જયપુર : ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસને(Kanhaiyalal murder case) લઈને ચાલી રહેલા રાજકીય ખળભળાટ વચ્ચે રાજ્યની ગેહલોત સરકારે મૃતક કન્હૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો(Government job to both sons of Kanhaiyalal) છે. બુધવારે મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિયમોમાં સુધારો કરીને બંને પુત્રોને નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે કેબિનેટની બેઠકમાં વેબ મીડિયા પર સરકારી જાહેરાત સંબંધિત નીતિને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - Kanhaiya Lal murder case : કન્હૈયાલાલ હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અટારીના ભાજપ સાથે નજીકના સંબંધો : કોંગ્રેસનો આરોપ
ગેહલોતે આપ્યું હતું આશ્વાસન - મુખ્યપ્રધાન ગેહલોત પીડિત પરિવારને મળવા ઉદયપુર ગયા હતા. તે સમયે પરિવાર અને અનેક સંસ્થાઓ તરફથી કન્હૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપવાની માંગ કરવામાં આવી હતી. આના પર ગેહલોતે આશ્વાસન આપ્યું હતું કે, સરકાર આ સમગ્ર મામલે સંવેદનશીલ છે. ટૂંક સમયમાં નિયમોમાં સુધારો કરીને યોગ્ય નિર્ણય લેશે. જ્યારે મુખ્ય સચિવ ઉષા શર્મા પણ પીડિત પરિવારને મળ્યા હતા, ત્યારે તેમણે તેમને આશ્વાસન આપ્યું હતું કે સરકાર મૃતકના બંને દિકરાઓને નોકરી આપવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો - NIAની ટીમે ટેલર કન્હૈયાલાલ હત્યા કેસમાં વધુ એક આરોપીની કરી ધરપકડ