ETV Bharat / bharat

ભારતમાં કોરોનાથી બહાર આવવા વેક્સિનેશન એક માત્ર સમાધાનઃ અમેરિકી નિષ્ણાત

ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તો બીજી તરફ લોકોનું કોરોના વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. હવે આ મામલે અમેરિકાના આરોગ્ય નિષ્ણાત ડો. એન્થની ફાઉચી ભારતની કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાથી બહાર આવવા માટે વેક્સિનેશન એક માત્ર સમાધાન છે. આ સાથે જ તેમણે કોરોના મહામારીનો સામનો કરવા માટે કોરોનાની વેક્સિનનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો હતો.

ભારતમાં કોરોનાથી બહાર આવવા વેક્સિનેશન એક માત્ર સમાધાનઃ અમેરિકી નિષ્ણાત
ભારતમાં કોરોનાથી બહાર આવવા વેક્સિનેશન એક માત્ર સમાધાનઃ અમેરિકી નિષ્ણાત
author img

By

Published : May 10, 2021, 9:00 AM IST

  • ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે અમેરિકાના આરોગ્ય નિષ્ણાતે ચિંતા વ્યક્ત કરી
  • ભારતે કોરોનાની સ્થિતિમાંથી બહાર આવવા વેક્સિનેશન વધારવું પડશેઃ ડો. ફાઉચી
  • કોરોનાની વેક્સિનનું ઉત્પાદન વધારવા પર અમેરિકાના નિષ્ણાતે ભાર મૂક્યો

વોશિંગ્ટનઃ ભારતમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ કોઈનાથી છૂપી નથી. હવે અમેરિકાના આરોગ્ય નિષ્ણાત ડો. એન્થની ફાઉચીએ ભારતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાનો સામનો કરવા માટે વેક્સિનેશન એક જ માત્ર સમાધાન છે. આ સાથે જ તેમણે કોરોના મહામારીનો સામનો કરવા માટે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોનાની વેક્સિનનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ WHOએ ચીને બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી

કોરોનાનો નાશ કરવા વેક્સિનેશન એક જ ઉપાય

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના મુખ્ય મેડિકલ સલાહકાર ફાઉચીએ જણાવ્યું હતું કે, આ મહામારીનો સંપૂર્ણ નાશ કરવા માટે વેક્સિનેશન કરવું ખૂબ જ જરૂરી છે. ભારત વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનનું નિર્માતા દેશ છે. તેમને પોતાના સંસાધન મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

ભારતે ચીનની જેમ અસ્થાયી હોસ્પિટલ બનાવવાની જરૂરઃ ડો. ફાઉચી

ડો. ફાઉચીએ જણાવ્યું હતું કે, જે રીતે ચીને એક વર્ષ પહેલા અસ્થાયી હોસ્પિટલ બનાવી હતી તે રીતે ભારતે તાત્કાલિક અસ્થાયી હોસ્પિટલ બનાવવાની જરૂર છે. ભારતે આવું કરવું જ પડશે. હોસ્પિટલમાં બેડ ન હોવાથી લોકોને બહાર છોડી દેવામાં આવે છે. ઓક્સિજનની સ્થિતિ પણ નાજૂક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.