દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
આંધી મેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
મોહનદાસ કરમચંદ ગાંધી, એ ગાંધી જેમને માત્ર ભારત જ નહિ સમગ્ર વિશ્વ પોતાના આદર્શ માને છે. એ ગાંધી જેમણે ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, એ ગાંધી કે જેમણે અહિંસાના હથિયારથી બ્રિટિશ સરકારને હલાવી નાખી, એ ગાંધી કે જેમણે સાદગીના સૌદર્યના એક નવી દિશા આપી. અને આખરે ભારતને આઝાદી મળ્યાના માત્ર 6 મહિનામાં આ જીવનદીપ બુઝાઈ ગયો...
દક્ષિણ આફ્રિકાથી શરૂ થઈ લડત: મોહનદાસ કરમચંદ ગાંધીએ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરની ધરા પર જન્મ લીધો હતો. મહાત્મા ગાંધીએ ચંપારણ ચળવળ, ખેડા ચળવળ, ખિલાફત ચળવળ, મીઠું ચળવળ અને ભારત છોડો ચળવળનું સફળ નેતૃત્વ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયના લોકોના અધિકારો માટે શરૂ થયેલી લડત ભારતની આઝાદીમાં પરિવર્તિત થઈ અને આખો દેશ તેમની આ ચળવળમાં જોડાયો. ગાંધીજીએ 1915માં ભારત પાછા ફર્યા બાદ જમીન કર અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો અને આ માટે તેમણે ખેડૂતો, મજૂરો અને શહેરી કામદારોને એક કર્યા. 1921માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની લગામ સંભાળ્યા બાદ ગરીબી મુક્ત કરવા, મહિલાઓના અધિકારો, ધાર્મિક અને જ્ઞાતિ એકતા અને અસ્પૃશ્યતાને ડામવા દેશભરમાં ઘણા કાર્યક્રમો કર્યા.
4 મે, 1921 ના રોજ, તેમણે યંગ ઈન્ડિયામાં લખ્યું,
'હું ફરીથી જન્મ લેવા માંગતો નથી. પરંતુ, જો મારે પુનર્જન્મ લેવો હોય તો, હું અસ્પૃશ્ય તરીકે જન્મ લેવા માંગુ છું, જેથી હું તેમના દુ:ખ, વેદના અને તેમના અપમાનને વહેંચી શકું અને મારી જાતને અને તેમને તે દયનીય સ્થિતિમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરી શકું.'' તેમણે એમ પણ કહ્યું હતું, 'હું મરવાનું પસંદ કરીશ જેથી તેઓ જીવી શકે અને સંપૂર્ણ સ્વાભિમાન સાથે જીવી શકે.
તમારું જીવન જ તમારો સંદેશ: ગાંધીજીનું માનવું હતું કે તમારું જીવન જ તમારો સંદેશ છે અને આ મંત્રને તેમણે પોતાના જીવનમાં ઉતાર્યો છે. ભારતમાં વિવિધ પ્રસંગોએ તેમને ઘણા વર્ષો સુધી જેલમાં રહેવું પડ્યું હતું. ગાંધીજીએ દરેક સંજોગોમાં અહિંસા અને સત્યનું પાલન કર્યું અને દરેકને તેનું પાલન કરવાની હિમાયત પણ કરી. તેમણે સાબરમતી આશ્રમમાં તેમનું જીવન વિતાવ્યું અને પરંપરાગત ભારતીય પહેરવેશ ધોતી અને કપાસની શાલ પહેરી હતી જે તેમણે પોતે ચરખા પર યાર્ન સ્પિન કરીને બનાવેલી હતી. તેમણે સાદું શાકાહારી ખોરાક ખાધો અને આત્મશુદ્ધિ માટે લાંબા ઉપવાસ કર્યા.
ગાંધીજી અને આંબેડકર વચ્ચે વિવાદ: બાબા સાહેબ અને મહાત્મા ગાંધી વચ્ચે વિવાદ અસ્પૃશ્યતાને લઈને હતો. ગાંધીજી જાતિ વ્યવસ્થામાંથી અસ્પૃશ્યતાને દૂર કરવા માંગતા હતા જ્યારે આંબેડકર સમગ્ર જાતિ વ્યવસ્થાને નાબૂદ કરવા માંગતા હતા. ગાંધીજી જાતિ વ્યવસ્થાના સમર્થક હતા. જોકે, બંને દલિતોની સ્થિતિ સુધારવાની તરફેણમાં હતા. અને આ મુદ્દે બંને એકબીજાના વિરોધી બની ગયા હતા. ગાંધીજીના મતે જો જાતિ વ્યવસ્થામાંથી અસ્પૃશ્યતા જેવા અભિશાપને દૂર કરવામાં આવે તો સમગ્ર વ્યવસ્થા સમાજના હિતમાં કામ કરી શકે છે. સાથે જ બાબા સાહેબે જાતિ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખતમ કરવાની વાત કરી હતી. તેથી, આંબેડકરના મતે, જ્યાં સુધી સમાજમાં જાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં છે ત્યાં સુધી અસ્પૃશ્યતા જેવા અભિશાપ નવા સ્વરૂપોમાં સમાજમાં ખીલતા રહેશે.
“आप मुझे बेड़ियों से जकड़ सकते हैं, यातना दे सकते हैं, आप इस शरीर को ख़त्म भी कर सकते हैं, लेकिन आप मेरे विचारों को क़ैद नहीं कर सकते।”
- महात्मा गाँधी
આજે ગાંધીજી હોત તો ? આજે ગાંધીજી ભલે જીવિત નથી, પરંતુ તેમના વિચારો, તેમનું જીવન હંમેશા લોકોને પ્રેરણા આપતું રહ્યું છે. આઝાદીના 77 વર્ષે જ્યારે દેશ આઝાદી ભોગવી રહ્યો છે. ત્યારે એક વિચાર ચોક્ક્સથી આવે કે જો અત્યારે ગાંઘીજી જીવતા હોત તો અત્યારે તેમનો સંદેશો શું હોત ? ભારતના લોકોમાં તે-જે સમયની ચેતના જગાડી આઝાદી માટે એક કરનાર ગાંધીજી આજે કઈ ઉર્જાનો સંચાર કરતા ? સ્વદેશીના હિમાયતી ગાંધીજી આજે કઈ વિદેશી ચીજોનો બહિષ્કાર કરતા ?