- રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન પહાડિયાનું નિધન
- રાજસ્થાન સરકારે 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
- પહાડિયાના જવાથી ખૂબ જ મોટી ખોટ સાંપડીઃ ગેહલોત
જયપુરઃ રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ પહાડિયાનું બુધવારે રાત્રે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. તેમના નિધન પર રાજ્ય સરકારે એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
આ પણ વાંચો- IMAના પૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું કોરોનાથી નિધન
અશોક ગેહલોતે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પહાડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગેહલોતે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાનના નિધનના સમાચાર ખૂબ જ દુઃખલ છે. પહાડિયાએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને કેન્દ્રિય પ્રધાન તરીકે લાંબા સમય સુધી દેશની સેવા કરી હતી. તેઓ દેશના વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા.
આ પણ વાંચો- ઉત્તર પ્રદેશના પ્રધાન વિજય કશ્યપનું કોરોનાથી નિધન
પહાડિયાના નિધનથી આઘાત લાગ્યોઃ ગેહલોત
આ સાથે જ મુખ્યપ્રધાને લખ્યું હતું કે, કોરોનાના કારણે પહાડિયા આપણી વચ્ચેથી જતા રહ્યા છે. તેમના નિધનથી ખૂબ જ આઘાત પહોંચ્યો છે. શરૂઆતથી જ તેમના પ્રત્યે ખૂબ જ આદર સન્માન હતું. તેમના જવાથી ખૂબ જ મોટી ખોટ સાંપડી છે. મુખ્યપ્રધાને ગુરુવારે બપોરે 12 વાગ્યે રાજ્ય પ્રધાન પરિષદની એક બેઠક બોલાવી છે, જેમાં પૂર્વ મુખ્યપ્રધાન પહાડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
રાજસ્થાનના પહેલા દલિત મુખ્યપ્રધાન હતા પહાડિયા
જગન્નાથ પહાડિયાનું જન્મ 15 જાન્યુઆરી 1932માં ભરતપુરમાં એક દલિત પરિવારમાં થયો હતો. તેઓ 6 જૂન 1980થી 14 જુલાઈ 1981 સુધી રાજસ્થાનના મુખ્યપ્રધાન હતા. પહાડિયા રાજસ્થાનના પહેલા દલિત મુખ્યપ્રધાન હતા. તેઓ હરિયાણા અને બિહારના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.