અસમ: ગુવાહાટીમાં બોરાગાંવ નજીક નિઝારાપર વિસ્તારમાં મંગળવારે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 4 લોકોનાં મૃત્યુ (Assam Four died in landslide) થયાં હતાં. શહેરમાં સોમવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું.
આ પણ વાંચો: PM Modi Maharashtra visit: વડા પ્રધાન મોદીના હસ્તે તુકારામ મહારાજની મૂર્તિ અને શિલા મંદિરનું લોકાર્પણ
ગુવાહાટી પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નબનીત મહંતાએ જણાવ્યું હતું કે, ચારેય મૃતકો (Four died in landslide at Guwahati city) દૈનિક વેતન મજૂર હતા અને બોરાગાંવ વિસ્તારમાં સ્થિત મકાનમાં રહેતા હતા. તેઓ નજીકના ટેકરી પરથી ભૂસ્ખલનને કારણે ઘરમાં ફસાઈ ગયા હતા અને બચાવ ટુકડીઓના અથાક પ્રયાસો બાદ તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Amarnath Yatra 2022 : અમરનાથ યાત્રામાં યાત્રિકો માટે નવું જાહેરનામું, કરવું પડશે આ કામ
મૃતકોની ઓળખ મોનોવર હુસૈન તરીકે થઈ છે, જેઓ ધુબરીના રહેવાસી છે, મોતીઉર રહેમાન અને હસનુ અલી, બંને કોકરાઝારના રહેવાસી છે અને ગોલકગંજના આમરુલ હક છે. રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (Assam disaster response force), રાજ્ય ફાયર અને ઈમરજન્સી સેવાઓ અને પોલીસ સવારથી જ અવિરત બચાવ કામગીરી કરી રહી હતી. શહેરના જ્યોતિનગર વિસ્તાર, બસિષ્ઠા, નબગ્રહ અને ગાંધી મંડપ વિસ્તારમાંથી પણ ભૂસ્ખલનના અહેવાલ છે. રાતભર પડેલા વરસાદ અને ભૂસ્ખલનને કારણે આવશ્યક સેવાઓ ભારે ખોરવાઈ ગઈ છે.