ETV Bharat / bharat

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ કર્યા પિતાને યાદ - rahul gandhi

આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને વીર ભૂમિ સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 30મી પુણ્યતિથિ

author img

By

Published : May 21, 2021, 12:28 PM IST

  • દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 30મી પુણ્યતિથિ છે
  • પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 21મે 1991ના રોજ મૃત્યુ પામ્યા હતા
  • રાહુલે રાજીવ ગાંધીની તસવીર શેર કરી અને લખ્યું કે સત્ય, કરુણા, પ્રગતિ

ન્યુ દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 30મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના રાજકારણીઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે રાજીવ ગાંધીની તસવીર શેર કરી અને લખ્યું કે સત્ય, કરુણા, પ્રગતિ.

આ પણ વાંચોઃ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથી, જુઓ વિશેષ અહેવાલ...

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપીને ટ્વીટ કર્યું છે. રાજીવ ગાંધીની એક તસવીર શેર કરતાં તેમણે લખ્યું કે, પ્રેમથી મોટી કોઈ શક્તિ નથી, દયાથી મોટી કોઈ હિંમત નથી, કરુણાથી મોટી કોઈ શક્તિ નથી અને વિનમ્રતા કરતા મોટા કોઈ ગુરૂ નથી.

આ પણ વાંચોઃ પૂર્વ PM રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા

આપને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 21મે 1991ના રોજ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા. લિટેના આતંકવાદીઓએ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં ચૂંટણીનો પ્રચાર કરી રહેલા રાજીવ ગાંધી પાસે એક મહિલા ફૂલોનો હાર લઇને પહોંચી અને તેમના નજીક જઇને પોતાના શરીરને બોમ્બથી ઉડાવી દીધુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.