ETV Bharat / bharat

તમે જે તેલનો ઉપયોગ ભોજનમાં કરો છો એ ભેળસેળવાળું તો નથી ને? આ 2 રીતથી કરો ચકાસણી - ભેળસેળવાળું તેલ

ભેળસેળવાળા તેલની ઓળખ થાય તે માટે FSSAIએ 2 રીતો શેર કરી છે જેના દ્વારા તમે સરળતાથી એ જાણી શકો છો કે તમે ભોજન બનાવવા માટે જે તેલ વાપરો છો તેની ગુણવત્તા કેવી છે. થોડીક જ મિનિટોમાં તમે એ ચકાસી શકો છો કે બજારમાંથી લાવેલા ખાદ્યતેલનો ઉપયોગ તમારે ભોજનમાં કરવો જોઇએ કે કેમ.

ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવાની 2 સરળ રીત FSSAIએ શેર કરી

author img

By

Published : Sep 25, 2021, 1:17 PM IST

  • FSSAIએ તેલની ક્વોલિટી ચેક કરવાની 2 રીતો શેર કરી
  • પાણી અને કૉન્સેંટ્રેટિડ હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી ચકાસી શકો છો ખાદ્યતેલની ગુણવત્તા
  • માખણ દ્વારા પણ તેલની ગુણવત્તા કેવી છે તે જાણી શકાય છે

ન્યુઝ ડેસ્ક: શાકભાજીમાં ઉપયોગ થનારું કૂકિંગ ઑઇલ જો ભેળસેળવાળું હોય તો આપણા સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે. આનું નિયમિત સેવન માણસની ઉંમર ઘટાડી શકે છે. તેલની ક્વોલિટી ઘટાડવા માટે નફાખોર આમાં મેટનિલ યેલો જેવા કોઈ રંગ અથવા tri-ortho-cresly-phosphate (TOCP) જેવા કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરે છે, જે જીવલેણ છે.

2 મિનિટમાં ચકાસી શકો છો તેલની ગુણવત્તા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ તાજેતરમાં જ ટ્વિટર હેન્ડલ પર 2 વિડીયો શેર કર્યા છે. આ વિડીયોમાં તેલની ગુણવત્તાને પારખવાની શાનદાર રીત દર્શાવવામાં આવી છે. તેના દ્વારા કોઈપણ માણસ ફક્ત 2 મિનિટમાં તેલની ગુણવત્તાને તપાસી લેશે અને ભેળસેળવાળું તેલ ખાવાથી બચી જશે.

તેલની ક્વોલિટી કેવી રીતે પારખવી?

જો ખાવાના તેલમાં મેટનિલ યેલો જેવા કોઈ કલરનો ઉપયોગ થયો છે તો તમે ઘણી સરળતાથી તેને ડિટેક્ટ કરી શકો છો. FSSAI પ્રમાણે એક ટેસ્ટ ટ્યુબમાં લગભગ 1ml તેલ નાંખો અને લગભગ 4ml પાણી મિલાવીને તેને સારી રીતે ભેળવો. હવે કોઈ અન્ય ટ્યૂબમાં આનું 2ml મિશ્રણ નાંખો અને પછી 2ml કૉન્સેંટ્રેટિડ હાઇડ્રોક્લોરિક એસિડ ભેળવો. તમે જોશો કે શુદ્ધ તેલના ઉપરના લેયરનો કલર બિલકુલ નહીં બદલાય, જ્યારે ભેળસેળવાળા તેલના ઉપરના લેયરનો કલર બદલાઈ જશે. આ રીતે તમે શુદ્ધ અને ભેળસેળવાળા તેલની વચ્ચેનો ફર્ક સરળતાથી સમજી જશો.

TOCPવાળા ભેળસેળ તેલને કઈ રીતે ઓળખવું?

FSSAIએ TOCPની મદથી તૈયાર ભેળસેળવાળા તેલની તપાસ કરવાની રીત પણ શેર કરી છે. તેલમાં કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ થયો છે કે નહીં, તેને સમજવા માટે એક સિમ્પલ ટેસ્ટ કરો. સૌથી પહેલા 2 અલગ-અલગ ગ્લાસમાં લગભગ 2ml તેલ લો. ત્યારબાદ બંને ગ્લાસમાં માખણનો એક નાનકડો ટૂકડો નાંખો. માખણ નાંખ્યા બાદ તમને શુદ્ધ તેલમાં કોઈ બદલાવ જોવા નહીં મળે, પરંતુ ભેળસેળવાળા તેલની ઉપરની સપાટીનો રંગ બદલાઈને લાલ થઈ જશે. બજારથી તેલ ખરીદ્યા બાદ તેને ખાતા પહેલા તમારે આ રીતે તેલની ગુણવત્તા ચેક કરી લેવી જોઇએ.

આ પણ વાંચો: રાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું

આ પણ વાંચો: સુરતમાં બ્રાન્ડેડ કંપનીના લેબલનો ઉપયોગ કરી નકલી તેલ-ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.