શ્રીનગર: સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા(Terrorist Associates in Pulwama) જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદીઓના ચાર કથિત સહયોગીઓની ધરપકડ(Terrorist Associates Arrested) કરી હતી. પોલીસે જણાવ્યું કે તેમની ઓળખ ઝુબેર ગુલ, આદિલ ફયાઝ ગની, બાસિત અલી અને શાહિદ નબી પંડિત તરીકે થઈ છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ મદદગોરોની અટકાયત
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "સૂચના આધારે, પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે પમ્પોરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના(Terrorist Organization Jaish e Mohammed) આતંકવાદીઓને મદદ કરતા ચાર સહયોગીની અટકાયત કરી હતી. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ સામગ્રી, હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
આતંકવાદીઓને આશ્રય અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ
પ્રવક્તાએ કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ધરપકડ કરાયેલા આતંકવાદી સહયોગીઓ જૈશ કમાન્ડરોના(Jaish Militants Arrested) સંપર્કમાં હતા અને હથિયારો અને દારૂગોળો લઈ જવામાં સામેલ હતા. તેણે કહ્યું કે આરોપીઓ અવંતીપોરાના સંબુરા અને પમ્પોર વિસ્તારમાં કાર્યરત આતંકવાદીઓને આશ્રય અને અન્ય લોજિસ્ટિક(Jaish Terrorist Associates Arrested) સપોર્ટ પણ પૂરા પાડતા હતા.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના લેથપોરામાં CRPF કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી