- બિહારમાં હોલીકા દહન વખતે ત્રણ બાળકોના મોત
- હોલીકા દહન દરમિયાન દાઝી જતા બાળકોના મોત થયા
- એક બાળક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
બિહારઃ રાજ્યના બોધગયા ગામમાંથી હોલીકા દહન વખતે દાઝી જતા ત્રણ બાળકોના મોત થયું છે. જ્યારે એક બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈ પરિવારજનોમાં માતમ છવાયો છે.
આ પણ વાંચોઃ LED બલ્બ બનાવતી ક્રોમટન કંપનીનાં કર્મચારીનું દાઝી મોત
તમામ બાળકો 12થી 13 વર્ષની ઉંમરના
પોલીસે મૃતક બાળકોની ઓળખ કલેશ્વર માંઝીનો 12 વર્ષીય પુત્ર રોહિત કુમાર, બાબુલાલ માંઝીનો 13 વર્ષનો પુત્ર નંદલાલ માંઝી અને પિન્ટુ માંઝીનો 12 વર્ષનો પુત્ર ઉપેન્દ્ર કુમાર તરીકે કર્યો છે. આ સિવાય મોરતાલ પંચાયતના ઉપપ્રમુખ ગીતા દેવીનો 12 વર્ષીય પુત્ર રિતેશ કુમાર નજીકની હોસ્પિટલમાં સારવાળ હેઠળ છે.