નવી દિલ્હી: ગુજરાતમાં જેલ રેડ પડ્યા બાદ કોઈ પણ જેલનું નામ લે એટલે કેદીઓના ભય ભરેલા ચહેરાઓ દેખાઈ.હાલ તો જેલની અંદરથી બિમાર થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હવે એ બહાનાઓ વધી રહ્યા છે કે કિસ્સા એ અંહિયા કહેવું મુશ્કેલ છે. દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનને ગુરુવારે સવારે તિહાર જેલના બાથરૂમમાં પડી જવાથી દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તબિયત વધુ ખરાબ થતાં તેને LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
બાથરૂમમાં લપસી ગયા: મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે સત્યેન્દ્ર જૈન સેન્ટ્રલ જેલ નંબર સાત હોસ્પિટલના એમઆઈ રૂમના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. જ્યાં તેને સામાન્ય નબળાઈ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની તપાસ કરી. તેની પલ્સ નોર્મલ હતી. પીઠ, ડાબા પગ અને ખભામાં દુખાવાની ફરિયાદને કારણે તેને ડીડીયુ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. સતેન્દ્ર જૈનને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
એક વર્ષથી તિહાર જેલમાં બંધ: આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા. આ દરમિયાન તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. તમને જણાવી દઈએ કે, અગાઉ સોમવારે તેમને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યુરોસર્જન દ્વારા જોવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની તસવીર સામે આવી હતી, જેમાં તેઓ ખૂબ જ કમજોર દેખાઈ રહ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેનું વજન 35 કિલો ઘટી ગયું છે.
અગાઉ કોર્ટમાં અરજી: સત્યેન્દ્ર જૈન એક વર્ષથી તિહાર જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના કેસમાં લગભગ એક વર્ષથી તિહાર જેલમાં બંધ છે. છેલ્લા એક વર્ષથી તેણે માત્ર ફળો જ ખાધા છે. નિયમિત આહાર લીધો નથી. સત્યેન્દ્ર જૈને અગાઉ કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે. મંદિરમાં ગયા વિના રાંધેલું ભોજન ખાતા નથી. તેઓ દરરોજ પહેલા મંદિરે જાય છે, પછી રાંધેલું ભોજન ખાય છે.
સ્નાયુઓમાં ભારે નુકસાન: પ્રાપ્ત માહિતી અનુસાર, સત્યેન્દ્ર જૈનના છેલ્લા એક વર્ષમાં કરોડરજ્જુ સંબંધિત બે ઓપરેશન થયા છે. આમ છતાં, તેમના નિયમ મુજબ, તેમણે લગભગ 358 દિવસ સુધી રાંધેલું ભોજન છોડી દીધું છે. તે માત્ર ફળો અને કાચા શાકભાજી પર જ જીવી રહ્યો છે. તબીબોના કહેવા પ્રમાણે, રાંધેલો ખોરાક ન લેવાને કારણે તેને સ્નાયુઓમાં ભારે નુકસાન થયું છે. આ સ્થિતિને મસ્ક્યુલર એટ્રોફી પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે છેલ્લા એક વર્ષમાં સત્યેન્દ્ર જૈનનું લગભગ 35 કિલો વજન ઘટ્યું છે.