ETV Bharat / bharat

Goa Election Result 2022: ગોવામાં સરકાર બનાવવાનો મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો વિશ્વાસ - Goa Election 2022

ગોવામાં ભાજપ બહુમતીથી થોડી જ દૂર રહી છે. આ વખતે ભાજપને 40માંથી 18 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 14 બેઠક મળી છે. તો ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે તેમની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Goa Election Result 2022: ગોવામાં સરકાર બનાવવાનો મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો વિશ્વાસ

author img

By

Published : Mar 10, 2022, 9:11 AM IST

Updated : Mar 10, 2022, 1:24 PM IST

ગોવમાં ભાજપ 18, કોંગ્રેસ 14, ટીએમસી 4, આપ 1, અપક્ષ 3ની આગળ ચાલી રહી છે. ગોવાની ચૂંટણી અંગે મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગોવામાં નિશ્ચિતપણે ભાજપની સરકાર બની રહી છે. અમે લોકો સ્વતંત્ર ધારાસભ્ય અને MGP પાર્ટીને અમારી સાથે લઈ લઈશું.

નવી દિલ્હીઃ ગોવામાં ત્રિશંકુ વિધાનસભાની આગાહીઓ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં સરકારની રચનાની શક્યતાઓનું (Goa Election Result 2022) મૂલ્યાંકન કરવા ચૂંટણી પરિણામો પર નજીકથી નજર રાખી રહ્યા છે. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે (Goa Election 2022 ) રાજ્યમાં ભાજપની આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસ પણ ગોવામાં સરકાર બનાવવા માટે આશાવાદી છે. કોંગ્રેસે હોર્સ ટ્રેડિંગના કોઈ પણ પ્રયાસને રોકવા માટે તેના ઉમેદવારોને હોટલમાં રોકાવા કહ્યું છે.

AAP અને TMC વચ્ચે બહુકોણીય હરિફાઈ

ગોવામાં આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ સાથે (Goa Election 2022) બહુકોણીય હરિફાઈ જોવા મળી છે. આ ઉપરાંત પરંપરાગત હરિફ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપે રાજ્યની તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી (Goa Assembly Election 2022) છે.

કોંગ્રેસ નેતા TMC AAPના નેતા સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે

ગોવામાં કોંગ્રેસના નેતાઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને આમ આદમી પાર્ટીના રાજ્ય નેતાઓના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે, જેથી કરીને ભાજપને રાજ્યમાં સત્તામાં પાછા ફરતા અટકાવી શકાય. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે બુધવારે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે બેઠક યોજી હતી અને મતગણતરીની પૂર્વસંધ્યાએ ગોવાના માર્ગો ખાતેની એક હોટલમાં ઉમેદવારોને માહિતી આપી હતી.

આ પણ વાંચો- UP Election 2022 UPDATE : ઈમ્તિહાન બાકી હે અભી હોસલો કા: અખિલેશ યાદવ

ગોવામાં અમને જ બહુમતી મળશેઃ કોંગ્રેસ

આ બેઠક પછી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, તેમણે ગુરુવારે રાજ્યપાલ સાથે મુલાકાતની સમય માગ્યો છે. ગોવામાં અમને (કોંગ્રેસ) બહુમતી મળશે એમ તેમણે કહ્યું હતું. ભાજપ હોર્સ ટ્રેડિંગ માટે ખૂબ જાણીતું છે. એટલા માટે અમે અમારા તમામ ધારાસભ્યોને મારગાવની ખાનગી હોટલમાં રોકાવા માટે કહ્યું છે.

આ પણ વાંચો- PUNJAB Election 2022 UPDATE : પંજાબ વિધાનસભા બેઠકોનું મતદાન શરૂ

ભાજપ તમામ બેઠક પર લડ્યું ચૂંટણી

આપને જણાવી દઈએ કે, ગોવામાં AAP અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બહુકોણીય મુકાબલો છે. આ ઉપરાંત પરંપરાગત હરિફ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મૂકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપે રાજ્યની તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે.

કોંગ્રેસ 2017માં 17 બેઠક જીતી સૌથી મોટી પાર્ટી બની હતી

ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી સાથે જોડાણ કર્યું છે. એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન વચ્ચે મૂકાબલો થવાની આગાહી કરવામાં આવી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ભાજપે ઝડપથી વધારો કર્યો અને પ્રાદેશિક પક્ષો તેમ જ સ્વતંત્ર ધારાસભ્યોના સમર્થનથી ગોવામાં સરકાર બનાવી હતી.

Last Updated : Mar 10, 2022, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.