- કર્ણાટકના ચિકબલ્લાપૂરમાં જિલેટિન સ્ટિકમાં બ્લાસ્ટ
- આરોપીઓ જિલેટિન છુપાવવા જતા હતા ત્યારે જ બ્લાસ્ટ થયો
- આરોપીઓ ખોદકામ માટે જિલેટિનનો ઉપયોગ કરતા હતા
કર્ણાટકઃ કર્ણાટક રાજ્યના ચિકબલ્લાપુરમાં મંગળવારે જિલેટિન સ્ટિકમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 6 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. લોકોને જ્યારે પોલીસના દરોડા અંગે ખબર પડી તો તે લોકો જિલેટિન સ્ટિકને નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન જ જિલેટિનમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે. જાણવા મળ્યું હતું કે, આ તમામ લોકો ખોદકામ માટે જિલેટિન સ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હતા.
જિલ્લા પ્રભારી પ્રધાન અને વરિષ્ઠ અધિકારીઓને તપાસના આદેશ અપાયાઃ મુખ્યપ્રધાન
આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, કર્ણાટક ચિકબલ્લાપુરમાં થયેલી ઘટના અંગે દુઃખી છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે. આ સાથે જ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. જ્યારે મુખ્યપ્રધાને ટ્વિટ કરતા જણાવ્યું કે, જિલ્લા પ્રભારી પ્રધાન અને વરિષ્ઠ અધિકારીઓને તપાસ માટે અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવાયા છે.
દોષિતોને કડક સજા કરાશેઃ રાજ્યપ્રધાન
આ ઉપરાંત કર્ણાટકના પ્રધાને નિવેદન આપ્યું હતું કે, ખોદકામ ક્ષેત્રમાં થઈ રહેલા ગેરકાયદેસર કામ પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. જોકે, આ એક દુઃખદ ઘટના છે. અમે દરેક વ્યક્તિની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઘટનાના દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે.