ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડા NICEને 2 કરોડ રૂપિયા ચૂકવે, કોર્ટનો નિર્દેશ - વળતર ચૂકવવા નિર્દેશ

બેંગલુરુની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાને નંદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઈઝ (NICE) લિમિટેડને 2 કરોડ રૂપિયા ચૂકવવા નિર્દેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે, 10 વર્ષ પહેલા પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ એક ઈન્ટરવ્યૂમાં NICE વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું હોવાનો આક્ષેપ છે. આ નિવેદન માટે કંપનીને વળતર સ્વરૂપે 2 કરોડ રૂપિયા ચૂકવવા કોર્ટે નિર્દેશ કર્યો છે.

પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડા NICEને 2 કરોડ રૂપિયા ચૂકવે, કોર્ટનો નિર્દેશ

author img

By

Published : Jun 22, 2021, 4:13 PM IST

  • પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાને 2 કરોડ ચૂકવવા કોર્ટનો નિર્દેશ
  • પૂર્વ વડાપ્રધાને વર્ષ 2011માં એક ઈન્ટરવ્યૂમાં NICE પર કર્યું હતું અપમાનજનક નિવેદન
  • અપમાનજનક નિવેદન આપવા બદલ NICEએ દાખલ કર્યો હતો કેસ

બેંગલુરુઃ કર્ણાટકમાં બેંગલુરુની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડાને 10 વર્ષ પહેલા એક ઈન્ટરવ્યૂમાં નંદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઈઝર (NICE) સામે અપમાનજનક નિવેદન આપવા માટે કંપનીને વળતર ચૂકવવા જણાવ્યું છે. કોર્ટે કંપનીને 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા નિર્દેશ કર્યો છે. આઠમા નગર દિવાની અને સત્ર જસ્ટિસ મલ્લનગૌડાએ NICE દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ નિર્દેશ કર્યો છે. કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર અશોક ખેની છે, જે બીદર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય છે

આ પણ વાંચો- કોરોના મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખનું વળતર આપવું શક્ય નથી : કેન્દ્ર સરકાર

કન્નડ સમાચાર ચેનલને આપેલા નિવેદન પછી થયો હતો વિવાદ

એક કન્નડ સમાચાર ચેનલ પર 28 જૂન 2011એ પ્રસારિત થયેલા ઈન્ટરવ્યૂમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે અપમાનજનક નિવેદનના કારણે કંપનીની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે દેવેગૌડાને કંપનીને 2 કરોડ રૂપિયા ચૂકવવા નિર્દેશ કર્યો છે. જનતા દળ (સેક્યુલર) પ્રમુખે NICE પરિયોજના પર નિશાન સાધ્યું હતું અને તેને 'લૂંટ' ગણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ પરિયોજના પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા. તેને કર્ણાટક હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણયોમાં યથાવત રાખ્યો છે.

આ પણ વાંચો- Gujarat High Court News - બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન સામે જંત્રીના ભાવે નક્કી કરાયેલા વળતર સામે કરાઈ અરજી

કંપનીની પરિયોજના મોટી છે અને કર્ણાટકના હિતમાં છેઃ કોર્ટ

કોર્ટે 17 જૂનના પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, કંપનીની પરિયોજના મોટી છે અને કર્ણાટકના હિતમાં છે. કોર્ટે કહ્યું હતું કે, જો ભવિષ્યમાં આ પ્રકારના અપમાનજનક નિવેદન આપવાની પરવાનગી આપવામાં આવે છે તો નિશ્ચિત રૂપે કર્ણાટક રાજ્યના વ્યાપક જાહેર હિતવાળી જેવી મોટી પરિયોજનાના અમલીકરણમાં મોડું થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોર્ટને લાગે છે કે, પ્રતિવાદી સામે કાયમી હુકમ જાહેર કરી તેવા નિવેદનો પર અંકુશ લાગવો જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.