીની અંદર ગોવાનું પાત્ર જોતું હતું. આપણે તેમના જીવનમાં આ જોયું છે કે કેવી રીતે વ્યક્તિ તેના રાજ્ય, તેના લોકો માટે તેના અંતિમ શ્વાસ સુધી સમર્પિત રહી શકે છે. એક તરફ ગોવામાં આ અનંત મહાસાગર છે તો બીજી તરફ અહીંના યુવાનોના સપનાઓ છે. આ સપનાઓને સાકાર કરવા માટે આટલી વ્યાપક દ્રષ્ટિની જરૂર છે. શ્રી પ્રમોદ સાવંતજી આવા વિઝન સાથે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે લોકાર્પણ, ડમરુ વગાડી કરાયું સ્વાગત

પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા આઝાદ થયું

19 ડિસેમ્બર 1961ના રોજ 450 વર્ષના પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા આઝાદ થયું હતું. આજે ગોવા 61મો મુક્તિ દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણજી પહોંચ્યા છે. તેઓ અહીં સાંજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં જનતાને સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 40 સભ્યોની ગોવા વિધાનસભા માટે ફેબ્રુઆરી 2022માં ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.