- વીરભદ્ર સિંહના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે
- આઈજીએમસી અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે આ માહિતી આપી હતી
- 87 વર્ષીય વીરભદ્ર સિંહ અગાઉ કોરોના વાયરસથી પીડિત હતા
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )નું 87 વર્ષની વયે અવસાન થયું છે. લાંબી બીમારી સામે લડ્યા બાદ આજે (ગુરુવારે) સવારે 3.40 વાગ્યે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (આઈજીએમસી) હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આઈજીએમસી અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે આ માહિતી આપી હતી. વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )ના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વીરભદ્ર સિંહના નિધનથી પ્રદેશમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે
હિમાચલ પ્રદેશના છવાર મુખ્યપ્રધાન રહેલા વીરભદ્ર સિંહનું આજે સવારે નિધન થઇ ગયું છે. વીરભદ્ર સિંહના નિધનથી પ્રદેશમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વીરભદ્ર સિંહના નિધન પર હિમાચલ પ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોઇ પણ સરકારી કાર્યક્રમ નહી થાય. 8 જુલાઇથી 10 જુલાઇ સુધી હિમાચલમાં રાજકીય શોક રહેશે. સરકારના સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા અધિસૂચના જારી કરવામાં આવી છે.
-
Himachal Pradesh: The mortal remains of former Himachal Pradesh CM & Congress leader Virbhadra Singh brought to his residence in Shimla.
— ANI (@ANI) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
He passed away earlier this morning at Shimla's Indira Gandhi Medical College and Hospital. He was 87-years-old. pic.twitter.com/gCxg9Mtruq
">Himachal Pradesh: The mortal remains of former Himachal Pradesh CM & Congress leader Virbhadra Singh brought to his residence in Shimla.
— ANI (@ANI) July 8, 2021
He passed away earlier this morning at Shimla's Indira Gandhi Medical College and Hospital. He was 87-years-old. pic.twitter.com/gCxg9MtruqHimachal Pradesh: The mortal remains of former Himachal Pradesh CM & Congress leader Virbhadra Singh brought to his residence in Shimla.
— ANI (@ANI) July 8, 2021
He passed away earlier this morning at Shimla's Indira Gandhi Medical College and Hospital. He was 87-years-old. pic.twitter.com/gCxg9Mtruq
10 જુલાઇએ બપોરે 3 વાગ્યે રામપુરમાં અંતિમ સંસ્કાર થશે
ત્યાં વીરભદ્ર સિંહનો પાર્થિવ દેહ 9 જુલાઇએ સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી રિજ મેદાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સવારે 11.30થી બપોર સુધી કોંગ્રેસ ઓફિસ અને ત્યાંથી રામપુર બુશહર લઇ જવામાં આવશે પાર્થિવ દેહને. 10 જુલાઇએ બપોરે 3 વાગ્યે રામપુરમાં અંતિમ સંસ્કાર થશે.
-
Virbhadra Singh had a long political career, with rich administrative and legislative experience. He played a pivotal role in Himachal Pradesh and served the people of the state. Saddened by his demise. Condolences to his family and supporters: Prime Minister Narendra Modi pic.twitter.com/gxJolEaeWg
— ANI (@ANI) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virbhadra Singh had a long political career, with rich administrative and legislative experience. He played a pivotal role in Himachal Pradesh and served the people of the state. Saddened by his demise. Condolences to his family and supporters: Prime Minister Narendra Modi pic.twitter.com/gxJolEaeWg
— ANI (@ANI) July 8, 2021Virbhadra Singh had a long political career, with rich administrative and legislative experience. He played a pivotal role in Himachal Pradesh and served the people of the state. Saddened by his demise. Condolences to his family and supporters: Prime Minister Narendra Modi pic.twitter.com/gxJolEaeWg
— ANI (@ANI) July 8, 2021
આ પણ વાંચોઃ RIP Legend: આઝાદી પછી ભારતને પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા ખેલાડી કેશવ દત્તનું, 95 વર્ષની વયે નિધન
13 એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
ડો. જનક રાજે જણાવ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )નું ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સવારે 4 વાગ્યે મલ્ટિ-ઓર્ગન નિષ્ફળ થવાના કારણે મોત નીપજ્યું હતું. 87 વર્ષીય વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH ) અગાઉ કોરોના વાયરસથી પીડિત હતા અને 13 એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સિંહની તબિયત ફરી બગડી હતી
ઉલ્લેખનિય છે કે, કોરોનાથી સ્વસ્થ થયા પછી અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સિંહની તબિયત ફરી બગડી હતી, ત્યારબાદ તેમને આઈજીએમસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તે વેન્ટિલેટર પર હતા. સિંહ 30 એપ્રિલથી આઈજીએમસીમાં દાખલ હતા. 10 જૂને તેમનો કોરોના રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવ્યો હતો. તેમને મેકશિફ્ટમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ ગયા અઠવાડિયે તેમનો રિપોર્ટ આવ્યા પછી તેમને સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
સોમવારથી વીરભદ્રસિંહની હાલત કથળી હતી
સોમવારથી વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )ની હાલત કથળી હતી. તેમને કાર્ડિયોલોજી વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.
વિવિધ નેતાઓ તેમની તબિયત જોવા ગયા હતા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સહિતના ઘણા પ્રધાનો અને નેતાઓ પણ સોમવારે સવારે વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )ની તબિયત જોવા માટે આઇજીએમસી પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ દિલીપ કુમારના નિધન પર મોરારીબાપુએ વ્યક્ત કર્યો શોક
હાલમાં તે સોલન જિલ્લાના અરકીના ધારાસભ્ય રહ્યા હતા
વીરભદ્ર સિંહ (VIRBHADRA SINGH )નવ વખત ધારાસભ્ય રહ્યા હતા. આ સાથે તેઓ પાંચ વખત સાંસદ પણ ચૂંટાયા હતા. તેમણે છ વખત મુખ્યપ્રધાન તરીકે હિમાચલ પ્રદેશની લગામ પણ સંભાળી હતી. હાલમાં તે સોલન જિલ્લાના અરકીના ધારાસભ્ય હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીરભદ્ર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
-
Sad to know that Virbhadra Singh is no more. His political career spanning six decades in his roles as chief minister and parliamentarian was marked by his commitment to serve the people of Himachal Pradesh. Condolences to family & followers: President Ram Nath Kovind pic.twitter.com/v5Qp3kAtLY
— ANI (@ANI) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sad to know that Virbhadra Singh is no more. His political career spanning six decades in his roles as chief minister and parliamentarian was marked by his commitment to serve the people of Himachal Pradesh. Condolences to family & followers: President Ram Nath Kovind pic.twitter.com/v5Qp3kAtLY
— ANI (@ANI) July 8, 2021Sad to know that Virbhadra Singh is no more. His political career spanning six decades in his roles as chief minister and parliamentarian was marked by his commitment to serve the people of Himachal Pradesh. Condolences to family & followers: President Ram Nath Kovind pic.twitter.com/v5Qp3kAtLY
— ANI (@ANI) July 8, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીરભદ્ર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, વીરભદ્ર સિંહે પોતાના રાજનીતિક સફરમાં અનુભવથી હિમાચલ પ્રદેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમના નિધનથી ઘણુ દુખ થયું છે, ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે.