દિલ્હી: એશિયાની સૌથી સુરક્ષિત ગણાતી તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલને સસ્પેન્ડ કરવામાં આવ્યા (FORMER TIHAR JAIL DG SANDEEP GOYAL SUSPENDED)છે. ગૃહ મંત્રાલયે ગઈકાલે રાત્રે તેમના સસ્પેન્શનનો આદેશ જારી કર્યો હતો. લગભગ એક મહિના પહેલા, સુકેશ ચંદ્રશેખર કેસમાં, તેમને તિહાર જેલના ડીજી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ચોરીના પ્રકરણમાં બેદરકારી દાખવાને લઈને પલસાણાના PSI સસ્પેન્ડ
સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો: સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યપ્રધાન અને પૂર્વ PWD પ્રધાન સત્યેન્દ્ર જૈન પર પૈસા આપવાનો આરોપ લગાવ્યો(Delhi Government Minister Satyendra Jain) હતો. આ સાથે તેણે તિહાર જેલના પૂર્વ ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલને 12.5 કરોડ રૂપિયા આપવાની વાત પણ કરી હતી. સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો હતો કે સુવિધા અને સુરક્ષા આપવાના બદલામાં સંદીપ ગોયલને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાત્રે 11 વાગ્યા પછી ફરતા દંપતીને 3000નો દંડ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
સત્યેન્દ્ર જૈન તેના પ્રભાવનો ઉપયોગ કરીને જેલમાં સુવિધાઓ: હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલમાં બંધ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનને આપવામાં આવી રહેલી સુવિધાઓ અંગે રિપોર્ટ માંગ્યો હતો, આ રિપોર્ટ દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી માંગવામાં આવ્યો હતો. તાજેતરમાં, ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ કોર્ટને કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન તેના પ્રભાવનો ઉપયોગ કરીને જેલમાં સુવિધાઓ લઈ રહ્યો હતો. તેમને સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. EDએ કોર્ટને કહ્યું કે તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનને માત્ર માથાની મસાજ જ નથી આપવામાં આવી રહી, પરંતુ તેમને સમયાંતરે પગની મસાજ અને પીઠની મસાજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ કેસમાં શુક્રવારે તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા.