- ડોમિનિકા હાઈકોર્ટે કૌભાંડી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર લગાવ્યો પ્રતિબંધ
- ભાગેડુ મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે
- ડોમિનિકા હાઈકોર્ટમાં હવે આગામી 2 જૂને થશે સુનાવણી
નવી દિલ્હીઃ ડોમિનિકા હાઈકોર્ટે શુક્રવારે ફરી એક વાર કૌભાંડી ભારતીય વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. ત્યારથી તે ભારતથી વિદેશ ભાગી ગયો હતો. જસ્ટિસ એમ. ઈ. બિર્ની સ્ટિફેન્સને પોતાના આદેશમાં ચોક્સીને અત્યારે ડોમિનિકામાં જ રહેવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે, ચોક્સી સાથે જોડાયેલા મામલાની આગામી સુનાવણી 2 જૂને સુનાવણી થશે.
આ પણ વાંચો- કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવ્યો
ચોક્સીના મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવો જોઈએઃ કોર્ટ
ચોક્સીના વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી કેદી પ્રત્યક્ષીકરણ અરજી પર સુનાવણી કરતા સમયે કોર્ટે આ નિર્ણય કર્યો હતો. ડોમિનિકન હાઈકોર્ટે કહ્યું હતું કે, ચોક્સીને મેડિકલ દેખરેખ અને કોવિડ-19 ટેસ્ટ માટે દરેક પરિસ્થિતિમાં ડોમિનિકા ચાઈના ફ્રેન્ડશિપ હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.
આ પણ વાંચો- ભાગેડું નીરવ મોદીને ભારત લાવી શકાશે, યૂકે કોર્ટે આપી મંજૂરી
CBI અને EDએ મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કર્યો છે
13,500 કરોડ રૂપિયાના PNB કૌભાંડ મામલામાં સીબીઆઈ અને ઈડીએ ભાગેડુ જાહેર કરેલો ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ તપાસ કરતા બુધવારે તેને ડોમિનિકામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આની પહેલાના દિવસે ભારતમાં ચોક્સીના વકીલ, વિજય અગ્રવાલે IANSને જણાવ્યું હતું કે, ડોમિનિકાની એક કોર્ટે મેહુલ ચોક્સી વિરુદ્ધ એટોર્નિ જનરલ ઓફ કોમનવેલ્થ અને પોલીસ પ્રમુખ શીર્ષકથી કેદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરવા પર આગામી આદેશ સુધી ચોક્સીને ડોમિનિકામાંથી હટાવવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે.