ETV Bharat / bharat

Jharkhand News : ઝારખંડમાં જૂના આહરમાં ડૂબી જવાથી ચાર વિદ્યાર્થીનીઓના મૃત્યુ, વિસ્તારમાં શોક જોવા મળ્યો

ઝારખંડના પલામુમાં એક ભયંકર ઘટના બની છે. રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સરજામાં જૂના આહરમાં ડૂબી જવાથી ચાર છોકરીઓના મૃત્યુ થયા છે. ગુરુવારે મોડી રાત્રે ઘણી શોધખોળ બાદ તમામ યુવતીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Jharkhand News : ઝારખંડમાં જૂના આહરમાં ડૂબી જવાથી ચાર વિદ્યાર્થીનીઓના મૃત્યુ, વિસ્તારમાં શોકનો માતમ

author img

By

Published : Jul 21, 2023, 5:37 PM IST

પલામુ : જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સરજામાં જૂના આહરમાં ડૂબી જવાથી ચાર શાળાની છોકરીઓના મૃત્યુ થયા છે. ગુરુવારે મોડી રાત્રે ચાર યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ યુવતીઓ ઉલદાંડા પંચાયતની રહેવાસી છે.

શુું છે સમગ્ર બનાવ : પલામુમાં બાળકોના મૃત્યુની ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરુવારે તમામ સરજા સ્થિત નીલામ્બર પીતાંબર સ્કૂલમાં અભ્યાસ કરવા ગયા હતા. મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિજનોએ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ઘણી શોધ કર્યા બાદ જાણવા મળ્યું કે, તે યુવતીઓ જૂના આહર પાસે જોવા મળી હતી. તેના ડૂબી જવાની આશંકાથી અહરમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પછી મોડી રાત્રે શાળાની પાછળ આવેલા આહરમાંથી તમામ છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

કોણ હતી તે છોકરીઓ : ઘટનાની પુષ્ટિ કરતા રામગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રભાત રંજન રાયે જણાવ્યું કે, સ્થાનિક ગ્રામવાસીઓએ મોડી રાત્રે જાણ કરી કે છોકરીઓના મૃતદેહ તળાવમાં છે. આ માહિતીના પ્રકાશમાં, પોલીસે સ્થળ પર જઈને તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહને બહાર કાઢ્યા બાદ પંચનામું કરવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમ માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. મૃત્યુ પામનાર યુવતીઓની ઉંમર 8થી 10 વર્ષની વચ્ચે છે. આ છોકરીઓ નીલામ્બર પીતાંબર સ્કૂલની એલકેજીમાં અભ્યાસ કરતી હતી. મૃતકોમાં 8 વર્ષીય આરાધના કુમારી, 8 વર્ષીય છાયા ખાખા, 6 વર્ષીય સલ્મી કુમારી અને અન્ય એક વિદ્યાર્થીનીની ઓળખ કરવાનો પ્રયાસ ચાલુ છે.

કેવી રીતે છોકરીઓ ડૂબી : સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે, ચારેય છોકરીઓ કેવી રીતે ડૂબી ગઈ તે જાણી શકાયું નથી, પોલીસ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. શાળામાંથી છોકરીઓ જૂના આહર સુધી કેવી રીતે પહોંચી તે જાણી શકાયું નથી. પોલીસ શુક્રવારે ફરી ગામમાં ગઈ છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. આ ઉપરાંત એક અઠવાડિયા પહેલા પલામુના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળાવમાં ડૂબી જવાથી બે છોકરીઓના મૃત્યુ થયા હતા.

  1. Navsari Rain : મંદિર ગામે કાર ગરનાળામાં ડૂબી, કારમાં સવાર લોકોએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા
  2. Mumbai Video Viral: ફોટા પડાવતાં મુંબઈના દરિયામાં ડૂબી મહિલા, વીડિયો વાયરલ
  3. Jamnagar Rain: વરસાદી ખાડામાં ડૂબી જવાથી યુવકનું મોત

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.