નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશના લોકોને શુભકામનાઓ.
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ રાષ્ટ્રને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી અને લોકોને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે,"હેપ્પી રક્ષાબંધન! રક્ષાબંધન ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ અને આદરના ખાસ અને ઉંડા મૂળના બંધનની ઉજવણી છે. આ શુભ દિવસે, ચાલો આપણે મહિલાઓના ગૌરવને જાળવી રાખવા અને તેમના માટે દરેક સમયે સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કરીએ".
આ પણ વાંચો : રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયો અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ દેશને તહેવારની શુભેચ્છા પાઠવી હતી. શાહે ટ્વિટ કર્યું, "રક્ષાબંધનના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."
હિન્દુ સંસ્કૃતિમાં સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક રક્ષાબંધનનો તહેવાર છે, સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પવિત્ર સંબધને ઉજવવામાં આવે છે.. પરંપરાગત રીતે, આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને બંને ભેટોની આપ -લે કરે છે.
આ પણ વાંચો :કાબુલ એરપોર્ટની દિવાલ પાર કરનાર અને વાયરલ થયેલી તસ્વીરના બાળકનું પાછળથી શું થયું...