- એકલા હાથે ખોદ્યા બે કૂવા
- 50 વર્ષની મહિલાએ કરી મહેનત
- ગૌરીની મહેનત રંગ લાવી
કહે છે ને કે જરૂરીયાતએ આવિષ્કાની જનેતા છે. આવું જ કઇંક ગૌરીએ સાબિત કરી બતાવ્યું. સિરસીની ગૌરી નાઇકે વૃદ્ધાવસ્થામાં બે કુવા જાતે ખોદ્યા છે. તેમનું આ કામ અનેક યુવાનોને પ્રેરિત કરે છે. આપણે બધા જ ભાગીરથની પૌરાણિક કથા જાણીએ છીએ કે જે ગંગા નદીને પૃથ્વી પર લઇને આવ્યા હતાં. હવે ગૌરી નાયકને કલિયુગની ભગીરથ કહેવામાં આવે છે જેણે પોતાની સોપારીના ઝાડને પાણી પાવા માટે બે કુવા ખોદ્યા છે.
જાત મહેનતે ખોદ્યા કૂવા
ગૌરી ચંદ્રશેખર નાયકે પોતાના ઘર પાસે બે ખુલ્લા કુવા ખોદ્યા છે. પોતાની 50 વર્ષની ઉંમરમાં તેમણે એકલે હાથે બે કુવા ખોદ્યા છે. તેમની મહેનતની તમામ લોકો પ્રસંશા કરી રહ્યાં છે. તેઓએ કોઇની મદદ લીધા વગરુ પોતાની મહેનતથી ખોદેલી માટી તેઓએ અન્ય સ્થાને મોકલી 4 થી 5 મહિનાની મહેનતથી તેઓએ 60 ફૂટ ઉંડો કુવો ખોદ્યો છે. તેમની આ મહેનતનું તેમને પરીણામ મળ્યું છે તેમના સોપારીના ઝાડ માટે તેમને પુરતું પાણી મળી ગયું છે. આ અંગે ETVને જણાવ્યું હતું કે "અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પાણીની અછતથી પીડાઇએ છીએ. આથી મેં વિચાર્યું કે જો હું કુવો ખોદું છું તો મારા સોપારીના ઝાડને પાણી આપી શકીશ. મને કુવા ખોદવાના સપના આવતા હતાં આથી મેં કુવા ખોદવાનું નક્કી કર્યું ."
વધુ વાંચો: જાતમહેનતથી આ લોકોએ બદલ્યું પોતાનું નસીબ
મહેનતનું મળ્યું ફળ
આ રીતે કુવા ખોદાયા બાદ તેમાંથી પાણી નિકળતા તેમની આકરી મહેનત અને ઇમાનદારી વ્યર્થ ન ગઇ અને તેમને તેમની મહેનતનું પરીણામ મળ્યું છે. ગત વર્ષે ગૌરીએ પહેલા કુવાનું નિર્માણ કર્યું હતું. જે બાદ લોકડાઉનમાં તેમણે બીજો કૂવો ખોદ્યો હતો. સ્થાનિક લોકોએ તેમની મહેનતના વખાણ કર્યા છે. તેમના પડોશીએ જણાવ્યું હતું કે, "ગૌરીએ કોઇની પણ મદદ વગર કુવા ખોદ્યા છે. આપણે તેમની મહેનતના વખાણ કરવા જોઇએ. એક માણસ માટે કોઇની મહેનત વગર બે કૂવા ખોદવા અશક્યત વાત છે પણ તેમણે આ કરી બતાવ્યું છે. બંને કૂવામાં પાણી આવ્યું જેથી તેમની મહેનત સફળ થઇ છે."
વધુ વાંચો: આ રેલવે સ્ટેશન પર આજે પણ ધબકે છે ઇતિહાસ
અનેક લોકોએ કર્યું સન્માન
ગત વર્ષે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના વિભાગે ગૌરી નાયકના કામનું સન્માન કર્યું છે. કેટલાક ખાનગી સંગઠનોએ પણ તેમના આ પ્રયત્નને વખાણ્યો છે. ઉપરાંત સર્વ મઠ, મુરગા મઠ અને અન્યને લોકોએ ગૌરી નાઇકને સન્માન મળ્યું છે. ગૌરીનો આ કિસ્સો દર્શાવે છે કે જ્યારે કોઇ વ્યક્તિ કશું નક્કી કરી લે ત્યારે તેને રસ્તો ચોક્કસથી મળી જાય છે.