- રશિયાના જીજોજ્દિની ગોરોદોક શહેરમાં એક વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી
- ભારતીય અવકાશયાત્રીઓને તાલીમ માટે ઇસરો અને રશિયન કંપની વચ્ચે કરાર થયો હતો
- ઇસરોનો ગગનયાન કાર્યક્રમ મનુષ્યને અવકાશમાં મોકલવાનો પ્રયાસ: અવકાશ પ્રધાન જીતેન્દ્રસિંહ
મોસ્કો (રશિયા): ભારતથી અવકાશમાં જવા માટેના ગગનયાન મિશન અંતર્ગત 4 અવકાશયાત્રીઓએ રશિયાના 'જીજોજ્દિની ગોરોદોક' શહેરમાં એક વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગગનયાન મિશનનો ઉદ્દેશ 'ઑર્બિટલ સ્પેસક્રાફ્ટ' સાથે ચારેય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનો છે.
આ પણ વાંચો: ઇસરોએ સાઉન્ડીંગ રોકેટ RH-560 લોન્ચ કર્યું, ન્યૂટ્રલ વિંડ અને પ્લાઝમા ડાયનેમિક્સનો અભ્યાસ કરશે
ઇસરો અને રશિયન કંપની વચ્ચે 2019માં કરાર
રશિયન રાજ્યના અવકાશ નિગમના પ્રમુખ દિમિત્રી રોગોજિને તેમના ટેલિગ્રામ ચેનલ પર સ્પુટનિકને ધ્યાને રાખીને કહ્યું છે કે, 'ભારતીય અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને રશિયન કંપની ગ્લેવ કૉસ્મોસ વચ્ચે જૂન 2019માં કરાર થયો હતો. તેમાં, એક ગ્રુપ કેપ્ટન અને ભારતીય વાયુ સેનાના 3 વિંગ કમાન્ડર શામેલ થયા છે. આ ચારેય અવકાશયાત્રીઓની તાલીમ 10 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ હતી, પરંતુ કોવિડ -19 રોગચાળાને લીધે, તાલીમ બંધ કરવી પડી હતી.
આ પણ વાંચો: ભારત 2021 ની શરૂઆતમાં લૉન્ચ કરી શકે છે ચંદ્રયાન 3 મિશન
બીજા માનવરહિત મિશન પછી લોન્ચ કરાશે
રશિયામાં તાલીમ લીધા બાદ હવે આ અવકાશયાત્રીઓ ભારતમાં તાલીમ મોડ્યુલથી તાલીમ લેશે. રશિયાથી પરત આવ્યા પછી, તેઓને ઇસરો દ્વારા રચાયેલ ક્રૂ અને સર્વિસ મોડ્યુલની તાલીમ આપવામાં આવશે, જેમાં તાલીમના 3 ભાગો જોવા મળશે. તાલીમ પૂર્ણ થયા પછી, આ 4 અવકાશયાત્રીઓને ગગનયાન દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તેવું, ઇસરોના અધિકારીઓએ કહ્યું હતું. ગગનયાન પ્રોજેક્ટ માટે ભારત સરકારે દસ હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. અવકાશ વિભાગના જણાવ્યા અનુસાર, ભારતનું પ્રથમ માનવસહિત અવકાશયાન 'ગગનયાન' 2022-23માં બીજા માનવરહિત મિશન પછી લોન્ચ કરવાની યોજના છે. તાજેતરમાં, કેન્દ્રીય અણુ ઉર્જા અને અવકાશ પ્રધાન જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, ઇસરોનો ગગનયાન કાર્યક્રમ મનુષ્યને અવકાશમાં મોકલવાનો પ્રયાસ છે.