દુર્ગ: છત્તીસગઢના દુર્ગ જિલ્લાના (Chhattisgarh Crime News) કુમ્હારી પોલીસ સ્ટેશન હેઠળના, અકોલા ગામમાં એક જ પરિવારના 4 લોકોની ઘાતકી હત્યા (brutal murder in kumhari of durg) કરવામાં આવી છે. હત્યારાએ પતિ પત્ની સહિત 2 બાળકો પર કુહાડી વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી. આ ઘટના, મધ્યરાત્રિએ બની હોવાનું કહેવાય છે. મૃતક ઓડિશાનો વતની ભોલાનાથ બારી તેના પરિવાર સાથે અકોલામાં ભાડે રહેતો હતો. આ ઘટનાની માહિતી મળતા જ, SP અભિષેક પલ્લવ સહિત કુમહારી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ત્યાં પહોંચી ગયો છે હતો. ડોગ સ્કવોડની ટીમ ઉપરાંત, ફોરેન્સિક નિષ્ણાતો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી.
જમીન વિવાદમાં ભાઈની હત્યાની આશંકા: પોલીસે મૃતકના ભાઈ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મૃતકોની ઓળખ ભોલાનાથ યાદવ 34 વર્ષ, પત્ની નાયલા યાદવ 30 વર્ષ, પુત્ર પરમદ યાદવ 12 વર્ષ અને પુત્રી મુક્તા યાદવ 7 વર્ષની (Four people killed in Durg) થઈ છે. ભોલાનાથ યાદવ છેલ્લા 12 વર્ષથી કુમ્હારીના બારીમાં રહેતો હતો. તે મૂળ બલંગીર ગામ ડીરગા સિંધી કલા ઓડિશાનો છે.
દુર્ગના કુમ્હારી માં ક્રૂર હત્યાઃ દુર્ગના SP અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે, "પતિ પત્ની અને 2 (kumhari durg crime news) બાળકોની કુહાડી વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. કુહાડી મળી આવી છે. પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળે છે કે, આરોપી ઘરની ગતિવિધી વિશે જાણે છે. શરીર પર ઈજાના નિશાન છે. ગળું દબાવવાના કોઈ નિશાન દેખાતા નથી. જમીન વિવાદ હોઈ શકે છે. ફિંગર પ્રિન્ટ લેવામાં આવી છે. આ ઘટના રાત્રીના 8.30 થી 10.00 વાગ્યાની વચ્ચે બની હોય એવું લાગે છે.