- ઓમ બિરલાનું નિવેદન ભાગવત ગીતા સાંપ્રદાયિકતાના ભેદભાવથી પર
- ઓમ બિરલાએ જણાવ્યું ગીતા સાર મનુષ્યને પ્રકાશમાં ઉજાગર કરે છે
- લોકસભા અધ્યક્ષે વિશ્વવિધાલયની યુવા પેઢીને ગીતામાંથી પ્રેરણા લેવાનું સૂચન
કુરુક્ષેત્ર: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ (LS SPEAKER Om Birla) શનિવારના આપેલ નિવેદન પ્રમાણે, ભાગવત ગીતા (Bhagvat Gita) કોઇ ખાસ ભાષા, ક્ષેત્ર કે ધર્મની નથી તે તો માનવતાનું જ્ઞાન પ્રદાન (Gita gives knowledge) કરે છે. હરિયાણા સ્થિત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં (International Gita Festival) ઓમ બિરલા ભાગ લેવા માટે આવ્યાં હતા તેની સાથે હરિયાણાના મુખ્યપ્રધાન એમએલ ખટ્ટર અને વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા (Assembly Speaker Gyanchand Gupta) ઉપસ્થિત હતા.
નાની ગીતા સારના ભાગને વાંચ્યા બાદ પણ જીવન જીવવાનો માર્ગ મોકળો
વિશેષ ઓમ બિરલાએ જણાવ્યું કે, માણસના જીવનમાં કોઇ દિવસ અંધકાર છવાઇ જાય તો ગીતા તેને પ્રકાશમાં લાવવાનો માર્ગ ચીંધી શકે છે તે એટલી ક્ષમતા ધરાવે છે. આ સાથે એ પણ વાત કરે છે કે, એક નાની ગીતા સારના ભાગને વાંચ્યા બાદ પણ જીવન જીવવાનો માર્ગ સહેલો બને છે.
ઓમ બિરલાએ કહ્યું ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ
ઓમ બિરલાએ કહ્યું હતું કે, ભારત વિશ્વનું સૌથી મોટો લોકતાંત્રિક ધરાવતો દેશ છે અને તેનો પાયો હજારો વર્ષો પહેલા ઋષિઓ અને વિચારકો દ્વારા નંખાયો હતો. તેણે હંમેશા ગ્રહ પર જીવન જીવનાર બધા રૂપો વચ્ચે શાંતિ, આધ્યાત્મિક અને સમાનતાના માર્ગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બિરલાએ ઉત્સવ દરમિયાન વિશ્વવિધાલયના પ્રયાસોના વખાણ કર્યા
કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય (Kurukshetra University) અને કુરુક્ષેત્ર વિકાસ બોર્ડ (Kurukshetra Development Board) દ્વારા આંતરરાષ્ટ્રીય ગીતા ઉત્સવમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મુખ્ય મહેમાન તરીકે આંમત્રણ આપવામાં આવ્યું હતું. બિરલાએ ઉત્સવ દરમિયાન વિશ્વવિધાલયના પ્રયાસોના વખાણ કર્યા હતા. વિશ્વવિધાલયની યુવા પેઢીને ઓમ બિરલાએ ગીતાથી પ્રેરણા લેવા સૂચન કર્યું હતું અને શિક્ષાઓને જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપ્યું હતું.
આધ્યાત્મિક જ્ઞાન મેળવશો તો જીવન સાચી દિશા તરફ વળશે
બિરલાએ કહ્યું કે આજે ડિજિટલ યુગમાં યુવા વર્ગ બધી રીતે સક્ષમ છે અને વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છે, ત્યારે જો તમે આધ્યાત્મિક જ્ઞાન (Spiritual knowledge) મેળવશો તો જીવન સાચી દિશા તરફ વળશે.
સુખ-દુખમાં ઈશ્વરની શરણે જઈએ છીએ એ આપણી સંસ્કૃતિ
ગીતાના સંદેશને જીવનમાં ઉતારવો જોઇએ. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સ્વતંત્રતા આંદોલનમાં શહીદ થનારએ પણ ગીતાથી પ્રેરણા લીધી હતી. ઉપરાંત આજે ભૌતિક દુનિયામાં શાંતિના વાતાવરણની જરૂરીયાત છે. આપણે બધા સુખ-દુખમાં ઈશ્વરની શરણે જઈએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે અને અમને પવિત્ર ગ્રંથ ગીતાથી (holy book Gita) પ્રેરણા મળે છે સાથે અમે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. અમે અધિકારીઓ સાથે અમારા કર્તવ્યોનું પણ પાલન કરીએ છીએ.
'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુરુક્ષેત્રના મહત્વને મનાવવા 2014માં પ્રેરણા આપી
આ વચ્ચે આ વચ્ચે, ખટ્ટરએ કહ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમે દર વર્ષે ગીતા ફેસ્ટિવલ (Gita Festival) ઉજવણી કરી ગીતા અને કુરુક્ષેત્રના મહત્વને મનાવવા 2014માં પ્રેરણા આપી હતી.
સ્વતંત્રત સેનાનીઓના 75 વર્ષ પૂરા થવા પર આજાદી કા અમૃત મહોત્સવ હેઠળ સન્માન કરવામાં આવ્યું
તેમણે કહ્યું, 'આજ ગીતા ફેસ્ટિવલ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે અને તે કર્મ, ભક્તિ, જ્ઞાન અને મોક્ષનો સાર્વભૌમિક સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આ કાર્યક્રમમાં હરિયાણા સ્વતંત્રત સેનાનીઓના 75 વર્ષ પૂરા થવા પર આજાદી કા અમૃત મહોત્સવ હેઠળ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશતા આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો એન્ટ્રી નહીં મળે