જમ્મુ: 370 હટાવી તેના 4 વર્ષ થઈ ગઈ ગયા છે.એક બાજુ અમૂક વિસ્તારમાં 370 હટાવવાનો આંનદ જોવા મળી રહ્યો છે. બીજી બાજૂ કાશ્મીરના રાજકીય પક્ષો ફરી એકવાર કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો દાવો ખોટો છે કે જમ્મુ-કાશ્મીરમાં બધું સામાન્ય છે.
પરવાનગી આપવાનો ઇનકાર: તેમણે કહ્યું કે એક તરફ, સમગ્ર શ્રીનગરમાં કાશ્મીરીઓને કલમ 370 ના ગેરકાયદેસર નાબૂદીની 'ઉજવણી' કરવાનું કહેતા વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જ્યારે લોકોની વાસ્તવિક ભાવનાનું ગળું દબાવવા માટે ઘાતકી બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવી આશા છે કે જ્યારે આર્ટિકલ 370 પર સુનાવણી થઈ રહી છે ત્યારે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઘટનાક્રમને ધ્યાનમાં લેશે. જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે પીડીપીએ સેમિનાર અથવા ચર્ચા કરવા માટે પરવાનગી માંગી હતી. પરંતુ જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેને રદ્દ કરી દીધું. મીડિયા અહેવાલો અનુસાર, શ્રીનગર પ્રશાસને પાર્ટીને કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.
-
I’ve been put under house arrest along with other senior PDP leaders today. This comes after a midnight crackdown where scores of my party men are illegally detained in police stations. GOIs false claims about normalcy to the SC stands exposed by theirs actions driven by… pic.twitter.com/gqp25Ku2CJ
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’ve been put under house arrest along with other senior PDP leaders today. This comes after a midnight crackdown where scores of my party men are illegally detained in police stations. GOIs false claims about normalcy to the SC stands exposed by theirs actions driven by… pic.twitter.com/gqp25Ku2CJ
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2023I’ve been put under house arrest along with other senior PDP leaders today. This comes after a midnight crackdown where scores of my party men are illegally detained in police stations. GOIs false claims about normalcy to the SC stands exposed by theirs actions driven by… pic.twitter.com/gqp25Ku2CJ
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2023
મુફ્તીએ શનિવારે કર્યું ટ્વિટ: આ ક્રમમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા અને પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીનું તાજેતરનું નિવેદન આવ્યું છે, જેઓ જમ્મુ-કાશ્મીરમાં ભાજપની મદદથી સરકાર ચલાવતા હતા. તેણે આરોપ લગાવ્યો છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેને નજરકેદ કરી દીધો છે. કલમ 370 હટાવવા પહેલા જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન રહેલા પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ શનિવારે એક ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે પીડીપીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે આજે મને નજરકેદ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી મધ્ય રાત્રી બાદ થઈ હતી. તેમણે કહ્યું કે મારા પક્ષના ઘણા લોકોની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે. તેઓને પોલીસ સ્ટેશનમાં બંધ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકાર સુપ્રીમ કોર્ટને કહે છે કે જમ્મુ-કાશ્મીરમાં બધું સામાન્ય છે. પરંતુ આજની કાર્યવાહીએ તેમના ખોટા દાવાને બધાની સામે ખુલ્લા પાડી દીધા છે.