ન્યુઝ ડેસ્ક : જિમ પાર્કસનું આજે સવારે વર્થિંગ હોસ્પિટલમાં નિધન થયું છે. ગયા અઠવાડિયે તેઓ પોતાના ઘરમાં અચાનક પડી ગયા હતા. પડી ગયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા. પાર્કસે આજે હોસ્પિટલની અંદર અંતિમ શ્વાસ લિધા હતા.
મહાન ક્રિકેટરનું નિધન - જિમ માર્ટલેટ પહેરનાર સર્વકાલીન મહાન ક્રિકેટરોમાંનો એક હતો. તેનો જન્મ 1930 માં હેવર્ડ્સ હીથમાં થયો હતો અને તેણે હોવ કાઉન્ટી ગ્રામર સ્કૂલમાં હાજરી આપી હતી. તેણે 1949માં 18 વર્ષની ઉંમરે સસેક્સ માટે સફળ કારકિર્દીની શરૂઆત કરી હતી. કુલ 739 ફર્સ્ટ-ક્લાસ મેચો અને 132 લિસ્ટ A મેચ રમી છે. પાર્ક્સે એક કુશળ લેગ-બ્રેક બોલર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તે વિકેટ-કીપર અને બેટ્સમેન બન્યો હતો. 46 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું અને 36,000 ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા હતા.
વન-ડે માં પદાર્પણ - 1963માં વન-ડેમાં પદાર્પણ કર્યું હતું. સ્પર્ધાના પ્રથમ બે વર્ષમાં લોર્ડ્સમાં જિલેટ કપ જીતનાર સસેક્સ ટીમનો તે આવશ્યક ભાગ હતો. તે એક વિસ્ફોટક બેટ્સમેન હતો. જેની રમત વન-ડે ક્રિકેટ માટે આદર્શ રીતે અનુકૂળ હતી. તેણે સ્લોગ સ્વીપ સહિત અનેક શોટ વિકસાવ્યા હતા. 1973 માં સસેક્સ સાથે 23 વર્ષ પૂરા કર્યા પછી, પાર્ક્સ સમરસેટ કાઉન્ટીમાં જોડાયા હતા, જ્યાં તેઓ તેમના 47મા જન્મદિવસ પહેલા સુધી રમ્યા હતા. તેની વ્યાવસાયિક કારકિર્દી પછી, જીમ ફરીથી સસેક્સમાં માર્કેટિંગ મેનેજર તરીકે જોડાયા હતા.
અપડેટ ચાલું છે...