અજમેર: અજમેરમાં દરગાહના નિઝામ ગેટ પાસેથી 17 જૂને ઉશ્કેરણીજનક નિવેદન આપનાર ગૌહર ચિશ્તીની અજમેર પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી (Gauhar Chishti arrested from Hyderabad) હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ગૌહર ચિશ્તીને તેના મિત્ર મુનવ્વરે હૈદરાબાદમાં આશ્રય આપ્યો હતો. હૈદરાબાદથી ગૌહર ચિશ્તી સાથે પોલીસ રાત્રે 1.45 કલાકે અજમેર પહોંચી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા
ગૌહર ચિશ્તી 23 જૂનથી ફરાર: એડિશનલ SP વિકાસ સાંગવાને જણાવ્યું કે, ગૌહર ચિશ્તી અને તેના સહયોગીને હૈદરાબાદથી રાત્રે 11 વાગ્યે ફ્લાઇટ દ્વારા જયપુર એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. ગૌહર અને તેના સાથીની અજમેરમાં પૂછપરછ કરવામાં આવશે. અપ્રિય ભાષણ આપવા બદલ 26 જૂને કેસ નોંધવામાં આવ્યો હતો. અજમેર પોલીસ શુક્રવારે ગૌહર ચિશ્તીની ધરપકડ અંગે પણ ખુલાસો કરશે. અંજુમન કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીના ભત્રીજા ગૌહર ચિશ્તીની પોલીસે હૈદરાબાદથી ધરપકડ (Gauhar Chishti arrested from Hyderabad) કરી છે. 26 જૂને ગૌહર ચિશ્તી વિરુદ્ધ દરગાહ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ગૌહર ચિશ્તી 23 જૂનથી ફરાર હતો.
આ પણ વાંચો: પતિ હતો નપુંસક, DSP સસરાએ કહ્યું- શારીરિક સુખ આપીશ અને પછી...
ઉદયપુર હત્યાકાંડ અંગે ચિશ્તીની પૂછપરછ થશેઃ 17 જૂને ગૌહર ચિશ્તીએ નૂપુર શર્માની ધરપકડને લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. ગૌહર ચિશ્તી દ્વારા લગાવવામાં આવેલા નારાઓની જેમ જ ઉદયપુર હત્યાકાંડના મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ અત્તારીએ પણ તેમના વાયરલ વીડિયોમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૌહર ચિશ્તીના ઉશ્કેરણીજનક નિવેદનના સંબંધમાં પોલીસે તેના ચાર સાથીઓની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગૌહર ચિશ્તી હૈદરાબાદના સાઈનાથ ગંજ વિસ્તારમાં તેના મિત્ર મુન્નાવરના ઘરે છુપાયેલ હતો. ગૌહરને હૈદરાબાદથી ફ્લાઈટમાં લાવવામાં આવ્યો હતો. અહીં પોલીસ તેના ઉશ્કેરણીજનક નિવેદન અંગે પૂછપરછ કરશે. આ સાથે ઉદેપુર હત્યાકાંડના મુખ્ય આરોપીના અજમેર કનેક્શન અંગે પણ પોલીસ ચિશ્તીની પૂછપરછ કરશે.