- ગૌવંશના સંવર્ધન માટે થઇ રહ્યું છે ઉદાહરણરૂપ કાર્ય
- 1,600 ગાયને અપાયો છે આશ્રય
- CCTVથી સજ્જ છે આ ગૌશાળા
ચુરુ: દેશભરમાં ગૌરક્ષા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. લોકો ગૌવંશના સંરક્ષણ માટે જાગૃત થાય તે માટેના કાર્યક્રમ પણ યોજાવામાં આવી રહ્યાં છે. આ દિશામાં રાજસ્થાનના ચુરુના સાલાસરનું શ્રી બાલાજી સંસ્થાન ગૌવંશના સંરક્ષણ માટે ઉદાહરણ રૂપ કાર્ય કરી રહ્યું છે. આ ગૌશાળામાં ગાયના રહેવાની સહિતની તમામ સુખ સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ગૌશાળાની ખાસિયત એ છે કે અહીંયા ગૌવંશ માટે ROનું મીઠું પાણી અને ઇઝરાઇલી ટેક્નિકથી બનતા ખાસ ઘાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગ અને નિરાશ્રીત ગાયને આશરો
ગૌશાળામાં ગાયની વધારે સંખ્યા હોવાના કારણે આધુનિક મશીન પણ લગાવવામાં આવ્યું છે જે એક ક્લાકમાં 1,000 રોટલીઓ પણ બનાવે છે. આ સંસ્થાના અધ્યક્ષે ETV Bharatને જણાવ્યું હતું કે આ ગૌશાળામાં 1600 ગાય છે જેમાંથી મોટાભાગની ગાય દિવ્યાંગ અને નિરાશ્રીત છે. આ ગૌશાળાના સુરક્ષા માટે 37 CCTV લગાવવામાં આવ્યા છે.
વધુ વાંચો: જાતમહેનતથી આ લોકોએ બદલ્યું પોતાનું નસીબ
60 કર્મચારીઓ રાખે છે ગૌશાળાની સંભાળ
ગાયના ગોબરમાંથી ગૌકાષ્ટ, ધૂપ અને હવનની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. જેમાંથી ગૌકાષ્ટનો ઉપયોગ અંતિમવિધી માટે કરવામાં આવે છે. ગૌશાળામાં ગાયના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ગૌશાળામાં ICU, X-RAY રૂમ, ટ્રોમા રૂમ, ઑપરેશન થિયેટર અને OPD પણ છે. આ ગૌશાળામાં પક્ષીઓ માટે પણ 9 માળનું ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં 1,000 પક્ષીઓ રહે છે. આ ગૌશાળાની સાર સંભાળ માટે 60 કર્મચારીઓ રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો: ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ એવા ચંદ્રપુરના આ સફળ બ્લૉગરને મળો..