ETV Bharat / bharat

Bipin Rawat Cremation: આજે સાંજે બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે, શુક્રવારે અંતિમ સંસ્કાર - Tribute to Bipin Rawat

તમિલનાડુના કુન્નુર પાસે બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Coonoor helicopter Crash) ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા, ત્યારે શુક્રવારે દિલ્હી છાવણીમાં બંનેના અંતિમ સંસ્કાર(Bipin Rawat Cremation) કરવામાં આવશે.

Bipin Rawat Cremation: આજે સાંજે બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે, શુક્રવારે અંતિમ સંસ્કાર

author img

By

Published : Dec 9, 2021, 7:08 AM IST

  • બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે
  • પાર્થિવ દેહ લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે
  • CDS જનરલ બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ લેફ્ટનન્ટ જનરલ રહી ચૂક્યા

નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાનું બુધવારે તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ(Coonoor helicopter Crash) થયું છે. મળતી માહિતી મુજબ ગુરુવાર સાંજ સુધીમાં તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે દિલ્હી છાવણીમાં બંનેના અંતિમ સંસ્કાર(Bipin Rawat Cremation) કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રાવતના ગૃહ રાજ્ય ઉત્તરાખંડમાં રાજ્ય સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.

પાર્થિવ દેહ લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે

CDS જનરલ બિપિન રાવત(general bipin rawat) અને તેમની પત્નીના પાર્થિવ દેહ ગુરુવાર સાંજ સુધીમાં લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે. શુક્રવારે પતિ-પત્નીના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવશે અને લોકોને સવારે 11 થી 2 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. તે પછી તેમની અંતિમ યાત્રા કામરાજ માર્ગથી દિલ્હી છાવણીના બ્રાર ચૌરાહા સ્મશાન ઘાટ સુધી કાઢવામાં આવશે. તેમની નાની બહેન અને ભાઈ પણ અંતિમ સંસ્કાર માટે ત્યાં હાજર રહેશે.

3 દિવસનો રાજ્ય શોક

ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ CDSના નિધન પર રાજ્યમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. CMએ કહ્યું, CDS જનરલ બિપિન રાવતના નિધન(Death of General Bipin Rawat) વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.

ઉત્તરાખંડ સાથે ઊંડો સંબંધ

તમને જણાવી દઈએ કે દિવંગત બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો. તેમનો પરિવાર પેઢીઓથી દેશની સેનામાં સેવા આપી રહ્યો છે. તેમના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ લેફ્ટનન્ટ જનરલ રહી ચૂક્યા છે.

રક્ષા પ્રધાન પરિવાર પાસે પહોંચ્યા

દુર્ઘટનાના સમાચાર પછી, સંબંધીઓ અને નજીકના મિત્રો દિલ્હીમાં CDSના બંગલે પહોંચવા લાગ્યા છે. પ્રથમ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પીડિત પરિવારને મળ્યા, ત્યારબાદ ઉત્તરાખંડના ભૂતપૂર્વ CM તીરથ સિંહ રાવતે, જ્યાં તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.

CCS મીટીંગમાં શ્રદ્ધાંજલિ

બુધવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિ (CCS) ની બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ(Tribute to Bipin Rawat) આપવામાં આવી હતી. વડા પ્રધાનના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર આયોજિત આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિદેશ પ્રધાન એસ જયશંકર હાજર હતા. બેઠક બાદ હવે વડા પ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે અલગ-અલગ લાંબી મુલાકાત થઈ હતી.

આ પણ વાંચોઃ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.